Blood Cancer Awareness : બ્લડ કેન્સરને લઈને લોકોમાં ઓછી જાગૃત્તિ, પ્રારંભિક ચિહ્નો અને લક્ષણો પર ધ્યાન આપવું જરૂરી

Blood Cancer Awareness : બ્લડ કેન્સરનો કૌટુંબિક ઇતિહાસ, બેન્ઝીન જેવા રસાયણોનો સંપર્ક, હાઈ કિરણોત્સર્ગનો સંપર્ક અને MDS (માયલોડિસ્પ્લાસ્ટિક સિન્ડ્રોમ) જેવી ચોક્કસ મેડિકલ કન્ડિશન બ્લડ કેન્સરના નિદાન માટે સામાન્ય જોખમી પરિબળો છે.વધુમાં અહીં વાંચો.

Blood Cancer Awareness : બ્લડ કેન્સરનો કૌટુંબિક ઇતિહાસ, બેન્ઝીન જેવા રસાયણોનો સંપર્ક, હાઈ કિરણોત્સર્ગનો સંપર્ક અને MDS (માયલોડિસ્પ્લાસ્ટિક સિન્ડ્રોમ) જેવી ચોક્કસ મેડિકલ કન્ડિશન બ્લડ કેન્સરના નિદાન માટે સામાન્ય જોખમી પરિબળો છે.વધુમાં અહીં વાંચો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
blood cancer awareness (unsplash)

બ્લડ કેન્સર જાગૃતિ (અનસ્પ્લેશ)

બ્લડ કેન્સરને દર્દીઓની સંખ્યા વધતી જાય છે, દર વર્ષે, લ્યુકેમિયા, લિમ્ફોમા અને માયલોમા જેવા બ્લડ કેન્સરના દર્દીઓને સપોર્ટ આપવા માટે સપ્ટેમ્બરને બ્લડ કેન્સર જાગૃતિ મહિના તરીકે મનાવવામાં આવે છે. બ્લડ કેન્સરને હેમેટોલોજિક કેન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે,તે કેન્સરનો સંદર્ભ આપે છે જે રક્ત, અસ્થિ મજ્જા અને લસિકા તંત્રને અસર કરે છે.

Advertisment

કેટલાક અભ્યાસો અનુસાર, બ્લડ કેન્સરના નોંધાયેલા કેસોમાં અમેરિકા અને ચીન પછી ભારત ત્રીજા ક્રમે છે. ગંભીર વાસ્તવિકતાને પ્રકાશિત કરતા, લ્યુકેમિયા અને લિમ્ફોમા સોસાયટીએ નોંધ્યું કે લગભગ દર ત્રણ મિનિટે, યુ.એસ.માં એક વ્યક્તિને લ્યુકેમિયા, લિમ્ફોમા અને માયલોમા હોવાનું જાણવા મળે છે.

આ જીવલેણ રોગના પ્રારંભિક ચિહ્નો અને લક્ષણો પર નજર રાખવી ખુબજ જરૂરી બની જાય છે. તે પહેલાં, ચાલો સમજીએ કે કેન્સરની શરૂઆત કેવી રીતે થાય છે,

ડૉ. સુરજ ડી ચિરાનિયા, ક્લિનિકલ હેમેટોલોજિસ્ટ, હેમેટો-ઓન્કોલોજિસ્ટ અને BMT ફિઝિશિયન, HCG કેન્સર સેન્ટર, બોરીવલી એ સમજાવ્યું કે આ સામાન્ય રીતે આનુવંશિક પરિવર્તન, અમુક કેમિકલ અથવા રેડિયેશનના કોન્ટેક્ટમાં અને કુટુંબના ઇતિહાસ(ફેમિલી હિસ્ટ્રી) ને કારણે થાય છે.

Advertisment

આ પણ વાંચો: Healthy Recipe : બાજરીમાંથી બનાવો આ હેલ્થી અને ટેસ્ટી વાનગી, જાણો રેસિપી

એક્સપર્ટે કહ્યું કે, “આ સ્થિતિ મુખ્યત્વે ચોક્કસ રક્ત કોશિકાઓની અસામાન્ય વૃદ્ધિ અને પ્રજનન તરફ દોરી જાય છે. બદલામાં, આ વૃદ્ધિ રોગપ્રતિકારક શક્તિ અને લોહીની સામાન્ય રીતે કામ કરવાની ક્ષમતાને નબળી પાડશે."

પ્રારંભિક સંકેતોની વાત કરીએ તો, ડૉ. નીતિ રાયઝાદા, વરિષ્ઠ ડિરેક્ટર, મેડિકલ ઓન્કોલોજી અને હેમેટો-ઓન્કોલોજી, ફોર્ટિસ હોસ્પિટલ્સ, બેંગલુરુએ શેર કર્યું કે તે બદલાઈ શકે છે. "જો કે, કેટલીક સામાન્ય બાબતોમાં થાક, નિસ્તેજ ત્વચા, વજનમાં ઘટાડો, વારંવાર ચેપ, લસિકા ગાંઠોમાં સોજો, સરળ ઉઝરડા, રક્તસ્રાવ, હાડકામાં દુખાવો, તાવ અને રાત્રે પરસેવો થવો સામેલ છે."

જો કે, નિષ્ણાતે ઉમેર્યું હતું કે આ લક્ષણો અન્ય સ્વાસ્થ્ય પરિસ્થિતિઓને કારણે પણ થઈ શકે છે. પ્રારંભિક નિદાન અને સારવાર બ્લડ કેન્સર ધરાવતા લોકો આશીર્વાદરૂપ બની શકે છે.''

તેમણે કહ્યું કે,''ઉંમર, બ્લડ કેન્સરનો કૌટુંબિક ઇતિહાસ, બેન્ઝીન જેવા રસાયણોનો સંપર્ક, હાઈ કિરણોત્સર્ગનો સંપર્ક અને MDS (માયલોડિસ્પ્લાસ્ટિક સિન્ડ્રોમ) જેવી ચોક્કસ મેડિકલ કન્ડિશન બ્લડ કેન્સરના નિદાન માટે સામાન્ય જોખમી પરિબળો છે.''

ઓન્કોલોજિસ્ટ્સના મતે, જ્યારે બ્લડ કેન્સરને અટકાવવું એ હંમેશા સંપૂર્ણપણે કોઈના નિયંત્રણમાં ન હોઈ શકે, ખાસ કરીને જ્યારે આનુવંશિક પરિબળો અથવા નોંધપાત્ર જોખમ પરિબળો સામેલ હોય, ત્યારે વ્યક્તિઓ તેમના જોખમને ઘટાડવા માટે સક્રિય પગલાં લઈ શકે છે.

આ પણ વાંચો: Skincare Tips : સ્કિનકેર માટે આ મસાલાનો ઉપયોગ છે અસરકારક, જાણો અહીં

ઓન્કોલોજિસ્ટ્સના મતે, જ્યારે બ્લડ કેન્સરને અટકાવવું એ હંમેશા સંપૂર્ણપણે કોઈના નિયંત્રણમાં ન હોઈ શકે, ખાસ કરીને જ્યારે આનુવંશિક પરિબળો અથવા નોંધપાત્ર જોખમ પરિબળો સામેલ હોય, ત્યારે વ્યક્તિઓ તેમના જોખમને ઘટાડવા માટે સક્રિય પગલાં લઈ શકે છે.જેમ કે,

  • બેન્ઝીન અને જંતુનાશકો જેવા હાનિકારક રસાયણોનો સંપર્ક ઓછો કરો.
  • રેડિએશનના કોન્ટેક્ટ સાથે સંકળાયેલ વ્યવસાયોમાં સેફટી ગાઇડલાઇન્સનું પાલન કરો.
  • સંતુલિત આહાર અને નિયમિત કસરત દ્વારા હેલ્થી લાઈફ સ્ટાઇલ જાળવો .
  • ધુમ્રપાન અને વધુ પડતા આલ્કોહોલનું સેવન ટાળો.
  • બ્લડ કેન્સરનો કૌટુંબિક ઇતિહાસ ધરાવતા લોકો માટે, તેમના જોખમ અને સંભવિત નિવારક પગલાં અને જાગૃતિ જરૂરી છે.
બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips