Carrot Buying Tips: ગાજર કડવા છે કે મીઠા, ખરીદતા પહેલા આ રીતે કરો ખાતરી

Carrot Buying Tips : ગાજર ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન કે ભરપૂર માત્રામાં હોય છે, જે આંખોની રોશની વધારવામાં, ત્વચાને સુધારવામાં અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે

Written by Ashish Goyal
November 22, 2025 01:00 IST
Carrot Buying Tips: ગાજર કડવા છે કે મીઠા, ખરીદતા પહેલા આ રીતે કરો ખાતરી
Carrot Buying Tips : ગાજર ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે (તસવીર - ફ્રીપિક)

Carrot Buying Tips : શિયાળાની સિઝનમાં બજારમાં દરેક જગ્યાએ ગાજરની ભરમાર જોવા મળે છે. લોકો બજારમાંથી ગાજરની ખરીદી કરે છે અને તેમાંથી સલાડ, શાક અથવા હલવો બનાવે છે. ગાજર ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન કે ભરપૂર માત્રામાં હોય છે, જે આંખોની રોશની વધારવામાં, ત્વચાને સુધારવામાં અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

ગાજર ખરીદતી વખતે ઘણા લોકો થાપ ખાય છે અને તેઓ બજારમાંથી મીઠા ગાજરને બદલે કડવા અને વાસી ગાજર પસંદ કરે છે. આવી સ્થિતિમાં અમે અહીં તમને તાજા અને મીઠા ગાજર ખરીદવા વિશે જણાવીશું, જેની મદદથી તમે બજારમાંથી વધુ સારા ગાજર ખરીદી શકશો.

મીઠા ગાજરની ઓળખ કેવી રીતે કરવી

સામાન્ય રીતે રંગો દ્વારા મીઠા ગાજરને ઓળખી શકાય છે. મીઠા ગાજર ઘેરા નારંગી રંગના હોય છે, જે પાતળા તેમજ કોમળ હોય છે. તેને તોડવામાં આવે ત્યારે તે અંદરથી તાજા દેખાય છે.

તાજા ગાજરને કેવી રીતે ઓળખવા?

શિયાળાની સિઝનમાં દરેક માર્કેટમાં મોટા પ્રમાણમાં ગાજર જોવા મળે છે. આવી સ્થિતિમાં તાજા ગાજર ખરીદવાનું ખૂબ જ મુશ્કેલ છે. જ્યારે તમે ગાજર ખરીદો છો ત્યારે તેના પાંદડા પર ધ્યાન આપો. જો પાંદડાં કરમાઈ ગયાં હોય તો તેને ખરીદશો નહીં. આ ગાજર તાજું હોતું નથી. ગાજરમાં પાન ન હોય તો ગાજર તાજું છે કે નહીં તેની ગંધથી પણ ઓળખી શકો છો.

આ પણ વાંચો – નાસ્તામાં બનાવો હેલ્ધી ઓટ્સ ચીલા, આ રીતે થોડી મિનિટોમાં કરો તૈયાર

ગાજર ખાવાના ફાયદા

રોજ ગાજર ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં વિટામિન એ તેમજ એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે, જે આંખોની રોશની વધારે છે. ગાજર ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે. ગાજર કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને પાચનમાં મદદ કરે છે. ગાજર ખાવાથી ત્વચાને પણ ફાયદો થાય છે. આ ત્વચાને સુધારે છે અને બ્લડ સુગર ઘટાડે છે. તમે સલાડ, જ્યુસ, શાકભાજી અથવા હલવાના રૂપમાં દરરોજ ગાજર લઈ શકો છો.

ડિસ્ક્લેમરઃ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ