બોની કપૂર Weight loss | જીમ ગયા વિના 26 કિલો વજન ઘટાડ્યું, 3 વસ્તુઓ ખાઈને કર્યો ચમત્કાર

બોની કપૂર વેટ લોસ ડાયટ પ્લાન | ફિલ્મ નિર્માતા Boney Kapoor જીમ ગયા વિના 26 કિલો વજન ઘટાડી ચર્ચામાં આવ્યા છે. માત્ર Health lifestyle and diet અપનાવી તેમણે આ ચમત્કાર કરી બતાવ્યો છે. 69 વર્ષની ઉંમરે તેમણે આ ત્રણ વસ્તુઓને ડાયટમાં ઉમેરી વજન ઓછું કરી બતાવ્યું છે.

બોની કપૂર વેટ લોસ ડાયટ પ્લાન | ફિલ્મ નિર્માતા Boney Kapoor જીમ ગયા વિના 26 કિલો વજન ઘટાડી ચર્ચામાં આવ્યા છે. માત્ર Health lifestyle and diet અપનાવી તેમણે આ ચમત્કાર કરી બતાવ્યો છે. 69 વર્ષની ઉંમરે તેમણે આ ત્રણ વસ્તુઓને ડાયટમાં ઉમેરી વજન ઓછું કરી બતાવ્યું છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
જીમ ગયા વિના 26 કિલો વજન ઘટાડ્યું, 3 વસ્તુઓ ખાઈને કર્યો ચમત્કાર

Boney kapoor Weight loss diet plan

Boney Kapoor Weight loss Diet | ફિલ્મ નિર્માતા બોની કપૂર તેમની ફિટનેસને લઇને હાલમાં ચર્ચામાં છે. તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 69 વર્ષની ઉંમરે તેમણે જીમ ગયા વિના 26 કિલો વજન ઘટાડી સૌને ચોંકાવી દીધા છે. માત્ર આહાર અને સ્વસ્થ જીવનશૈલીના આધારે તેમણે આ આશ્વર્યજનક પરિવર્તન લાવી બતાવ્યું છે.

Advertisment

બોલિવૂડ અભિનેત્રી જાન્હવી કપૂરના પિતા બોની કપૂર વજન ઘટાડવાની સફર વિશે હિન્દુસ્તાનમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ અનુસાર, બોની કપૂરે વધેલા વજનને ઘટાડવા માટે સખત મહેનત કરી છે અને ત્યારે જ તેઓ વજન ઘટાડી શક્યા છે. તેમણે પોતાની જીવન શૈલી તેમજ આહાર પર કડકાઇથી કાબૂ રાખ્યો. તેઓ ભલે જીમ નથી ગયા પરંતુ તેમણે ખાવાની આદતોમાં ભારે બદલાવ કર્યો. તેઓએ રાત્રિ ભોજન સંપૂર્ણપણે છોડી દીધું અને સૂતા પહેલા ફક્ત સૂપ પીતા હતા.

બોની કપૂરે ખાવા પીવામાં તૈલી અને ચરબીયુક્ત ખોરાક છોડ્યા. તેમણે ભોજન પુરતું જ નહીં પરંતુ નાસ્તાનું પણ ખાસ ધ્યાન રાખ્યું. તેઓ નાસ્તામાં પણ ફળો, જ્યુસ અને જુવારની રોટલીનો સમાવેશ કર્યો. તેમણે આહારમાં બદલાવ લાવી વજન ઘટાડી એક સ્વસ્થ જીવનશૈલી અપનાવી.

Advertisment

Boney Kapoor Body Transformation | બોની કપૂરે કસરત વગર 26 કિલો વજન ઘટાડ્યું, શ્રીદેવીને યાદ કરતા એક્ટરે શું કહ્યું?

શ્રીદેવીને આપેલું વચન પૂર્ણ કર્યુ…

બોની કપૂર પત્ની શ્રીદેવીને આપેલું વચન પૂર્ણ કરી રહ્યા છે. એબીપીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, તે શ્રીદેવીને આપેલા વચનને પૂર્ણ કરી રહ્યા છે. તે કહેતી હતી કે જો તે વાળ સાથે કંઇક સારુ કરવા ઇચ્છે છે તો તેણે પહેલા વજન ઘટાડવું જોઇએ. એટલા માટે પહેલા વજન ઘટાડી રહ્યો છું. બોની કપૂરે ગત વર્ષે આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમણે અત્યાર સુધી અંદાજે 15 કિલો જેટલું વજન ઓછું કર્યું છે.

જીવનશૈલી health tips celebrities