Blood Sugar Level Connection With Roasted Masala Papad | શેકેલા મસાલા પાપડ (Roasted Masala Papad) એક લોકપ્રિય નાસ્તો અને ભૂખ લગાડતો વિકલ્પ છે, જે મુખ્ય ભોજન પહેલાં પરફેક્ટ ક્રંચ અને ટેસ્ટ આપે છે. પરંતુ અન્ય કોઈપણ ફૂડની જેમ, શું શેકેલા મસાલા પાપડ આપણા બ્લડ સુગર લેવલ (blood sugar levels) ને અસર કરી શકે છે? ડાયાબિટીસ આહાર માટે યોગ્ય વિકલ્પ ગણી શકાય?
મેટાબોલિક હેલ્થ કોચ કરણ સરીને CGM નો ઉપયોગ કરીને આનું ટેસ્ટિંગ કર્યું. સરીને ડુંગળી, ટામેટા, કોથમીર અને મરચાં જેવા શાકભાજી નાખીને અળદ દાળના શેકેલા પાપડ ખાધા હતા. તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું કે, મસાલા પાપડ ખાધાના બે કલાક પછી બ્લડ સુગરમાં કોઈ વધારો થયો નથી. “જે આશ્ચર્યજનક પરિણામ છે. આ પાપડ ખૂબ જ પાતળાછે, અને જ્યાં સુધી તમે તેને વધુ પડતું ન ખાઓ ત્યાં સુધી ખાસ ફરક પડતો નથી.
શેકેલા મસાલા પાપડ ખાવાથી બ્લડ સુગર લેવલ વધે કે ઘટે ?
કલ્યાણની ફોર્ટિસ હોસ્પિટલના ક્લિનિકલ ડાયેટિશિયન સુમૈયા એ.એ જણાવ્યું હતું કે, ‘ડાયાબિટીસ આહારમાં મોટાભાગના લોકો મર્યાદિત માત્રામાં પાપડ લે તો સ્વાસ્થ્યપ્રદ છે. જ્યારે શેકેલા પાપડ તળેલા પાપડ કરતાં વધુ સારા છે. દરરોજ પાપડનું સેવન ન કરવું જોઈએ, કારણ કે પાપડ બનાવવા માટે વપરાતા લોટમાંથી પ્રોટીન અને ફાઇબર ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ તેમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે અથવા તેને ડીપ-ફ્રાય કરવામાં આવે તો તે નુકસાનકારક હોઈ શકે છે.’
દિલ્હીની સીકે બિરલા હોસ્પિટલના ઇન્ટરનલ મેડિસિનના ડિરેક્ટર ડૉ. મનીષા અરોરાએ જણાવ્યું હતું કે ‘મસાલા પાપડમાં ખૂબ ઓછા કાર્બોહાઇડ્રેટ્સ હોઈ શકે છે. “જ્યારે તેમાં મેંદો હોય છે તો તેને કારણે મસાલા પાપડનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) ઊંચો થઇ જાય છે.’
આ પણ વાંચો: ડાયાબિટીસમાં ખરેખર મોરિંગા પાવડર રામબાણ છે?
આપણે કેટલા પ્રમાણમાં લોટનો ઉપયોગ છીએ તે ધ્યાનમાં લેવા જેવું મહત્વનું પરિબળ એ છે, આપણા શરીરમાં પ્રવેશતા રીફાઇન્ડ લોટની માત્રા નક્કી કરે છે, જે તેના હાઈ GI ને કારણે બ્લડ સુગરનું લેવલ વધારી શકે છે . વધુમાં તે ધ્યાનમાં લેવું જરૂરી કે પાપડને શેની સાથે ખાવામાં આવે છે.
ડૉ. અરોરાએ ભાર મૂક્યો કે, મસાલા પાપડ ફાઇબરથી ભરપૂર અને GI ઓછું હોય તેવા ખોરાક, જેમ કે શાકભાજી અથવા સલાડ સાથે ખાવામાં આવે છે. તો તે કિસ્સામાં, બ્લડ સુગર પર તેની એકંદર અસર ઓછી કરી શકાય છે. જોકે તેને પાપડને એકલા અથવા વધુ પ્રમાણમાં ખાવાથી બ્લડ સુગરમાં હળવો થી મધ્યમ વધારો થઈ શકે છે.’
બીજો એક મહત્વપૂર્ણ પરિબળ એ છે કે આપણે તેને કોઈ ડ્રીંક સાથે કે અન્ય હાઈ GI ખોરાક સાથે જોડીએ છીએ. ઉદાહરણ તરીકે સુગરવાળા ડ્રીંક અથવા આલ્કોહોલ સાથે મસાલા પાપડનું સેવન, બંનેમાં કેલરી વધુ હોય છે જે બ્લડ સુગર લેવલમાં નોંધપાત્ર વધારો કરી શકે છે.
મસાલા પાપડ નાસ્તા તરીકે તેમાં પ્રમાણસર માત્રામાં ખાવામાં આવે અને ડુંગળી, ટામેટાં અથવા કાકડી જેવા હાઈ ફાઇબરવાળા ટોપિંગ્સ સાથે જોડવામાં આવે તો વાજબી પસંદગી બની શકે છે. આ કોમ્બિનેશન તેના ફાઇબરનું પ્રમાણ વધારે છે અને એકંદર ગ્લાયકેમિક અસર ઘટાડે છે અને બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.





