Cardamom | ઈલાયચી ડાયબિટીસના દર્દીઓ માટે કેવી રીતે ફાયદાકારક? જાણો

Cardamom | ઈલાયચીમાં બળતરા વિરોધી, એન્ટીઑકિસડન્ટ અને એન્ટિ-ડાયાબિટીક ગુણધર્મો હોય છે, તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કેવી રીતે મદદ કરે, જાણો

Cardamom | ઈલાયચીમાં બળતરા વિરોધી, એન્ટીઑકિસડન્ટ અને એન્ટિ-ડાયાબિટીક ગુણધર્મો હોય છે, તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કેવી રીતે મદદ કરે, જાણો

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Cardamom Diabetes

ઈલાયચી ડાયબિટીસના દર્દીઓ માટે કેવી રીતે ફાયદાકારક? જાણો

આજકાલ ડાયાબિટીસ (Diabetes) એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જે લાખો લોકોને અસર કરે છે. ભારતમાં ડાયાબિટીસના દર્દીઓ દિવસેને દિવસે વધતા જાય છે. બ્લડ શુગરને કંટ્રોલ કરવી ખૂબ જ જરૂરી છે અને આ માટે ડાયટમાં કેટલાક ખાસ ફેરફાર કરવા પડે છે. ઈલાયચી જે એક સામાન્ય મસાલો છે તે ડાયાબિટીસના દર્દીઓ માટે કુદરતી ઉપચાર તરીકે કામ કરી શકે છે. તે માત્ર સ્વાદ માટે જ નહિ પરંતુ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે.

Advertisment

આ પણ વાંચો: Winter Health Tips: શિયાળામાં કોલેસ્ટ્રોલ લેવલ કેમ અને કેવી રીતે વધે છે? હૃદય રોગ થી બચવા આટલું કરો

ઈલાયચી ફાયદા (Cardamom Benefits)

ઈલાયચીમાં બળતરા વિરોધી, એન્ટીઑકિસડન્ટ અને એન્ટિ-ડાયાબિટીક ગુણધર્મો હોય છે, જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેના સેવનથી ઇન્સ્યુલિનના સ્તરમાં સુધારો થાય છે અને શરીરમાં ખાંડને શોષવાની પ્રક્રિયામાં સુધારો થાય છે.

આ પણ વાંચો: આ ફળોને ભૂલીને પણ એકસાથે ના ખાવા, ફાયદાના બદલે થશે નુકસાન

ઈલાયચીનું સેવન કરવાની રીત

  • ઈલાયચી પાવડર: ઈલાયચીને પીસીને તેનો પાવડર બનાવી લો અને તેને તમારી ચા અથવા દૂધમાં ઉમેરીને તેનું સેવન કરો. સ્વાદ વધારવાની સાથે તે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
  • ઈલાયચી અને મધઃ ઈલાયચી પાવડરને મધમાં ભેળવીને ખાઓ. આ મિશ્રણ શરીરમાં એનર્જી પ્રદાન કરે છે અને બ્લડ સુગરને સ્થિર રાખે છે.
  • ઈલાયચીનું પાણીઃ 2-3 ઈલાયચીના દાણાને પાણીમાં ઉકાળીને દરરોજ સવારે પીવો. તેનાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને દિવસભર તાજગી મળે છે.
Advertisment
ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ ડાયાબિટીસ માટે આહાર health tips