Bloating Tips : પેટ ફુલવાના 5 કારણ, તેને અવગણશો નહીં, પાચનતંત્ર થી લઇ આ બીમારીનું જોખમ

Health Tips Of Bloating : પેટ ફુલવાની સમસ્યા નજરઅંદજ કરવાથી ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આની સામે સૌથી પ્રથમ પેટ ફુલવાના કારણ વિશે સમજ હોવી આવશ્યક છે, જેથી સમસયસર નિદાન કરી સ્વાસ્થ્ય સમસ્યાથી બચી શકાય.

Health Tips Of Bloating : પેટ ફુલવાની સમસ્યા નજરઅંદજ કરવાથી ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આની સામે સૌથી પ્રથમ પેટ ફુલવાના કારણ વિશે સમજ હોવી આવશ્યક છે, જેથી સમસયસર નિદાન કરી સ્વાસ્થ્ય સમસ્યાથી બચી શકાય.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
stomach bloating reasons | stomach health tips | bloating symptoms | digestive problems

Stomach Bloating Reasons : પેટ ફુગવાની સમસ્યા ગંભીર બીમારીના સંકેત આપે છે. (Photo: Canva)

Health Tips Of Stomach Bloating : પેટ ફૂલવું એ એક સામાન્ય પાચન સમસ્યા છે, જે લોકો ઘણીવાર માને છે કે ભારે ખોરાક, અપચા કે પાચનતંત્રની સમસ્યાને કારણે થાય છે. જો કે ક્યારેક ક્યારેક ભારે ભોજન પછી પેટનું ફૂલવું સામાન્ય હોય છે, પરંતું દરરોજ પેટનું ફૂલવું એ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, આ લક્ષણોને વારંવાર અવગણવું હાનિકારક હોઈ શકે છે. તેનાથી ઘણી ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી જાય છે.

Advertisment

કાનપુરની ગેસ્ટ્રો લિવર હોસ્પિટલના ડો. મિશ્રાએ કહ્યું કે, પેટનું ફૂલવું એ હંમેશાં સામાન્ય અપચાની નિશાની નથી. જો તે વારંવાર કે ગંભીર રીતે થાય છે, તો તરત જ ડાયેટિશિયન અને ગેસ્ટ્રો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. સમયસર નિદાન અને સારવારથી માત્ર અગવડતા જ ઓછી થતી નથી, પરંતુ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓને પણ અટકાવી શકાય છે.

ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ અને પાચનતંત્રની વિકૃતિ

આઇબીએસ એ એક મુખ્ય કારણ છે જે સતત પેટનું ફૂલવાનું કારણ બને છે. તેને પેટમાં દુખાવો, ગેસ, ઝાડા અને કબજિયાત જેવી સમસ્યાઓ છે. આઇબીએસ પીડિત લોકો ઘણીવાર પેટનું ફૂલવું અને અસામાન્ય આંતરડાની હિલચાલની ફરિયાદ કરે છે. યોગ્ય આહાર અને જીવનશૈલીમાં ફેરફારથી આ સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે.

ખોરાકની અસહિષ્ણુતા અને સીલિયાક ડિસીઝ

દૂધ અને ડેરી પ્રોડક્ટની એલર્જી એટલે કે લેક્ટોઝ અસહિષ્ણુતા અથવા ગ્લૂટેન પ્રત્યે સંવેદનશીલતા એ પેટ ફુલવાનું એક સામાન્ય કારણ છે. આવા લોકોને ખાધા પછી તરત જ ગેસ અને પેટ ફુલી શકે છે. સમયસર મેડિકલ ચેક અપ અને સમયબદ્ધ યોગ્ય આહારથી પાચનતંત્રની સમસ્યાઓથી બચી શકાય છે.

Advertisment

ઇન્ફ્લેમેટરી બોવેલ ડિસીઝ

ક્રોન ડિસીઝ અને અલ્સરેટિવ કોલાઇટિસ જેવી સોજા વાળી પરિસ્થિતિઓ પણ પેટનું ફૂલવાનું કારણ બને છે. આ રોગો ઝાડા, પેટમાં દુખાવો, થાક અને કેટલીકવાર સ્ટૂલમાં લોહી જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

નાના આંતરડાના બેક્ટેરિયાની વૃદ્ધિ

જ્યારે નાના આંતરડામાં બેક્ટેરિયા અસામાન્ય રીતે વધે છે, ત્યારે તે ખોરાકને આથો લાવીને ગેસ અને પેટનું ફૂલવું ઉત્પન્ન કરે છે. એસઆઇબીઓ પોષક તત્વોની ઉણપ તરફ દોરી શકે છે.

અંડાશય અને પેટની ગાંઠ

સ્ત્રીઓમાં સતત અથવા અસ્પષ્ટ પેટનું ફૂલવું એ અંડાશયના કેન્સર અથવા પેટની ગાંઠોનું પ્રારંભિક સંકેત પણ હોઈ શકે છે. જો પેલ્વિક પીડા, દબાણ અથવા પેટનું ફૂલવું સાથે અસ્પષ્ટ વજન ઓછું થાય છે, તો તરત જ તપાસ કરાવો.

યકૃત અને સ્વાદુપિંડની સમસ્યાઓ

યકૃત સિરોસિસ અથવા સ્વાદુપિંડની સમસ્યાઓ પેટમાં પાણીના સંચયને કારણે પેટ ફૂલવાનું કારણ બની શકે છે. આ સાથે થાક, કમળો અથવા પાચનમાં ફેરફાર પણ આવી શકે છે.

જીવનશૈલી health tips