/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Jamun-During-Pregnancy.jpg)
ગર્ભાવસ્થા દરમિયાન જાંબુનું સેવન કરવાથી સગર્ભા સ્ત્રીની રોગપ્રતિકારક શક્તિ વધે છે
Health Benefits of Jamun During Pregnancy: ગર્ભાવસ્થા દરમિયાન ફળોનું સેવન આરોગ્ય માટે ફાયદાકારક છે. ફાઇબર અને પાણીથી ભરપૂર ફળોનું સેવન કરવાથી માતા અને બાળક બંનેને પૂરતું પોષણ મળે છે, શરીરને હાઇડ્રેટેડ અને સ્વસ્થ રાખે છે. ગર્ભાવસ્થામાં કેટલાક ફળોનું સેવન ફાયદાકારક છે, પરંતુ ઘરના વડીલો ઘણીવાર કેટલાક ફળોનું સેવન કરવાની ના પાડે છે અથવા કહે છે કે ગર્ભાવસ્થામાં કેટલાક ફળો ખાવા વિશે મહિલાઓના મનમાં એક માન્યતા છે. આવું જ એક ફળ છે કાળા જાંબુ, જેને ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ ઘણીવાર ખાવાનું ટાળે છે. જાંબુ જેને બ્લેક પ્લમ અથવા ભારતીય બ્લેકબેરી તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ એક એવું ફળ છે જેને ખાતા પહેલા ગર્ભવતી મહિલાઓ વિચારે છે કે તેને તેના ડાયેટ સામેલ કરવું સલામત છે કે નહીં. મહિલાઓને લાગે છે કે કાળા જાંબુ ખાવાથી તેમના બાળકનો રંગ કાળો થઇ શકે છે. મહિલાઓને લાગે છે કે ગર્ભાવસ્થામાં જાંબુ ખાવાથી બાળક માટે ખતરો બની શકે છે. આવા અનેક સવાલો તેમના મનમાં હંમેશા ચાલતા રહે છે.
સંજીવની ગર્ભસંસ્કાર, મહારાષ્ટ્રના ગાયનેકોલોજિસ્ટ ડો.સંજીવની ટોંગસેએ જણાવ્યું હતું કે મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન જાંબુ ખાઈ શકે છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ ખાટા-મીઠાં ફળ વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે, જે માતા અને બાળક બંનેને સ્વસ્થ રાખે છે. જાંબુ એક અત્યંત પૌષ્ટિક ફળ છે, જેમાં એન્ટીઓકિસડન્ટો હોય છે જે તમારા બાળકના વિકાસ અને વુદ્ધિ માટે જરૂરી છે. આ ફળમાં વિટામિન એ અને સી, આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે.
આ પણ વાંચો - ચણા ફોલેલા ખાવા કે ફોલ્યા વગરના, જાણો કયા વધારે ફાયદાકારક છે?
વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આ ફળનું સેવન કરવાથી ગર્ભાવસ્થામાં સંકોચન અને અકાળે પ્રસૂતિનું જોખમ ટળે છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ગર્ભાવસ્થામાં જાંબુને સેવન બિલકુલ હાનિકારક નથી. ચાલો આપણે એક્સપર્ટ પાસેથી જાણીએ કે પ્રેગ્નેન્સીમાં જાંબુ ખાવાથી બાળક કાળું થાય છે કે નહીં અને તેનું સેવન ક્યારે અને કેટલું કરવું જોઈએ અને શરીરને શું ફાયદા છે.
શું પ્રેગ્નેન્સીમાં જાંબુ ખાવાથી બાળક કાળું આવે છે?
ગર્ભાવસ્થા દરમિયાન જાંબુ ખાવાને લઇને માતાપિતાને સૌથી ચિંતા એ હોય છે કે તે બાળકની ત્વચા પર નાના કાળા ડાઘ પડી શકે છે અથવા બાળકનો રંગ કાળો થઈ શકે છે. ગાયનેકોલોજિસ્ટે જણાવ્યું હતું કે આ એક પુરી રીતે મિથક છે જેમાં કોઈ વૈજ્ઞાનિક કે સંશોધન આધારિત પુરાવા નથી. સંતુલિત માત્રામાં જાંબનું સેવન કરવાથી તમારા બાળકને ફાયદો થશે. તેનું સેવન કરવાથી તમારા બાળકની ત્વચા પર કોઈ અસર નહીં થાય.
100 ગ્રામ જાંબુમાં પોષકતત્તો
- પ્રોટીન - 0.72 ગ્રામ
- ચરબી – 0.23 ગ્રામ
- કાર્બોહાઇડ્રેટ્સ - 15.56 ગ્રામ
- કેલ્શિયમ – 19 મિગ્રા
- આયરન – 0.19 મિગ્રા
- વિટામિન સી – 14.4 મિગ્રા
- પોટેશિયમ – 79 મિ.ગ્રા.
- મેગ્નેશિયમ – 15 મિગ્રા
- ફોસ્ફરસ – 17 મિ.ગ્રા.
- સોડિયમ – 14 મિગ્રા
આ સિવાય જાંબમાં વિટામિન એ, વિટામિન બી6, અને વિટામિન બી12, સલ્ફર અને ફોલેટ પણ સારી માત્રામાં મળી આવે છે જે ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જ ઉપયોગી છે. આ બધા વિટામિન ખાસ કરીને બાળકના મગજ અને નર્વસ સિસ્ટમના વિકાસ માટે જરૂરી છે.
ગર્ભાવસ્થા દરમિયાન જાંબુ ખાવાના ફાયદા
- ગર્ભાવસ્થા દરમિયાન જાંબુનું સેવન કરવાથી સગર્ભા સ્ત્રીની રોગપ્રતિકારક શક્તિ વધે છે. માતા અને બાળકના સ્વસ્થ વિકાસ માટે આ ફળો જરૂરી છે. તેના સેવનથી હાડકાં મજબૂત થાય છે.
- પ્રેગ્નેન્સીમાં મહિલાઓને જેસ્ટેશનલ ડાયાબિટીઝનું જોખમ વધારે હોય છે, તેથી જો જાંબુનું સેવન કરવામાં આવે તો ગર્ભાવસ્થા દરમિયાન આ ડાયાબિટીઝને અટકાવી શકાય છે.
- ગર્ભાવસ્થામાં જાંબુ ખાવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે. ફળ ફાઇબરથી સમૃદ્ધ છે જે પાચનમાં સુધારો કરે છે અને કબજિયાતની સારવાર કરે છે. પાચનમાં સુધારો કરે છે.
- ગર્ભાવસ્થામાં જાંબુનું સેવન કરવાથી માતા અને બાળકનું હૃદય સ્વસ્થ રહે છે. આ જાંબલી ફળમાં વિપુલ પ્રમાણમાં જોવા મળતું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હૃદયની તંદુરસ્તી સુધારે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us