ડાયાબિટીસના દર્દીઓને ઘણા ડાયટ પ્લાન અને જીવનશૈલીની ભલામણો સૂચવવામાં આવે છે ,આ તમામનો હેતુ તેમના બ્લડ સુગર લેવલને કંટ્રોલ રાખવાનો છે. પરંતુ, નિષ્ણાતોના મતે, કંઈપણ અલગ કરવાને બદલે, વ્યક્તિએ અમુક નાના છતાં નોંધપાત્ર ફેરફારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જે તેમના સ્વાસ્થ્યમાં ઘણો ફરક લાવવામાં મદદ કરી શકે છે. પરંતુ, આવા ઘણા બધા નુસખા કરવા અને ન કરવા વચ્ચે, શું તમે ડાયાબિટીસના દર્દીઓ માટે ઊંટના દૂધના ફાયદાઓ વિશે જાણો છો? હા, વાસ્તવમાં, કેટલાક અભ્યાસો દ્વારા પણ આ જ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે જેમાં ઊંટના દૂધના મહત્વની નોંધ લેવામાં આવી છે ,એન્ટીઑકિસડન્ટ ઇમ્યુનોગ્લોબ્યુલિન અને લેક્ટોફેરિનથી સમૃદ્ધ, જે આપણને ચેપી અને હાનિકારક બેક્ટેરિયા સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે.
જયપુરની ફોર્ટિસ એસ્કોર્ટ્સ હોસ્પિટલ, ક્લિનિકલ ન્યુટ્રિશન એન્ડ ડાયેટિક્સ વિભાગના વડા, અંશુ ચતુર્વેદીએ કહ્યું કે, “ભારત જેવા એશિયન દેશોમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા ગાયના દૂધની સરખામણીમાં ઊંટના દૂધનું પોષક મૂલ્ય તદ્દન સમાન છે તેમાં લગભગ સમાન પ્રમાણમાં પ્રોટીન હોય છે, તેમાં કેલ્શિયમ, ચરબી અને આયર્ન હોય છે.”
આ પણ વાંચો: હેલ્થ આરોગ્ય ટીપ્સ: વજન ધટાડવા માટે આ છ નેચરલ ફેટ બર્નર ફૂડ થશે મદદગાર
તો, ડાયાબિટીસના દર્દીઓ માટે તે કેવી રીતે અને શા માટે વધુ ફાયદાકારક છે?
ચતુર્વેદીએ indianexpress.com ને જણાવ્યું હતું કે, એક તફાવત એ છે કે ઊંટના દૂધમાં “કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઓછું હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે,” તેણે વધુમાં ઉમેર્યું કે તેમાં “લેક્ટોઝની ઓછી માત્રા પણ હોય છે, જે લોહીમાં શર્કરાના સ્તરમાં વધારો કરવા માટે જવાબદાર છે. જેમ કે, ટાઈપ 1 અને 2 ડાયાબિટીસના દર્દીઓ માટે ઊંટના દૂધનું સેવન કરવું વધુ ફાયદાકારક છે. ઘણા સંશોધન લેખો બ્લડ સુગર પર દેખીતી અસરો માટે દરરોજ આશરે 500 મિલી ઊંટનું દૂધ પીવાની ભલામણ કરે છે.”
તે કેવી રીતે પીવું ?
તેને કાચું પીવાની સલાહ આપવામાં આવે છે કારણ કે ઉકાળવાથી આ દૂધની સારીતા ઘટી શકે છે અને આ દૂધનું પેસ્ટ્યુરાઇઝેશન શક્ય નથી, ચતુર્વેદીએ નોંધ્યું હતું કે “જો કે, તે ચીઝ, પનીર, બેકડ સામાન અને પાઉડર સ્વરૂપે પણ કોઈપણ સ્વરૂપમાં ખાઈ શકાય છે,”
રજિસ્ટર્ડ ડાયેટિશિયન ગરિમા ગોયલના જણાવ્યા અનુસાર, ચાર કપ ઊંટનું દૂધ (આશરે) 52 યુનિટ ઇન્સ્યુલિન પૂરું પાડવા બરાબર છે. “તેથી જો ડાયાબિટીસના દર્દીઓ, ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલ આહાર, વ્યાયામ અને હાઈપોગ્લાયકેમિક એજન્ટ સાથે મળીને, દરરોજ બે કપ (500 મિલી) ઊંટનું દૂધ લેવાનું શરૂ કરે, તો તેઓ બ્લડ સુગરના સ્તરમાં સુધારો જોશે.”
શું આ દૂધ બધા માટે છે?
ગોયલે જણાવ્યું હતું કે, “ઊંટનું દૂધ ગાયના દૂધ કરતાં નોંધપાત્ર રીતે મોંઘું છે અને 200 ગ્રામ ઊંટના દૂધના પાવડરની કિંમત રૂ. 700 છે. ઉંટ 13 મહિના સુધી ચાલતી ગર્ભાવસ્થા પછી જ દૂધ આપી શકે છે. આ પુરવઠા કરતાં વધુ માંગની સ્થિતિ બનાવે છે, આમ કિંમત વધારે છે. ઉપરાંત તેઓ ગાય કરતાં દરરોજ ઓછું દૂધ આપે છે, જે પહેલા દિવસ દીઠ 6 લિટર આપતા હતા અને બાદમાં દરરોજ 24 લિટર આપતા હતા.”
આ પણ વાંચો: હોળી 2023: આ વખતે પ્રાકૃતિક રંગોથી કરો હોળીની ઉજવણી,જાણો એક્સપર્ટ પાસેથી ઘરે ફૂલમાંથી ગુલાલ બનાવાની ટિપ્સ
આરોગ્યની દૃષ્ટિએ, પરંપરાગત રીતે ઊંટનું દૂધ કાચું પીવામાં આવતું હતું, જેનાથી ફૂડ પોઇઝનિંગની શક્યતા વધી જાય છે. તેથી જે લોકો ઉચ્ચ જોખમની વસ્તી હેઠળ આવે છે,ગોયલે ચેતવણી આપી કે “જેમ કે સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધ પુખ્ત વયના લોકો અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગયેલી વ્યક્તિઓએ કાચું અનપેસ્ટ્યુરાઇઝ્ડ દૂધ પીતી વખતે સાવચેતી રાખવી જોઈએ.”
ગોયલે જણાવ્યું હતું હતું કે, “જેમને ગાયના દૂધની એલર્જી છે તેઓએ સૌપ્રથમ તેનું સેવન કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને તેને અનુકૂળ આવે તે પછી જ તેને નિયમિત આદત બનાવવી જોઈએ, કારણ કે તેમાં હજુ પણ થોડું લેક્ટોઝ છે. તેવી જ રીતે, જેઓ લોહીને પાતળું કરનારી દવાઓ લે છે તેઓએ આ દૂધ પીતા પહેલા તેમના આરોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઈએ કારણ કે તેમાં વિટામિન K હોય છે.”