Cardio Exercise Benefits: સવારે માત્ર 10 મિનિટ આ 1 કસરત કરવાથી થશે 8 અદભુત ફાયદા, શરીર અને મગજ બંને રહેશે સ્વસ્થ

Cardio Exercise Benefits For Health: કાર્ડિયો એક્સરસાઇઝ કરવાથી શારીરિક અને માનસિક તંદુરસ્તી સુધરે છે. આ કસરત માટે જીમ જવાની જરૂર નથી. સવારમાં માત્ર 10 મિનિટ કાર્ડિયો એક્સરસાઇઝ વેટ લોસ, પાચનતંત્ર અને મગજની તંદુરસ્તી વધારવામાં મદદરૂપ થાય છે.

Written by Ajay Saroya
July 29, 2024 19:25 IST
Cardio Exercise Benefits: સવારે માત્ર 10 મિનિટ આ 1 કસરત કરવાથી થશે 8 અદભુત ફાયદા, શરીર અને મગજ બંને રહેશે સ્વસ્થ
Health Benefits Of Cardio Exercise: કાર્ડિયો એક્સરસાઇઝ દોડવું, સાયકલ ચલાવવી, સ્વિમિંગ કરવું અને ડાન્સ કરવું જેવી કસરતનો સમાવેશ થાય છે. (Photo: Freepik)

Cardio Exercise Benefits For Health: શરીર સ્વસ્થ્ય, તંદુરસ્ત અને મજબૂત બનાવવા માટે કસરત કરવી જરૂરી છે. હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે, તમારો આખો દિવસ કેવો રહેશે તે તમે તમારા દિવસની શરૂઆત કેવી રીતે કરો છો તેના પર નિર્ભર છે. આ જ કારણ છે કે એક્સપર્ટ્સ સવારની ધાર્મિક વિધિ સંબંધિત ઘણી ટીપ્સ શેર કરતા જોવા મળે છે. આવી જ એક ટિપ્સ સવારે 10 થી 15 મિનિટ કાર્ડિયો એક્સરસાઇઝ કરવાની છે.

કાર્ડિયોને હકીકતમાં એવી કસરત કહેવામાં આવે છે જે તમારા હૃદયના ધબકારા તેમજ રક્ત પરિભ્રમણ સુધારે છે. દોડવું, સાયકલ ચલાવવી, સ્વિમિંગ કરવું અને ડાન્સ કરવું વગેરે કાર્ડિયો એક્સરસાઇઝ છે. સાથે જ આ પ્રકારની કસરત દિવસના કોઈ પણ સમયે કરી શકાય છે. જો કે, હેલ્થ એક્સપર્ટ્સ સૌથી વધુ ફાયદા માટે દરરોજ સવારે માત્ર 10 મિનિટની કાર્ડિયોવેસ્ક્યુલર કસરત કરવાની ભલામણ કરે છે. કાર્ડિયો એક્સરસાઇઝ તમને એક સાથે ઘણા ફાયદા આપી શકે છે. આવો જાણીએ કેવી રીતે-

મેટાબોલિઝ્મ વધશે

ઘણા હેલ્થ રિપોર્ટ્સ સૂચવે છે કે દરરોજ સવારે 10 થી 15 મિનિટની કાર્ડિયોવેસ્ક્યુલર એક્સરસાઇઝ કરવાથી મેટાબોલિઝમ વધે છે, જે પછી તમે આખો દિવસ વધુ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે, તેમજ તમારું પાચનતંત્ર પણ સુધરે છે.

શરીરમાં એનર્જી વધે છે

સવારે કાર્ડિયો એક્સરસાઇઝ કરવાથી શરીરમાં બ્લડ સર્કુલેશન ઝડપી બને છે. આને કારણે તમારા સ્નાયુઓ અને મગજને વધુ ઓક્સિજન અને પોષકતત્વો મળે છે, જેના પરિણામે તમારા શરીરમાં એનર્જી લેવલ વધે છે અને તમે આખો દિવસ ઊર્જાવાન અનુભવો છો.

તણાવ ઘટે છે

કાર્ડિયો એક્સરસાઇઝ કર્યા બાદ તમારું શરીર એન્ડોર્ફિન હોર્મોન્સ રિલીઝ કરે છે, જેને ફીલ-ગુડ અથવા હેપ્પી હોર્મોન્સ પણ કહેવામાં આવે છે. આ હોર્મોન્સ તણાવ ઘટાડવામાં અને દિવસભર તમારા મૂડને સુધારવામાં મદદ કરી શકે છે.

running vs cycling | jogging benefits | running benefits | cycling benefits | exercise health benefits | exercise tips | weight loss tips | exercise for weight loss
નિયમિત દોડવાથી કે સાયકલ ચલાવવાથી વેટ લોસમાં મદદ મળે છે અને હેલ્થ સારી રહે છે. (Photo – Freepik)

માનસિક તંદુરસ્તી વધે છે

સવારે કાર્ડિયો એક્સરસાઇઝ કરવાથી માનસિક પ્રવૃત્તિને ઉત્તેજિત કરવામાં મદદ મળે છે, જે ધ્યાન અને માનસિક સ્પષ્ટતામાં સુધારો કરે છે. આવી સ્થિતિમાં, સવારે કાર્ડિયો કરવાથી તમે આખો દિવસ વધુ સારી કામગીરી કરી શકાય છે.

હૃદયની તંદુરસ્તી સુધારે છે

ઘણા હેલ્થ રિપોર્ટ સૂચવે છે કે સવારે નિયમિત કાર્ડિયો એક્સરસાઇઝ તમારા હૃદયને મજબૂત બનાવે છે અને હૃદયની તંદુરસ્તી સુધારે છે, જેનાથી હૃદયરોગ અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટે છે.

રોગપ્રતિકારક શક્તિ વધે છે

વહેલી સવારે કાર્ડિયો એક્સરસાઇઝ કસરત કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, જેનાથી તમે સામાન્ય બીમારીઓ અને ચેપ માટે ઓછા સંવેદનશીલ બનો છો.

ફેફસાં મજબૂત બને છે

હેલ્થ એક્સપર્ટ્સના મતે સવારે કાર્ડિયો એક્સરસાઇઝ નિયમિતપણે કરવાથી તમારા ફેફસાની ક્ષમતા વધારવામાં મદદ મળી શકે છે. વાસ્તવમાં કાર્ડિયો એક્સરસાઇઝ કરવાથી શરીરમાં ઑક્સિજનનું પ્રમાણ વધે છે, જેનાથી ફેફસાંની ક્ષમતા વધે છે અને હેલ્થ સારી છે.

આ પણ વાંચો | મહિલાઓમાં વધી રહી છે PCOS રોગ, જાણો બીમારીના લક્ષણ, ટેસ્ટ અને ખર્ચ સહિત તમામ વિગત

વજન ઘટાડવામાં મદદરૂપ

ઉપરાંત સવારે કાર્ડિયો એક્સરસાઇઝ ખાસ કરીને વજન ઓછું કરવા માંગતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. ઉપર જણાવ્યા મુજબ, કાર્ડિયો એક્સરસાઇઝ ઉચ્ચ માત્રામાં કેલરી બાળવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સાથે જ તમે જેટલી કેલરી બર્ન કરો છો, શરીરમાંથી ચરબી પણ ઝડપથી પીગળી જાય છે. આવી સ્થિતિમાં સવારે કાર્ડિયો એક્સરસાઈઝ સ્થૂળતાથી છુટકારો મેળવવા માટે મદદરૂપ થઈ શકે છે.

(Disclaimer : આ લેખમાં રજૂ કરવામાં આવેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લેવી.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ