Breakfast : બ્રેકફાસ્ટમાં બનાવો પીએમ મોદીના ફેવરિટ સરગવાના પરાઠા, જાણો રેસીપી

Breakfast : સરગવાના પરાઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ ફેવરિટ છે. સરગવાના પાન હેલ્થ માટે ખુબ જ ગુણકારી હોય છે. અહીં જાણો સરગવાના પરાઠાની રેસીપી.

Written by shivani chauhan
April 19, 2024 07:00 IST
Breakfast : બ્રેકફાસ્ટમાં બનાવો પીએમ મોદીના ફેવરિટ સરગવાના પરાઠા, જાણો રેસીપી
બ્રેકફાસ્ટમાં બનાવો પીએમ મોદીના ફેવરિટ સરગવાના પરાઠા, જાણો રેસીપી (Freepik)

Breakfast : આપણા દિવસની શરૂઆત સારી હોવી જોઈએ. 7-8 કલાકની ઊંઘ લીધા પછી સવારે ઉઠતા પેટ ખાલી હોય છે અને બોડીને એનર્જીની જરૂર પડે છે. એક્સપર્ટ દ્વારા સવારની શરૂઆત હેલ્થી બ્રેકફાસ્ટ (breakfast) થી થાય તેવી સલાહ આપવામાં આવે છે, ત્યારે અહીં સરગવા અથવા મોરિંગાના પરાઠા (Moringa Paratha) ની રેસીપી શેર કરી છે,

ખાસ વાત એ છે કે સરગવાના પરાઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ ફેવરિટ છે. સરગવાના પાન હેલ્થ માટે ખુબ જ ગુણકારી હોય છે. તેથી તેમાંથી બનતી દરેક વાનગી શરીર માટે ફાયદાકારક હોય છે. તો અહીં જાણો સરગવાના પરાઠાની રેસીપી.

આ પણ વાંચો: Fermented Food : આથા વાળો નાસ્તો મોર્નિંગ બ્રેકફાસ્ટમાં લઇ શકાય? સ્વાસ્થ્ય માટે કેટલો યોગ્ય? જાણો

Pm modis favourite Drumstick paratha
બ્રેકફાસ્ટમાં બનાવો પીએમ મોદીના ફેવરિટ સરગવાના પરાઠા, જાણો રેસીપી (Freepik)

સરગવાના અથવા મોરિંગા પરાઠા રેસીપી

સરગવાના અથવા મોરિંગા પરાઠા માટે સામગ્રી :

  • 7-10 સરગવાની સીંગ અથવા મોરિંગાના પાન
  • જરૂર મુજબ ઘઉંનો લોટ
  • 1 ચમચી ધાણા પાઉડર
  • 1 ચમચી સફેદ તલ
  • 1 હળદર પાઉડર
  • 1 લાલ મરચું પાઉડર
  • 1 ચમચી જીરું પાઉડર
  • સરગવાનો પલ્પ અને મોરિંગાનો સ્ટોક
  • મીઠું સ્વાદ અનુસાર
  • ગાર્નિશ માટે કોથમીર

આ પણ વાંચો: Breakfast : સવારનો નાસ્તો આ કારણોથી સ્કિપ કરવો જોઈએ નહિ, એક્સપર્ટે કહ્યું

સરગવાના અથવા મોરિંગા પરોઠા બનાવાની રીત

  • સૌ પ્રથમ લગભગ 7-10 સરગવાની સીંગ લો તેને ધોઈ લો અને તેને સારી રીતે સાફ કરી કુકરમાં બાફી લો.
  • ત્યારબાદ એક પાત્રમાં ઘઉંનો લોટ લો, તેમાં બધા મસાલા, જેમાં હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, તલ, મીઠું, ધાણા જીરું પાઉડર ઉમેરો.
  • તેમાં સરગવાનો પલ્પ અને તેનો સરગવાનો સ્ટોક ઉમેરો. જરૂર લાગે તો પાણી ઉમેરો. બધું બરોબર મિક્ષ કરીને ત્યારબાદ પ્રોપર લોટ બાંધો.
  • જ્યારે લોટ તૈયાર થઈ જાય, ત્યારે તેને લગભગ 3-4 મિનિટ માટે મૂકી દો.
  • ત્યારબાદ પરાઠા બનાવા માટે તવી ગરમ કરો, જરૂર મુજબ તેલ નાખી પરાઠા તૈયાર કરો.
  • ધ્યાનમાં રાખો કે તમારે પરાઠાને બંને બાજુથી શેકવાના છે જ્યાં સુધી તેનો રંગ ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય અને પરાઠા ક્રિસ્પી થઈ જાય.
  • આ રીતે તમારા સ્વાદિષ્ટ પરાઠા તૈયાર થઈ જશે. તમે તેને કોઈ ચટણી અથવા દહીં સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.

સરગવાને સુપરફૂડ કહેવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદમાં સરગવાથી 300 રોગોનો ઇલાજ સૂચવવામાં આવ્યો છે. સરગવાના પાંદડામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, સી અને બી કોમ્પ્લેક્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ