Russia Cancer Vaccines : કેન્સર એક જીવલેણ બીમારી છે. જો તેને સમયસર પકડી લેવામાં ન આવે તો જીવ જોખમમાં મુકાય છે. કેન્સરને રોકવા માટે દુનિયાભરમાં ઘણા સંશોધનો થઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈને સફળતા મળી નથી. પરંતુ લાગે છે કે હવે ઇંતેજાર સમાપ્ત થવાની નજીક છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે તેમના વૈજ્ઞાનિકો કેન્સરને રોકવા માટે રસી બનાવવાની ખૂબ નજીક છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું કે, વૈજ્ઞાનિક કેન્સરની વેક્સીન અને ન્યુ જનરેશનની ઇમ્યૂનોમોડ્યૂલેટરી દવાઓનું પ્રોડક્શન કરવાની નજીક છે. આ દવાથી કેન્સરની દર્દીની જીંદગી બચાવી શકાય છે. પુતિને મોસ્કો ફોરમમાં માહિતી આપતા જણાવ્યું કે, મને આશા છે કે, ટૂંક સમયમાં આ વેક્સીનનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવશે.
કેન્સર ની સારવાર જરૂરી
દુનિયા ભરમાંમાં કેન્સર મૃત્યુનું મોટું કારણ બની રહ્યું છે. દર વર્ષે લાખો લોકો કેન્સરને કારણે મૃત્યુ પામે છે. ઘણા રિપોર્ટમાં એક વાત બહાર આવી છે કે વર્ષ 2040 સુધીમાં કેન્સરને કારણે દર વર્ષે 16.4 મિલિયન લોકો મૃત્યુ પામશે. મેડિકલ સાયન્સ ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે પરંતુ હજુ પણ આ જીવલેણ બીમારીથી બચવાનો કોઈ ઉપાય નથી. આવી સ્થિતિમાં કેન્સરની રસીની શોધ આશાનું નવું કિરણ સાબિત થશે.
કેન્સર થી કેવી રીતે બચી શકાય
આરોગ્યપ્રદ આહારનું સેવન કરો
જો તમે કેન્સરથી બચવા માંગતા હોવ તો હેલ્ધી ડાયટ લો. તમારા આહારમાં પોષક તત્વોથી ભરપૂર ફળો અને શાકભાજીનું સેવન કરો. વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર ખોરાકનું સેવન કેન્સરને રોકવામાં અસરકારક છે.

શરીરને સક્રિય રાખો
જો તમે કેન્સર જેવા જીવલેણ રોગથી પોતાને બચાવવા માંગતા હોવ તો તમારા શરીરને સક્રિય રાખો. તમારા શરીરને સક્રિય રાખવા માટે દરરોજ અડધો કલાક કસરત કરો. એવું જરૂરી નથી કે તમે માત્ર જીમમાં જઈને જ વર્કઆઉટ કરો, તમે વૉકિંગ, સીડીઓ ચઢીને અને સાઈકલ ચલાવીને પણ તમારા શરીરને સક્રિય રાખી શકો છો.
આ પણ વાંચો | વાઘના વાડામાં ઘૂસનાર યુવકે હવે પત્નીની હત્યા કરી, હાથમાં માથું લઈ ફર્યો રસ્તા પર
ડ્રગ્સ – દારૂ અને નશીલા પદાર્થથી દૂર રહો
જો તમે કેન્સરથી બચવા માંગતા હોવ તો નશીલા પદાર્થોનું સેવન ટાળો. તમાકુ અને સિગારેટનું સેવન બંધ કરો. પુરુષોમાં કેન્સરના મૃત્યુનું સૌથી મોટું કારણ નશીલા પદાર્થનું સેવન છે. મોંનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર, કોલોન અને લિવર કેન્સર દારૂ અને નશીલા પદાર્થના સેવનના કારણે થાય છે.





