Blood Pressure: ઉંમર પ્રમાણ બીપી કેટલું હોવું જોઇએ? જાણો હાઇ બ્લડ પ્રેશરના લક્ષણ અને કન્ટ્રોલ કરવાની સરળ રીત

Blood Pressure Chart According To Your Age : બ્લડ પ્રેશરની સમસ્યા વધી રહી છે. અમેરિકન હાર્ટ એસોસિએશન અને ગ્લોબલ હેલ્થ સ્ટાન્ડર્ડ્સ અનુસાર, બીપીના આંકડા ઉંમર સાથે બદલાય છે. હાઈ બીપીને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે કારણ કે તેના લક્ષણો ઘણીવાર શરૂઆતમાં દેખાતા નથી.

Blood Pressure Chart According To Your Age : બ્લડ પ્રેશરની સમસ્યા વધી રહી છે. અમેરિકન હાર્ટ એસોસિએશન અને ગ્લોબલ હેલ્થ સ્ટાન્ડર્ડ્સ અનુસાર, બીપીના આંકડા ઉંમર સાથે બદલાય છે. હાઈ બીપીને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે કારણ કે તેના લક્ષણો ઘણીવાર શરૂઆતમાં દેખાતા નથી.

author-image
Ajay Saroya
New Update
Blood Pressure Chart | High Blood Pressure Control Tips

Blood Pressure Chart : બ્લડ પ્રેશર અત્યંત નીચું અને નીચું હોવું શરીર માટે નુકસાનકારક રહે છે. Photograph: (Freepik)

High Blood Pressure Symptoms And Control Tips : આજની વ્યસ્ત જીવનશૈલી, ખરાબ આહાર અને વધતા તણાવને કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હવે માત્ર વૃદ્ધો સુધી જ મર્યાદિત નથી. તાજેતરના વર્ષોમાં, 20 થી 40 વર્ષની વયના યુવાનોમાં હાયપરટેન્શન (હાઈ બીપી) ના કેસોમાં ઝડપથી વધારો થયો છે. ઘણીવાર લોકોને ખબર નથી હોતી કે તેમની ઉંમર અનુસાર કેટલું સામાન્ય બીપી હોવું જોઈએ અને ક્યારે તેમને ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે. અમેરિકન હાર્ટ એસોસિએશન (એએચએ) અને ગ્લોબલ હેલ્થ સ્ટાન્ડર્ડ્સ અનુસાર, બ્લડ પ્રેશરના આંકડા ઉંમર સાથે બદલાય છે.

Advertisment

હાઈ બીપીને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે કારણ કે તેના લક્ષણો ઘણીવાર શરૂઆતમાં દેખાતા નથી. ચાલો બ્લડ પ્રેશરને લગતી તમામ માહિતી મેળવીએ અને ચાર્ટ પરથી સમજીએ કે 20, 30 અને 40 વર્ષની ઉંમરે તમારું બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ અને તેને કન્ટ્રોલમાં રાખવાની યોગ્ય રીત કઇ છે.

બ્લડ પ્રેશર કેવી રીતે માપવામાં આવે છે?

બ્લડ પ્રેશર બે સંખ્યામાં માપવામાં આવે છે. પ્રથમ નંબરને સિસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવામાં આવે છે, જે હૃદય ધમનીઓમાં લોહી પમ્પ કરે છે ત્યારે માપવામાં આવે છે. બીજા નંબરને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવામાં આવે છે, જે હૃદયના ધબકારા વચ્ચે આરામની સ્થિતિમાં બ્લડ પ્રેશરનો સંદર્ભ આપે છે. બ્લડ પ્રેશર વધવું અને ઘટવું બંને સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે.

નોર્મલ BP કેટલું હોવું જોઇએ?

સામાન્ય બ્લડ પ્રેશરની વાત કરીએ તો, તે સામાન્ય રીતે પુખ્ત વયના લોકોમાં 120/80 mmHg માનવામાં આવે છે. જો સિસ્ટોલિક પ્રેશર 120 કરતા ઓછું હોય અને ડાયસ્ટોલિક પ્રેશર 80 કરતા ઓછું હોય તો તેને સામાન્ય બ્લડ પ્રેશરની કેટેગરીમાં રાખવામાં આવે છે. આથી ઉપરનું સ્તર પ્રી હાયપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર સૂચવે છે, જ્યારે આના કરતા ઘણું ઓછું રિંડિંગ હોય તો તેને લો બ્લડ પ્રેશર માનવામાં આવે છે.

Advertisment

20 થી 40 વર્ષની ઉંમરે બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ?

વય જૂથસિસ્ટોલિક (Top – mmHg)ડાયસ્ટોલિક (Bottom – mmHg)સ્થિતિ
20 થી 24 વર્ષ12079સામાન્ય (Normal)
25 થી 29 વર્ષ12180સામાન્ય
30 થી 34 વર્ષ12281સામાન્ય
35 થી 39 વર્ષ12382સામાન્ય

હાઈ બ્લડ પ્રેશરના લક્ષણ

હાઈ બ્લડ પ્રેશરને ઘણીવાર સાયલન્ટ કિલર કહેવામાં આવે છે, કારણ કે તેના પ્રારંભિક લક્ષણો ઘણીવાર સ્પષ્ટ દેખાતા નથી. પરંતુ જ્યારે લાંબા સમય સુધી બ્લડ પ્રેશર ઊંચું રહે છે ત્યારે શરીરમાં કેટલાક ચિહ્નો દેખાવા લાગે છે, જેમ કે

  • સતત અથવા તીવ્ર માથાનો દુખાવો, ખાસ કરીને સવારે, શરીર ભારે લાગવું
  • શ્વાસ ફુલવી, ખાસ કરીને સાધારણ કામ કરવાથી પણ શ્વાસ લેવામાં મુશ્કેલી થવી
  • આંખો થી ઝાંખુ દેખાવવું અથવા આંખો પર દબાણ લાગવું
  • ઊંઘ ન આવવી અથવા મેમરી લોસ.
  • છાતીમાં દુખાવો અથવા જકડન
  • બ્લડ પ્રેશર ખૂબ વધારે હોય તો નાકમાંથી લોહી નીકળી શકે છે.

ઉંમર પ્રમાણ સિસ્ટોલિક અને ડાયાસ્ટોલિક બીપી ચાર્ટ

વયન્યૂનતમસામાન્યમહત્તમ
1 થી 12 મહિના75/5090/60100/75
1 થી 5 વર્ષ80/5595/65110/79
6 થી 13 વર્ષ90/60105/70115/80
14 થી 19 વર્ષ105/73117/77120/81
20 થી 24 વર્ષ108/75120/79132/83
25 થી 29 વર્ષ109/76121/80133/84
30 થી 34 વર્ષ110/77122/81134/85
35 થી 39 વર્ષ111/78123/82135/86
40 થી 44 વર્ષ112/79125/83137/87
45 થી 49 વર્ષ115/80127/84139/88
50 થી 54 વર્ષ116/81129/85142/89
55 થી 59 વર્ષ118/82131/86144/90
60 થી 64 વર્ષ121/83134/87147/91

(સ્ત્રોત: નેશનલ હેલ્થ સર્વિસ (NHS)

હાઈ બ્લડ પ્રેશર કન્ટ્રોલ કેવી રીતે કરવું?

હાઈ બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવા માટે જીવનશૈલી અને આહારમાં કેટલાક જરૂરી ફેરફારો કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગ્ય આદતો અને તંદુરસ્ત આહાર બીપીને સામાન્ય રાખવામાં અસરકારક સાબિત થાય છે.

મીઠું/ નમકનું સેવન મર્યાદિત કરો. દરરોજ 5 ગ્રામથી વધુ મીઠાનું સેવન ન કરો. પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડથી દૂર રહો.

આહારમાં ફળો, લીલા શાકભાજી, આખા અનાજ, કઠોળ અને ઓછી ચરબીવાળી ડેરી પ્રોડક્ટનં સેવન કરો. હાઈ બીપીને નિયંત્રિત કરવા માટે DASH ડાયટ અસરકારક માનવામાં આવે છે.

દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ ચાલવું, યોગ અથવા હળવી કસરત કરો. નિયમિત શારીરિક પ્રવૃત્તિ હૃદયને મજબૂત બનાવે છે અને બીપીને નિયંત્રણમાં રાખે છે.

વધુ પડતો તણાવ બ્લડ પ્રેશર વધારી શકે છે. તણાવને નિયંત્રિત કરવા માટે ધ્યાન કરો, ઊંડા શ્વાસ લો. પૂરતી ઊંઘ અને કસરતની મદદથી તમે બીપીને સામાન્ય રાખી શકો છો.

વજન પર નિયંત્રણ રાખો. ધૂમ્રપાન ટાળો અને દારૂનું સેવન બંધ કરો.

ડિસ્ક્લેમર : આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે છે. જો મશીન ખોટી રીતે કામ કરે અથવા ખોટી રીતે બીપી ચકાસે તો રીડિંગ ખોટું હોઈ શકે છે. કોઈપણ સમસ્યા માટે તમારા ડોક્ટરની સલાહ લેવી.

બ્લડ પ્રેશર હેલ્થ જીવનશૈલી