/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Blood-Sugar-Controlling-Tips.jpg)
ડાયાબિટીસ કંટ્રોલ કરવાની ટિપ્સ બ્લડ સુગર કંટ્રોલિંગ ટિપ્સ। blood sugar controlling tips diabetes 10 minute walking rule benefits
Blood Sugar Controlling Tips | ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. પાલ મણિકમ ચેતવણી આપે છે કે બપોરના ભોજન પછી આપણે ઓફિસમાં જે આદત વારંવાર કરીએ છીએ તે આપણા સ્વાસ્થ્ય માટે મોટો પડકાર છે. આપણામાંથી ઘણા લોકો બપોરના ભોજન પછી તરત જ આપણી સીટ પર આવીને બેસીયે છીએ અને કામમાં ડૂબી જઈએ છીએ અથવા આપણા ફોન તરફ જોઈએ છીએ.
એક્સપર્ટ કહે છે જમીને તરત બેસવાની આ આદત શરીરમાં બ્લડ સુગરનું સ્તર ઝડપથી વધારી શકે છે અને પેટની આસપાસ ચરબી જમા કરી શકે છે.
ખાધા પછી સ્થિર બેસી રહેવાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે. આનાથી ગેસ, એસિડિટી અને પેટનું ફૂલવું થઈ શકે છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા એક વીડિયોમાં, તે કહે છે કે શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે નાની હલનચલન જરૂરી છે. આ આદત સુધારવા માટે તેણે '10-મિનિટનો નિયમ' સૂચવ્યો છે.
ડોકટરો દ્વારા ભલામણ કરાયેલ '10 મિનિટનો નિયમ' શું છે?
આ માટે કોઈ મોટી કસરત કે જીમ જવાની જરૂર નથી. બપોરના ભોજન પછી તમારી સીટ પર પાછા ફરવાને બદલે, આ નિયમ ફક્ત 10 મિનિટ ચાલવાનો છે. તેમણે આના ફાયદા પણ સમજાવ્યા છે.
- બ્લડ સુગર કંટ્રોલ કરે : ભોજન પછી ચાલવાથી શરીરને ઇન્સ્યુલિનનો કાર્યક્ષમ ઉપયોગ કરવામાં મદદ મળે છે.
- પાચનક્રિયાને સરળ બનાવે : ચાલવાથી આંતરડાની ગતિમાં મદદ મળે છે અને પાચનક્રિયા ઝડપી બને છે.
- એનર્જી વધારે : બપોરનો થાક અને ઊંઘ દૂર કરીને તે તમને કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરી શકે છે.
હૈદરાબાદ સ્થિત ન્યુરોલોજીસ્ટ ડૉ. સુધીર કુમાર પણ આ મતને સમર્થન આપે છે. સવારે લાંબું ચાલવું અને પછી બાકીનો દિવસ બેસી રહેવું તમારા માટે સારું નથી. તેના બદલે, દર કલાકે ઓછામાં ઓછા ત્રણ મિનિટ ઉઠીને ચાલવાથી તમારા ચયાપચયને વેગ મળશે.
બપોરના ભોજન પછી આ દસ મિનિટ ચાલવાથી તમારા સ્વાસ્થ્યમાં મોટો ફરક પડી શકે છે. ડાયાબિટીસ અને સ્થૂળતા જેવા જીવનશૈલીના રોગોથી બચવા માટે આજે જ આ સરળ આદત અપનાવી શકાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us