Bottle Gourd : ઉનાળામાં દૂધી ખાવાથી સ્વાસ્થ્ય પર થતા ફાયદા અને ગેર ફાયદા,જાણો

Bottle Gourd : ઉનાળામાં અડવાડિયામાં 2-3 વાર દૂધી ખાવા તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કારણ કે તે શરીરને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. જાણો અન્ય ફાયદા અને આડ અસરો

Written by shivani chauhan
April 17, 2024 07:00 IST
Bottle Gourd : ઉનાળામાં દૂધી ખાવાથી સ્વાસ્થ્ય પર થતા ફાયદા અને ગેર ફાયદા,જાણો
ઉનાળામાં દૂધી ખાવાથી સ્વાસ્થ્ય થતા પર ફાયદા અને ગેરફાયદા, જાણો (Freepik)

Bottle Gourd : દૂધી (Bottle Gourd) જેને ઇંગલિશમાં બોટલ ગૉર્ડ (Bottle Gourd) તરીકે પણ ઓળખવામાં આવે છે, દૂધી ઘણા સ્વાસ્થ્ય ફાયદા પ્રદાન કરતી એક શાકભાજી છે. આ શાકભાજી ન માત્ર ઉનાળામાં તાજગી આપે, પરંતુ હેલ્થ માટે ફાયદાકરાક છે, ઉનાળાની અસહ્ય ગરમીમાં તમારા ડાયટમાં આ શાકભાજી સામલે કરી શકાય છે,

હૈદરાબાદની યશોદા હોસ્પિટલ સિનિયર કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડૉ. દિલીપ ગુડેએ સમજાવ્યું કે દૂધી શા માટે ખાવી જોઈએ? કહ્યું કે “ઉનાળામાં દર અઠવાડિયે દૂધી ખાવી એ તમારા સ્વાસ્થ્ય માટે સારી છે કારણ કે તે શરીરને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે.”

Bottle Gourd
ઉનાળામાં દૂધી ખાવાથી સ્વાસ્થ્ય થતા ફાયદા અને ગેરફાયદા, જાણો (Canva)

આ પણ વાંચો: Stale Roti : વાસી રોટલી કે તાજી રોટલી કઈ બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે?

દૂધી ખાવાના ફાયદા

  • દૂધીમાં ઉચ્ચ પ્રમાણમાં પાણી (લગભગ 92%) સાથે, તે એક કુદરતી હાઇડ્રેટર છે, જે ઉનાળાની ગરમીનો સામનો કરવા માટે યોગ્ય છે.
  • તે પોટેશિયમની સામગ્રીને કારણે બ્લડ પ્રેશર અને હાર્ટ રેટને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે.
  • 100 ગ્રામ દૂધી લગભગ 17 કેલરી અને 2.9 ગ્રામ ફાઇબર આપે છે અને તેને અઠવાડિયામાં બે કે ત્રણ વખત ખાઈ શકાય
  • દૂધીની વિટામિન સી સામગ્રી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જે તમને ચેપ સામે વધુ પ્રતિરોધક બનાવે છે.
  • દૂધી પોષકતત્વોનું પાવરહાઉસ ગણાય છે, જે વિટામિન સી, બી કોમ્પ્લેક્સ અને કે જેવા આવશ્યક વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે. તે ડાયેટરી ફાઇબરનો સારો સ્ત્રોત પણ છે, જે તમારા આંતરડાના સ્વાસ્થ્ય અને પાચન માટે ફાયદાકારક છે.
  • દૂધીમાં રહેલ ફાઇબર તમને ભરપૂર અનુભવ કરાવે છે અને એકંદર કેલરીની માત્રામાં ઘટાડો કરીને વેઇટ લોસમાં મદદ કરી શકે છે.
  • દૂધી શરીરની કુદરતી ડિટોક્સિફિકેશન પ્રક્રિયામાં મદદ કરે છે, એકંદર સુખાકારીને પ્રોત્સાહન આપે છે.
  • તમારી સ્કિન માટે ફાયદાકારક છે તેના વિટામિન્સ અને મિનરલ્સ સારી સ્કિનને પ્રોત્સાહન આપે છે.
  • દૂધી તમારી ઊંઘની ગુણવત્તા સુધારવામાં પણ મદદ કરી શકે છે.
  • દૂધીમાં પોટેશિયમ અને સોડિયમનું ઓછું પ્રમાણ છે તેથી કિડનીની સમસ્યા ધરાવતા લોકો માટે યોગ્ય છે.
  • નવરાત્રિના ઉપવાસ દરમિયાન દૂધી સરળતાથી સુપાચ્ય પ્રકૃતિને કારણે મુખ્ય ખોરાક તરીકે સેવન કરી શકાય છે.

દૂધી સામાન્ય રીતે મોટાભાગના લોકો માટે સલામત હોય છે, ત્યારે આડઅસર વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: Rock Salt : અઠવાડિયા સુધી માત્ર સિંધવ મીઠું ખાવાની શરીર પર થતી અસર, જાણો

દૂધીનું સેવન કરતી વખતે આ સાવચેતી રાખવી

  • દૂધી સામાન્ય રીતે મોટાભાગના લોકો માટે સલામત હોય છે, ત્યારે આડઅસર વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે.
  • દૂધીમાં ક્યુકરબીટાસીન હોઈ શકે છે, જે અમુક વ્યક્તિઓમાં પેટમાં અસ્વસ્થતાનું કારણ બની શકે છે, ખાસ કરીને જો દૂધીનો સ્વાદ કડવો હોય. તેથી દૂધીને કાળજીપૂર્વક પસંદ કરો.
  • કેટલાક લોકોને દૂધીથી એલર્જી થઈ શકે છે, તેઓ સોજો, ચકામા અથવા ખંજવાળ અનુભવી શકે છે.
  • દૂધી નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સને કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે સામાન્ય રીતે સલામત હોવા છતાં, લોહીમાં બ્લડ સુગર ટેસ્ટ કરવું મહત્વપૂર્ણ છે કારણ કે વધુ પડતા વપરાશથી ફેરફાર આવી શકે છે.
  • દૂધી અમુક દવાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે છે,ખાસ કરીને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર માટે. તમારા ડાયટમાં મોટી માત્રામાં દૂધી અથવા જ્યુસનો સમાવેશ કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો.

દૂધી એક એવી શાકભાજી છે જેનો વિવિધ રીતે તેનું સેવન કરી શકો છો, જેમ કે, સૂપ, મીઠાઈઓ તેથી, આ ઉનાળામાં, દૂધીને તમારા આહારમાં સામેલ કરો અને તેના તાજગી અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપતા ફાયદાઓનો અનુભવ કરો. નવરાત્રિના નવ દિવસના ઉપવાસ દરમિયાન દૂધીનું સેવન તેથી સારું ગણી શકાય

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ