Blood Sugar Spike | બ્લડ સુગર લેવલ વધારે છે? આ 5 કારણો તો નથીને જવાબદાર?

બ્લડ સુગર સ્પાઇક કારણો | બ્લડ સુગર લેવલ વધારવાના ઘણા કારણો હોઈ શકે છે. જો તમને આહારમાં કોઈ ફેરફાર કર્યા વિના બ્લડ સુગરમાં અસામાન્ય વધારો દેખાય, તો તમારા ડૉક્ટરની મદદ લો

Written by shivani chauhan
August 13, 2025 11:43 IST
Blood Sugar Spike | બ્લડ સુગર લેવલ વધારે છે? આ 5 કારણો તો નથીને જવાબદાર?
Blood Sugar Spike Reasons

Causes of High Blood Sugar | ડાયાબિટીસ લાઇફસ્ટાઇલ ની બીમારી છે જો યોગ્ય ડાયટ અને અને લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવામાં આવે છે તો બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેથી જ્યારે તમે હાઈ બ્લડ સુગર લેવલ વિશે વિચારો છો, ત્યારે સૌથી પહેલા મનમાં ડાયટ આવે છે. જો કે જો તમે કંઈ ખાધું ન હોય તો પણ તમારા બ્લડ સુગર લેવલ વધી શકે છે. આના શું કારણ હોઈ શકે?

બ્લડ સુગર લેવલ વધવાના કારણો

મુંબઈના ડૉ. પ્રણવ ઘોડીના મતે, તણાવ, ઓછી ઊંઘ, કસરત, ચેપ અને હોર્મોનલ ફેરફારો બ્લડ સુગર લેવલ વધારી શકે છે. ઉદાહરણ તરીકે જ્યારે તમે તણાવમાં હોવ છો, ત્યારે કોર્ટિસોલનું પ્રમાણ વધે છે. આના કારણે લીવર ગ્લુકોઝ છોડે છે જે એનર્જી માટે સંગ્રહિત થાય છે. આ ગ્લુકોઝ કટોકટીની પરિસ્થિતિઓમાં તમને ઊર્જા આપવા માટે હોય છે. પરંતુ જ્યારે તમે તણાવમાં હોવ છો, ત્યારે આ ગ્લુકોઝ લોસ્ટ થઇ જાય છે.

ડૉ. ઘોડીએ કહ્યું કે “રાત્રે ઓછી ઊંઘ શરીરને અસ્થાયી રૂપે વધુ ઇન્સ્યુલિન પ્રતિરોધક બનાવી શકે છે. આ લોહીમાં ગ્લુકોઝ લાંબા સમય સુધી રાખી શકે છે.’ કસરત દરમિયાન જ્યારે શરીર એનર્જી માટે ગ્લુકોઝ છોડે છે ત્યારે તે બ્લડસુગરમાં અસ્થાયી વધારો કરી શકે છે.

ડૉ. ઘોડીએ જણાવ્યું કે ‘બીમારી અથવા ચેપ દરમિયાન, રોગપ્રતિકારક શક્તિને ગ્લુકોઝના રૂપમાં વધારાની એનર્જીની જરૂર પડે છે. છેલ્લે હોર્મોનલ ફેરફારો, ખાસ કરીને માસિક ચક્ર, પેરીમેનોપોઝ અને મેનોપોઝ દરમિયાન, બ્લડ સુગર લેવલમાં વધઘટનું કારણ બની શકે છે.’

શું ધ્યાન આપવું જોઈએ?

ડૉ. ઘોડીએ કહ્યું કે “બ્લડ સુગરમાં વધઘટ હંમેશા ખરાબ હોતી નથી. ઉદાહરણ તરીકે, કસરત પછી કામચલાઉ વધારો સામાન્ય છે. પરંતુ ક્રોનિક તણાવ, નબળી ઊંઘ અથવા સતત હોર્મોનલ વધઘટ લાંબા ગાળાની બ્લડ સુગર સમસ્યાઓ તરફ દોરી શકે છે. ખાસ કરીને 40 અને 50 ના દાયકાની સ્ત્રીઓ, બ્લડ સુગરને અસર કરતી આ હોર્મોનલ સમસ્યાઓને કારણે વજન,એનર્જી અથવા મૂડમાં ફેરફાર અનુભવી શકે છે.’

શું કરી શકાય?

આરામ કરવાથી સ્ટ્રેસ ઓછો થઇ શકે, સારી ઊંઘને પ્રાથમિકતા આપવી અને નિયમિત કસરત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમને આહારમાં કોઈ ફેરફાર કર્યા વિના બ્લડ સુગરમાં અસામાન્ય વધારો દેખાય, તો તમારા ડૉક્ટરની મદદ લો. બ્લડ સુગરમાં ફેરફાર હંમેશા તમે જે ખોરાક ખાઓ છો તેના કારણે થતો નથી. આ છુપાયેલા કારણો જાણવાથી તમારું બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ