/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/can-thyroid-patients-drink-coffee.jpg)
can thyroid patients drink coffee | શું થાઈરોઈડના દર્દીઓ કોફી પીવે તો શરીર પર કેવી અસર થાય? એક્સપર્ટે શું કહ્યું?
થાઇરોઇડ (Thyroid) ની સમસ્યા આજકાલ ખૂબ જ સામાન્ય બની ગઈ છે. ફક્ત સ્ત્રીઓ જ નહીં, પુરુષો પણ તેનો શિકાર બની રહ્યા છે. થાઇરોઇડ એક નાની ગ્રંથિ છે જે ગરદનની સામે હોય છે અને તે આપણા શરીરના ચયાપચયને નિયંત્રિત કરે છે. જ્યારે આ ગ્રંથિ યોગ્ય રીતે કાર્ય કરતી નથી, ત્યારે શરીરમાં થાક, વજન વધવું અથવા ખરવું, વાળ ખરવા અને મૂડ સ્વિંગ જેવા લક્ષણો દેખાવા લાગે છે.
જો કોઈને થાઇરોઇડ છે, તો શું તે કોફી પી શકે છે, આ પ્રશ્ન ઘણાને થાય છે, ખાસ કરીને બ્લેક કોફી? અહીં જાણો AIMS ના એક્સપર્ટ ડોક્ટર શું કહે છે?
ખાલી પેટ કોફી પીવી જોઈએ?
જો તમે થાઇરોઇડથી પીડિત છો અને સવારે ઉઠતાની સાથે જ કંઈ ખાધા વગર બ્લેક કોફી પીતા હોવ તો તે તમારા માટે હાનિકારક બની શકે છે. કોફીમાં રહેલું કેફીન તમારા પેટમાં એસિડનું પ્રમાણ વધારે છે. આનાથી તમને ગેસ, બળતરા અથવા એસિડિટીની ફરિયાદ થઈ શકે છે. તે પેટના આંતરિક અસ્તર (ગેસ્ટ્રિક અસ્તર) ને પણ નુકસાન પહોંચાડી શકે છે.
થાઇરોઇડ દવા : થાઇરોઇડની દવાઓ પણ ખાલી પેટ લેવી પડે છે અને કોફી દવાની અસર ઘટાડી શકે છે. તેથી, જો તમે દવા લો છો અને તેના થોડા સમય પછી કોફી પીશો, તો તમારી દવાની સંપૂર્ણ અસર થશે નહીં.
ડાયાબિટીસ કંટ્રોલ કરવાની ટિપ્સ, લાઇફસ્ટાઇલમાં આટલા ફેરફાર કરો સુગર કંટ્રોલમાં રહેશે
થાઇરોઇડ માટે ઉપાય
જો તમારે કોફી પીવી હોય, તો દવા લીધા પછી ઓછામાં ઓછા 30 થી 45 મિનિટ પછી પીવો. કોફીને થોડી ઠંડી થવા દો અને બ્લેક કોફીને બદલે થોડા દૂધ સાથે હળવી કોફી પીવો. દિવસમાં એક કે બે વાર કોફી પીવી ઠીક છે, પરંતુ તેને ખાલી પેટે અથવા રાત્રે લેવાનું ટાળો.
તમે સવારે લીંબુ અને મધ ભેળવીને ગરમ પાણી પીવો, આદુની ચા પણ ફાયદાકારક હોઈ શકે છે, જે બળતરા ઘટાડે છે. આ ઉપરાંત તજ, મેથીના દાણા અને ત્રિફળા જેવા કેટલાક આયુર્વેદિક ઉપાયો પણ થાઇરોઇડમાં મદદરૂપ માનવામાં આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us