/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Breakfast-Sadhguru-health-tips-gujarati-news.jpg)
Breakfast Sadhguru health tips gujarati news : સવારનો નાસ્તો સદગુરુ હેલ્થ ટીપ્સ ગુજરાતી ન્યુઝ
Breakfast: સવારનો નાસ્તો (Breakfast) ખુબજ મહત્વનો છે, હેલ્થ એક્સપર્ટ બ્રેકફાસ્ટ સ્કિપ ન કરવાની ભલામણ કરે છે. જો કે, જો તમે સવારના નાસ્તામાં કાર્બોહાઈડ્રેટ ટાળતા હોવ અથવા બ્રેકફાસ્ટ કરવો પસંદ નથી, તો સદગુરુ (Sadhguru) જગ્ગી વાસુદેવની પૌષ્ટિક મગફળીની સ્મૂધી લઇ શકો છો, સદગુરૂએ “અત્યંત પૌષ્ટિક” નાસ્તાની આ રેસીપી શેર (breakfast recipe) કરી છે,
સદગુરુએ તેમના ઈન્ટાગ્રામ પોસ્ટ શેર કરી હતી જેમાં કહ્યું કે, "આ રેસિપી 2 મિનિટમાં તૈયાર થઇ જશે.''
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Breakfast-Sadhguru-health-tips-gujarati-news-1.jpg)
સીંગદાણાની સ્મૂથી આ રીતે બનાવો
સામગ્રી
- મુઠ્ઠીભર મગફળી
- પલાળવા માટે પાણી
- તમારી ચોઈસનું ફ્રૂટ
- મધ (ઇચ્છાનુસાર)
આ પણ વાંચો: Urinary Retention : લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવો સ્વાસ્થ્ય માટે જોખમી,આ રોગો થઈ શકે
મેથડ
- મગફળીને છ થી આઠ કલાક પાણીમાં પલાળો
- મિક્સરમાં નાખો
- એક કેળું અથવા તમારી પસંદગીનું કોઈ અન્ય ફળ ઉમેરો
- મધ પણ ઉમેરી શકો.
નોટ
જો તમે વધુ પાણીયુક્ત ઇચ્છો તો વધુ પાણી ઉમેરો. તેને પીવો.
સદગુરુએ કહ્યું "આ સ્મૂથી તમને 4-5 કલાક સુધી તૃપ્ત રાખશે અને તે અત્યંત પૌષ્ટિક છે''
શું આ રેસીપી તમારી પોષણની જરૂરિયાતોની વાત આવે ત્યારે તમને સારી સ્થિતિમાં રાખી શકે છે?
મગફળી, પ્રોટીનથી ભરપૂર, તંદુરસ્ત ચરબી અને આવશ્યક પોષક તત્વો નાસ્તામાં ઉત્તમ ઉમેરો કરે છે. હેલ્થ એક્સપર્ટએ કહ્યું કે " મગફળી શરીરને એનર્જી, મગજના સ્વાસ્થ્ય માટે, હૃદયની તંદુરસ્તી અને વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે.''
મગફળીને પલાળીને અને મિક્સ કરવાથી તેની વૈવિધ્યતા વધે છે, જેથી સ્મૂધી, ટોપિંગ નાસ્તામાં સરળતાથી સામેલ થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટએ કહ્યું કે, “તમારા સવારના ભોજનમાં મગફળીનો સમાવેશ કરવાથી પોષક તત્ત્વોથી ભરપૂર, પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીન મળે છે જે એકંદર સુખાકારીમાં ફાળો આપે છે અને તમારા દિવસની સારી શરૂઆત કરે છે.આવો હેલ્થી નાસ્તો કરવાથી તમારા મેટાબોલિઝ્મને કિકસ્ટાર્ટ મળે છે, બ્લડ સુગર કંટ્રોલને સ્થિર કરે છે અને રાતભરના ઉપવાસ પછી તમારા શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે.
આ પણ વાંચો: Sunscreen and Sunblock: સનસ્ક્રીન અને સનબ્લોક વચ્ચેનો તફાવત, તમારી સ્કિન માટે કયું સારું?
હેલ્થી નાસ્તા માટે ટિપ્સ
- બેલેન્સ રાખવું : મેક્રોન્યુટ્રિઅન્ટ્સનું મિશ્રણ શામેલ કરો. જેમ કે સતત ઊર્જા અને સંતૃપ્તિ માટે કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને તંદુરસ્ત ચરબીનો ડાયટમાં સમાવેશ કરો.
- પ્યોર ખોરાક: આખા, ઓછા પ્રોસેસ્ડ ખોરાકને પસંદ કરો. આખા અનાજ, પ્રોટીન, ફળો અને શાકભાજી ઉત્તમ પસંદગી છે.
- પૂરતું પાણી પીવું : ભરપૂર માત્રામાં પાણી પીવું. પાણી અથવા હર્બલ ચા પૌષ્ટિક નાસ્તાને પૂરક બનાવે છે, પાચનમાં મદદ કરે છે અને એકંદર સુખાકારીને પ્રોત્સાહન આપે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us