હોળી-ધૂળેટીમાં ભાંગ વધારે પી લીધી છે? તો આ ટિપ્સ અપનાવો, ઉતરી જશે તરત જ નશો

હોળી ધૂળેટીમાં ભાંગ વધારે પીવાઈ ગઈ હોય અને તેના નશાથી પરેશાન થઈ ગયા છો તો આ ઘરેલુ ઉપાયથી તમે નશાથી છૂટકારો મેળવી શકો છો.

હોળી ધૂળેટીમાં ભાંગ વધારે પીવાઈ ગઈ હોય અને તેના નશાથી પરેશાન થઈ ગયા છો તો આ ઘરેલુ ઉપાયથી તમે નશાથી છૂટકારો મેળવી શકો છો.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
How to get rid of cannabis addiction

ભાંગનો નશો આ રીતે દુર કરી શકાય (ફાઈલ ફોટો - એક્સપ્રેસ)

હોળીનો તહેવાર હોય તો મજા ચોક્કસથી બને છે. રંગોના આ તહેવાર પર લોકો એક બીજાને ફન સ્ટાઇલમાં રંગો લગાવે છે અને આ દિવસ એન્જોય સાથે અભિનંદન પાઠવે છે. કેટલાક લોકો તો ભાંગની થંડાઇ વગર હોળીનો દિવસ અધૂરો માને છે. કેટલાક લોકો આ દિવસે મજા કરવામાં એટલા ખોવાઈ જાય છે કે, તેઓ ભાંગનું વધુ પડતું સેવન કરી બેસે છે. તેઓ એટલા નશો કરી બેસે છે કે, બીજા દિવસે ઊઠવું પણ ભારે થઈ જાય છે. હોળીમાં ભાંગનું હેંગઓવર તો થાય છે, સાથે બીજા દિવસે માથું ભારે થઈ જાય છે, બધું ઊંધું ચત્તુ લાગે છે, ઉલટી ઉબકા ડિસ્ટર્બ કરે છે.

Advertisment

જો તમે પણ તમારામાં આવા લક્ષણો અનુભવો છો અને ભાંગના નશાથી છુટકારો મેળવવા માંગો છો, તો અપનાવો કેટલીક ખાસ ટિપ્સ. અમે તમને હેંગઓવર ઝડપથી છુટકારો મેળવવા માટે કેટલાક સામાન્ય ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ. આવો જાણીએ ભાંગના હેંગઓવરથી છુટકારો મેળવવા માટે તમે કયા ઘરેલું ઉપાય અપનાવી શકો છો.

ખુબ પાણી પીવો

હેંગઓવર માટે પાણી શ્રેષ્ઠ ઉપાય છે, કારણ કે આલ્કોહોલ કે ભાંગનો નશો શરીરમાં ડિહાઇડ્રેશનનું કારણ બને છે. તેથી જો તમે હેંગઓવરથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો પુષ્કળ પાણી પીવો. તેનાથી શરીરમાં પાણીનું સ્તર સામાન્ય થઈ જશે. જો તમે વધારે પાણી પીશો તો યૂરિન વધારે આવશે, જેના કારણે શરીરમાં સ્ટોર થયેલા તમામ ટોક્સિન યૂરિન દ્વારા શરીરમાંથી બહાર નીકળી જશે.

લીંબુનું શરબત પીવો

ભાંગના નશાના હેંગઓવરથી છુટકારો મેળવવો હોય તો લીંબુનું શરબત લો. ખાંડ અને મીઠામાંથી બનેલું લીંબુનું શરબત શરીરમાં ફરીથી શરીરમાંથી બહાર નીકળતા ઇલેક્ટ્રોલાઇટ્સનો સંગ્રહ કરે છે અને શરીરને હાઇડ્રેટ કરે છે. તમે તેને તમારી પસંદ મુજબ ગરમ પાણી અથવા ઠંડા પાણીમાં લઈ શકો છો, પરંતુ ગરમ પાણીમાં લીંબુ ઉમેરવાનું પસંદ કરવામાં આવે છે.

Advertisment

નારિયેળ પાણી પીવો

આલ્કોહોલને કારણે થતા ડિહાઇડ્રેશનને સરભર કરવા માટે, તમારે નાળિયેર પાણીનું સેવન કરવું જોઈએ. નાળિયેર પાણીમાં પોટેશિયમ સહિત ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ વધારે હોય છે, જે શરીરને ઇલેક્ટ્રોલાઇટ્સના જરૂરી સંતુલનને સંતુલિત કરવામાં મદદ કરે છે. તેમાં થોડી માત્રામાં લીંબુનો રસ અને રોક સોલ્ટ ઉમેરવાથી તે આલ્કલાઇન બને છે અને શરીરને ઝડપથી ફાયદો કરે છે.

ફળોનો રસ પીવો, ખાસ કરીને ટામેટાનો રસ

હેંગઓવરથી છુટકારો મેળવવા માટે ફળોના રસનું સેવન કરો. ફળોના રસમાં ફ્રુક્ટોઝ હોય છે, જે ફાઇબર અને ખનિજોથી સમૃદ્ધ છે અને શરીરને ફાયદો કરે છે. તેનું સેવન કરવાથી શરીરને જરૂરી વિટામિન્સ મળે છે. સાઇટ્રિક જ્યુસ જેવા કે ટામેટાનો રસ, નારંગીનો રસ, મોસંબીના રસનું સેવન કરો. તરબૂચનો રસ પણ હેંગઓવરથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

આ પણ વાંચો - Bhang in Holi: ભાંગ શું હોય છે, હોળી દરમિયાન કેમ તેનું સેવન કરવામાં આવે છે, શું છે દેશમાં કાયદો?

મધનું સેવન કરો

મધમાં ફ્રુક્ટોઝ ભરપૂર માત્રામાં હોય છે. મધ શરીરમાં બ્લડ શુગરનું લેવલ નોર્મલ કરે છે, જે નશાના કારણે ઓછું થઇ જાય છે. એક ગ્લાસ નવશેકા પાણીમાં મધ મિક્સ કરવાથી તમને ફાયદો થશે.

તહેવાર holi જીવનશૈલી ગુજરાતી ન્યૂઝ