Bryan johnson age and lifestyle: અમેરિકન બિઝનેસમેન બ્રાયન જોનસને પોતાની અનોખી લાઇફસ્ટાઇલથી બધાને ચોંકાવી દીધા છે. બ્ર્યાન જોનસનને 45 વર્ષની જેમ 18 વર્ષના યુવાન દેખાવાની ઘેલછા છે અને તેની માટે તે અવનવી ટ્રીક અપનાવી રહ્યો છે. 45 વર્ષની વયે 18 વર્ષના યુવાન દેખાવા માટે બ્રાયન જોનસન દર વર્ષે કરોડો રૂપિયા પાણી જેમ ખર્ચે છે. યુવાન જેવા દેખાવા માટે બ્રાયન જોનસને તેના પુત્રના લોહીના પ્લાઝમાનો પણ ઉપયોગ કર્યો છે. ચાલો જાણીયે આ અમેરિકન ઉદ્યોગપતિ 45 વર્ષની વયે 18 વર્ષનો યુવાન જેવો દેખાવા માટે શું શું કરે છે
30 ડોક્ટરો અને હેલ્થ એક્સપર્ટ્સની ટીમ ખડેપગે
બ્રાયન જોનસનની ઉંમર હાલ 45 વર્ષ છે અને તેને 18 વર્ષના યુવાન બનવાની ઘેલછા જાગી છે. યુવાન બનવાનું સપનું પૂરું કરવા માટે બ્રાયને 30 ડોકટરો અને હેલ્થ એક્સપર્ટની એક ટીમ હાયર કરી છે જેઓ દરરોજ તેના બોડીનો ફેટ સ્કેન અને રેગ્યુલર એમઆરઆઈ કરે છે.
પુત્રના પ્લાઝમાનો પણ ઉપયોગ કર્યો
બ્રાયન જોનસને યુવાન દેખાવા માટે તેના પુત્રના પ્લાઝમાનો ઉપયોગ કર્યો છે. બ્રાયન જોનસને તેના 18 વર્ષના પુત્ર સાથે પ્લાઝમા એક્સચેન્જ કર્યા છે. તેણે એવો દાવો કર્યો છે કે, પ્લાઝમા એક્સચેન્જ કર્યા બાદ 45 વર્ષની ઉંમરે તેની શારીરિક સહનશક્તિ અને ફેફસાની ક્ષમતા 18 વર્ષના યુવાન જેવી થઇ જશે. માત્ર આટલું જ નહી બ્રાયન જોનસનનું માનીયે તો કેટલીક ખાસ ટીપ્સ અને ડાયટ ફોલો કરીને યુવાન દેખાવામાં સફળતા મળી છે. આ દરમિયાન તેમણે પોતાની એક પોસ્ટમાં દાવો કર્યો છે કે, હવે તેમની બાયોલોજીકલ એજ એટલે કે શરીરના દેખાવની રીતે તેમની ઉંમર 21 વર્ષની થઇ ગઇ છે.
બ્રાયન જોનસને ઘડપણને રોકવા શું-શું કર્યું
ડેઈલી મેલના રિપોર્ટ અનુસાર બ્રાયન જોનસનની સંપૂર્ણ દિનચર્યા 30 ડોક્ટરો અને સ્વાસ્થ્ય નિષ્ણાતોની સલાહ મુજબ છે. આ ખાસ ટીમ તેના આહાર, વર્કઆઉટ અને હેલ્થનું ધ્યાન રાખે છે. ઉપરાંત આ ઉદ્યોગપતિઓ રિવર્સ એજિંગ માટે દરરોજ 80 થી વધુ સપ્લિમેન્ટ્સની ગોળીઓ ગળે છે. અહેવાલ મુજબ, બ્રાયન તેના દાંત સાફ કરવા માટે એન્ટી- ઇન્ફ્લામેટરી ટી ટ્રી ઓઇલનો ઉપયોગ કરે છે. જો કે, તે આની પહેલા સપ્લીમેન્ટ્સની ટેબ્લેટ, તેમજ અમુક શાકભાજી ખાય છે અને પછી કોલેજન અને પેપ્ટાઈડ્સથી બનેલો જ્યુસ પીધા પછી દાંત સાફ કરે છે.
બ્રાયન જોનસનની દિનચર્ચા
બ્રાયન જ્હોન્સન દરરોજ સવારે 5 વાગ્યે ઉઠે છે અને તેના દિવસનું છેલ્લુ ભોજન સવારે 11 વાગે કરી લે છે. તે સવારે 6 થી 11 વાગ્યાની વચ્ચે જ ભોજન કરે છે. તે દરરોજ 1977 કેલરી વાપરે છે, 1 કલાક કસરત કરે છે અને તેના સૂવાનો સમય પણ નક્કી છે. સુપર વેજી સલાડ, અખરોટનો હલવો, શક્કરીયા, સંતરા, વરિયાળી જેવી ખાદ્યચીજો ડાયટમાં સામેલ કરી છે. બ્રાયન જોનસન કહે છે કે, આ બધા દ્વારા તે સાબિત કરવા માંગે છે કે શરીરનું ધીમે ધીમે વૃદ્ધ થવું એ કોઈ નિયમ નથી, જો તમે ઈચ્છો તો તેને ઉલટાવી શકાય છે.





