Winter Health Tips : શિયાળામાં પેટનું ફૂલવું અને કબજિયાતમાં રાહત આપશે આ સરળ ટિપ્સ

Winter Health Tips : પેટનું ફૂલવું વિવિધ પરિબળોને કારણે થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટે શિયાળામાં પેટનું ફૂલવુંની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલીક ટીપ્સ શેર કરી છે.

Written by shivani chauhan
November 09, 2023 08:00 IST
Winter Health Tips : શિયાળામાં પેટનું ફૂલવું અને કબજિયાતમાં રાહત આપશે આ સરળ ટિપ્સ
Winter Health Tips : શિયાળામાં પેટનું ફૂલવું અને કબજિયાતમાં રાહત આપશે આ સરળ ટિપ્સ

Winter Health Tips : શિયાળા(winter) ની શરૂઆત થઇ ગઈ છે. આ ઋતુમાં લાઈફ સ્ટાઇલમાં ફેરફાર થવાથી પેટના ફૂલવાની સમસ્યા (bloating) છે. જો કે પેટનું ફૂલવું એ મોસમી બીમારી નથી અને તે વર્ષના કોઈપણ સમયે કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. પરંતુ, શિયાળામાં આ એકદમ સામાન્ય બાબત છે. એવું કેમ છે?

હેલ્થ એક્સપર્ટ અનુસાર, પેટનું ફૂલવું એ એવી સ્થિતિ છે, જેમાં તમારું પેટ ભરેલું અને ભારે લાગે છે, ઘણીવાર ગેસને કારણે પણ આવું થાય છે. બ્લોટિંગની સમસ્યા જે વૃદ્ધ મહિલાઓ અને જેમને બાળકો હોય તેઓમાં સામાન્ય છે.

આ પણ વાંચો: Health Tips : પેટ માટે અમૃત છે બારેમાસ મળતું આ ફળ

પેટનું ફૂલવું વિવિધ પરિબળોને કારણે થઈ શકે છે. તે શિયાળાની ઋતુ સાથે કેવી રીતે સંકળાયેલ છે અને રાહત માટે શું કરી શકાય તે સમજાવતા, ન્યુટ્રિશનિસ્ટ ન્મામી અગ્રવાલે ઇન્સ્ટાગ્રામ પર લીધો અને એક વિડિયોમાં કહ્યું કે ઘણા લોકો વર્ષના આ સમય દરમિયાન ડિહાઇડ્રેટેડ અને ફૂલેલા અનુભવે છે.

જ્યારે શિયાળો આવે ત્યારે આપણે આપણા ડાયટ, કસરત કરવાની રીત અને ઊંઘની પેટર્નમાં થોડા ફેરફારો જોઈ શકીએ છીએ.

  • તે કબજિયાત અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ તરફ દોરી શકે છે. પેટનું ફૂલવું ઘણા પરિબળોને કારણે હોઈ શકે છે.
  • તે ઓછું પાણી પીવાને કારણે અથવા ચા અને કોફી જેવા ગરમ કેફીનયુક્ત પીણાં પીવાને કારણે હોઈ શકે છે .
  • તે શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે હોઈ શકે છે,
  • આ ઉપરાંત બ્લોટિંગ અને કબજિયાત જેવી સમસ્યા આખો દિવસ ઊંઘવાને કારણે હોઈ શકે છે,

જ્યારે શિયાળો આવે ત્યારે આપણે આના ડાયટ, કસરત કરવાની રીત અને ઊંઘની પેટર્નમાં થોડા ફેરફારો જોઈ શકીએ છીએ

પેટનું ફૂલવું વિવિધ પરિબળોને કારણે થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટે શિયાળામાં પેટનું ફૂલવુંની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલીક ટીપ્સ શેર કરી છે,

આ પણ વાંચો: Prostate Cancer : પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરની જાગૃતિ જરૂરી, આ છે લક્ષણો

  • પૂરતું પાણી પીઓ, કારણ કે હાઇડ્રેટેડ રહેવું મહત્વપૂર્ણ છે. તે તમારી મોટાભાગની સ્વાસ્થ્ય સમસ્યાઓ હલ કરી શકે છે.
  • ફાઇબરયુક્ત ખોરાક લેવો. શિયાળાની ઋતુમાં આવતા ફળો અને શાકભાજીનું સેવન કરો, આ ઋતુમાં પાલક, મેથી, ફળોમાં જામફળ સીતાફળ વગેરેનું સેવન કરો.
  • શિયાળાની ઋતુમાં તમારી બોડીને ફિટ રાખવાની ખાતરી કરો તેથી શારીરિક રીતે સક્રિય રહો છો, તમે યોગ, વર્ક આઉટ, જીમ જવું, ઝુમ્બા કોઈ પણ રીતે એકટીવ રહો.

શિયાળાની ઋતુમાં ઠંડા વાતાવરણના કારણે ઘણા લોકોને ઊંઘ વધારે આવે છે. પરંતુ ખાતરી કરો કે તમે જરૂરી પૂરતી ઊંઘ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ