Breast Cancer In Male : સ્તન કેન્સર (Breast Cancer) એ સ્ત્રીઓમાં જોવા મળતા કેન્સરનો સૌથી આક્રમક પ્રકાર છે. પરંતુ હવે તે સ્પષ્ટ છે કે પુરુષોને પણ સ્તન કેન્સર થઈ શકે છે. હકીકતમાં, સ્તન કેન્સરના તમામ કેસોમાં પુરૂષ સ્તન કેન્સરનો હિસ્સો 0.5-1 ટકા છે. એમ ડૉ. કિંજલ પટેલે ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ને માહિતી આપતાં જણાવ્યું હતું“તે એક એવો રોગ છે જે પુરુષો માટે પણ જોખમી છે, તાજેતરના વિવિધ અભ્યાસો અનુસાર- પુરુષોમાં કેન્સરની ઘટનાઓ ધીમે ધીમે વધી રહી છે. તેથી, આ અંગે લોકોને જાગૃત કરવાની જરૂર છે.”
ડોકટરોના મતે “સસ્તન જીવમાં સ્તન કેન્સરનું નિદાન સામાન્ય રીતે મોટી ઉંમરે થાય છે. કારણ, પુરૂષો તેમના સ્તનોમાં કોઈપણ ગઠ્ઠો અથવા સોજોને અવગણતા હોય છે. “આ કેન્સર થવાનું જોખમ સામાન્ય રીતે 60 વર્ષની આસપાસ હોય છે અને ઉંમર સાથે જોખમ વધે છે. આ રોગના સૌથી વધુ કેસો 70-75 વર્ષની વયજૂથમાં જોવા મળે છે.”

આ પણ વાંચો: Smoking : 30 દિવસ સુધી સ્મોકિંગ ન કરવાથી શરીર પર આવી અસર થાય
એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે કે, “આ વય જૂથના લગભગ 81 ટકા પુરુષો સ્તન કેન્સરના લક્ષણો સમયસર નિદાન માટે લઈ શકાય તેવા પગલાંથી અજાણ હતા. “આપણે એવા સમયમાં છીએ જ્યાં, કેન્સરના પ્રારંભિક તબક્કામાં હસ્તક્ષેપ કરીને, ચોક્કસ દવા કરી શકાય છે, આ સમયે, પુરૂષ સ્તન કેન્સર માટે જોખમી પરિબળોને સમજવું મહત્વપૂર્ણ છે, જો તેનું વહેલું નિદાન થાય, તો તેની સારવાર વહેલી તકે થઈ શકે છે.”ડૉ. પટેલે જણાવ્યું હતું કે, “અમદાવાદ ખાતે ‘ન્યુબર્ગ સેન્ટર ફોર જીનોમિક મેડિસિન’ (NCGM) એ સ્તન કેન્સર અવેરનેસ સર્વે હાથ ધર્યું હતું. તે જાણવા મળ્યું છે કે 231 વ્યક્તિઓ (પુરુષ અને સ્ત્રીઓ) ના જૂથમાં, લગભગ 78 ટકા પુરુષો સ્તન કેન્સર વિશે અજાણ હતા.”
પુરુષોમાં સ્તન કેન્સર માટે જોખમી પરિબળો શું છે ?
ડો. પટેલે જણાવ્યું હતું કે, “પુરુષોમાં સ્તન કેન્સરનું જોખમ વધારે છે તેવા ઘણા પરિબળો છે. જેમ કે લાઇફસ્ટાઇલના પરિબળો, કાર્સિનોજેન્સ સંપર્ક, કેન્સરનો કૌટુંબિક ઇતિહાસ અને આનુવંશિકતા વગેરે. મોટાભાગના કિસ્સાઓમાં, પુરૂષ સ્તન કેન્સર કૌટુંબિક ઇતિહાસ, એસ્ટ્રોજનનું ઉચ્ચ સ્તર, ઉંમર અને અમુક રંગસૂત્ર એબ્નોર્માલિટી જેમ કે ક્લાઈનફેલ્ટર સિન્ડ્રોમને કારણે થઈ શકે છે. ક્લાઈનફેલ્ટર સિન્ડ્રોમ એ છે જ્યારે પુરૂષોમાં વધારાનું X રંગસૂત્ર હોય છે, આ સ્થિતિને ‘ક્લાઈનફેલ્ટર સિન્ડ્રોમ’ કહેવામાં આવે છે. સામાન્ય રીતે, પુરુષોમાં બે પ્રકારના રંગસૂત્રો હોય છે, X અને Y. પરંતુ, આ સ્થિતિમાં, પુરુષોમાં બંને X રંગસૂત્રો હોય છે.
લગભગ 20 ટકા પુરૂષો કે જેઓ સ્તન કેન્સર વિકસાવે છે તેઓમાં BRCA1 અથવા BRCA2 જનીન અથવા CHECK2, PTEN અથવા PALB2 જેવા ઉચ્ચ જોખમવાળા જનીનોમાં પરિવર્તન થઈ શકે છે.
આ પણ વાંચો: Water Birth : વોટર બર્થ ડિલિવરી શું છે? જાણો ફાયદા-ગેરફાયદા
લગભગ 20 ટકા પુરૂષો કે જેઓને સ્તન કેન્સર થાય છે તેઓમાં BRCA1 અથવા BRCA2 જનીન અથવા CHECK2, PTEN અથવા PALB2 જેવા ઉચ્ચ જોખમવાળા જનીનોમાં પરિવર્તન થઈ શકે છે.ડોકટરો એ પણ સમજાવે છે, “બીઆરસીએ 2 જનીન મ્યુટેશન ધરાવતા પુરૂષોમાં BRCA1 જનીન પરિવર્તન (100 માંથી એક) કરતાં સ્તન કેન્સર (100માંથી સાત) થવાની સંભાવના વધારે હોય છે. પરંતુ એ નોંધવું જોઈએ કે BRCA1 અને BRCA2 અને સ્તન કેન્સર માટેના અન્ય વારસાગત કેન્સર જોખમી પરિબળો ધરાવતા પુરુષોએ આનુવંશિક પરામર્શ અને પરીક્ષણ મેળવવું જોઈએ.
ખાસ કરીને જો કેન્સરનો પારિવારિક ઇતિહાસ હોય, તો સ્તન કેન્સરની તપાસ કરાવવી જરૂરી બને છે. આ તમને રોગ થાય તે પહેલા તેનું નિદાન કરવામાં મદદ કરે છે. પરિણામે, રોગની પ્રગતિને ધીમી કરવી અને સમયસર યોગ્ય સારવાર મેળવવી શક્ય છે.





