Blood Group Personality Test : દરેક વ્યક્તિ આદતોમાં એકબીજાથી બિલકુલ અલગ હોય છે. કેટલાકનો સ્વભાવ ખૂબ શાંત હોય છે, તો કેટલાક ગુસ્સે થઈ જાય છે. કોઇ વ્યક્તિ બહુ રોમેન્ટિક તો કેટલાક લોકો શરમાળ હોય છે દુનિયામાં સ્વાર્થી અને મતલબી લોકોની કમી નથી. સાથે જ અમુક લોકો ખૂબ જ દયાળુ પણ હોય છે. પરંતુ શું તમે જાણો છો, તમે કે તમારું જીવનસાથી અથવા તમારી જેની સાથે સગાઇ થઇ છે તે વ્યક્તિ રોમેન્ટિક છો કે નહીં? સામાવાળી વ્યક્તિનો સ્વભાવ દયાળું છે કે સ્વાર્થી? આ બાબતનો બ્લડ ગ્રૂપના પ્રકાર પરથી અનુમાન લગાવી શકાય છે.
વોલ્ડન યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિસર્ચ મુજબ તમારું બ્લડ ગ્રુપ તમારા વ્યક્તિત્વ સાથે જોડાયેલા ઘણા રહસ્યોને ઉજાગર કરી શકે છે. ચાલો જાણીએ કેવી રીતે.
બ્લડ ગ્રૂપ થી જાણો વ્યક્તિનો સ્વભાવ કેવો છે?
સાયન્ટિફિક અમેરિકન મેગેઝિનના એક લેખમાં બ્લડ ગ્રૂપ અને પર્સનાલિટી સાથે જોડાયેલી તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જર્નલ અનુસાર પ્રાચીન ફિલસૂફો હિપ્પોક્રેટ્સ અને એરિસ્ટોટલે બ્લડ ગ્રૂપના વિવિધ પ્રકારોના આધારે વ્યક્તિના વ્યક્તિત્વની કલ્પના શોધી કાઢી હતી. આ લેખમાં જણાવવામાં આવ્યું છે કે, જાપાની પ્રોફેસર ટોકેજી ફુરુકાવાએ બ્લડ ગ્રૂપને એક શારીરિક લક્ષણ તરીકે પસંદ કર્યો હતો જેને પ્રકારો અનુસાર વર્ગીકૃત કરી શકાય છે. જેમ કે…
A પોઝિટિવ બ્લડ ગ્રૂપ વાળા લોકો કેવા હોય છે? (A Blood group personality)
આ બ્લડ ગ્રુપના લોકોને ખૂબ જ વિશ્વસનીય અને વિશ્વાસપાત્ર માનવામાં આવે છે. સાથે જ તેઓ ખૂબ જ સાવધાની પૂર્વક નિર્ણયો લે છે. તેઓ કોઈપણ નિર્ણય પર પહોંચતા પહેલા ઘણું વિચારે છે. તેથી, તેઓ મલ્ટિ ટાસ્કિંગ નથી હોતા. આ બ્લડ ગ્રૂપના લોકો એક સમયે એક કામ કરવાનું પસંદ કરે છે.
A બ્લડ ગ્રૂપ વાળા વ્યક્તિની ખાસિયત
એ બ્લડ ગ્રૂપ વાળા વ્યક્તિઓ દયાળ, ગંભીર, સમજદાર, ધૈર્યવાન અને જવાબદાર, જિદ્દી સ્વભાવના અને તણાવગ્રસ્ત હોઈ શકે છે.
બી પોઝિટિવ બ્લડ ગ્રૂપ વાળા લોકો કેવા હોય છે? (B Blood group personality)
આ બ્લડ ગ્રૂપના લોકો બહુ ક્રિએટિવ હોઈ શકે છે. તેઓ જીવનમાં ઝડપથી નિર્ણયો લઈ શકો છો. તે એક જ સમયે ઘણી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. તેઓ જે પણ કામ કરે છે તેમાં તેમનું 100 ટકા યોગદાન આપે છે. તેમને દરેક રીતે શ્રેષ્ઠ બનવાની તીવ્ર ઇચ્છા હોઈ શકે છે.
બી બ્લડ ગ્રૂપ વાળા વ્યક્તિના લક્ષણો
સ્વાર્થી, મનથી મજબૂત, લાગણીશીલ, સર્જનાત્મક, સુંદર અને સ્માર્ટ, બેજવાબદાર, અનિયમિત પણ હોઈ શકે છે.
ઓ પોઝિટિવ બ્લડ ગ્રૂપ વાળા વ્યક્તિ કેવા હોય છે? (O Blood group personality)
આ બ્લડ ગ્રૂપવાળા લોકો બહુ ઝડપથી રાજી થઇ જાય છે. આ લોકોને શાહી જીવન જીવવું ગમે છે. તેમનામાં નેતા બનવાનો ગુણ હોય છે. તેઓ જાણે છે કે પોતાનું લક્ષ્ય કેવી રીતે હાંસલ કરવું.
ઓ ગ્રૂપ વાળા વ્યક્તિના લક્ષણો
- ઝઘડાખોર અને અણધાર્યા
- સ્વ-આત્મવિશ્વાસુ અને સ્વ-કેન્દ્રિત
- સખત મહેનતુ હોઈ શકે છે
એબી પોઝિટિવ બ્લડ ગ્રૂપ વાળા વ્યક્તિ કેવા હોય છે (Blood type AB personality)
આ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને જટિલ અને દ્રિ વ્યક્તિત્વ ધરાવતા હોય છે. તેઓ મિલનસાર તેમજ શરમાળ હોઈ શકે છે. આ લોકો અજાણ્યા લોકોથી પોતાનું સાચું વ્યક્તિત્વ છુપાવી શકે છે.
એબી ગ્રૂપ વાળા વ્યક્તિના લક્ષણો
ભૂલકણા, શાંત, નિયંત્રિત, તર્કસંગત, આલોચનાત્મક, બેજવાબદાર પણ હોઈ શકે છે.