હેલ્ધી અને ટેસ્ટી ગાજર પાલક સૂપ રેસીપી

અહીં ગાજર અને પાલક માંથી બનતો હેલ્ધી અને ટેસ્ટી સૂપની રેસીપી શેર કરી છે જે તમે ઘરે સરળતાથી બનાવી શકો છો, અહીં જાણો રેસીપી

અહીં ગાજર અને પાલક માંથી બનતો હેલ્ધી અને ટેસ્ટી સૂપની રેસીપી શેર કરી છે જે તમે ઘરે સરળતાથી બનાવી શકો છો, અહીં જાણો રેસીપી

author-image
shivani chauhan
New Update
Carrot spinach soup recipe

હેલ્ધી અને ટેસ્ટી ગાજર પાલક સૂપ રેસીપી

ગાજર (Carrots) અને પાલક (spinach) માં ઘણા બધા વિટામિન, આયર્ન અને ફોલિક એસિડ હોય છે. આ પોષક તત્વોથી ભરપૂર સૂપ એનિમિયા જેવી સ્થિતિઓને રોકવામાં મદદ કરી શકે છે. તેથી આ ચોક્કસપણે એવા બાળકો માટે ફાયદાકારક રહેશે જે ખાવામાં અનિચ્છા રાખે છે. તમે તમારા નિયમિત ઘરે બનાવેલા ભોજનમાં આવા સુપર હેલ્ધી ખોરાકનો સમાવેશ કરી શકો છો.

Advertisment

અહીં ગાજર અને પાલક માંથી બનતો હેલ્ધી અને ટેસ્ટી સૂપની રેસીપી શેર કરી છે જે તમે ઘરે સરળતાથી બનાવી શકો છો, અહીં જાણો રેસીપી

સામગ્રી

1 ચમચી- તેલ
૨ કપ - સમારેલ પાલક
1 કપ - ગાજર
1/4 કપ- ડુંગળી
11/2 - કપ મલાઈ
2 કપ -શાકભાજીનો સૂપ
1/4 ચમચી કાળા મરી
મીઠું - જરૂર મુજબ

આ પણ વાંચો: Health Tips: દૂધ વગરની આ ચા પીવો, શરીરની ચરબી માખણ જેમ ઓગળશે, જાણો રેસીપી

Advertisment

ગાજર પાલક સૂપ રેસીપી (Carrot Spinach Soup Recipe)

  • ગેસ ચાલુ કરીને પેન ગરમ કરો એમાં થોડું તેલ નાખો. તેમાં બારીક સમારેલી ડુંગળી ઉમેરો અને સાંતળો.
  • જ્યારે શાકભાજીનો કલર બદલાય, ત્યારે તેમાં ગાજર ઉમેરો.
  • ધીમો તાપ કરીને પાંચ મિનિટ સુધી બધું રાંધો.
  • તેમાં બારીક સમારેલી પાલક ઉમેરો અને બે મિનિટ સુધી રાંધો.
  • આને સારી રીતે મિક્સ કરો અને ભેળવી દો.
  • તમે ગેસ બંધ કરી શકો છો અને શાકભાજીને મિક્ષરમાં બ્લેન્ડ કરી લો, હવે ઠંડુ થવા દો, જરૂર મુજબ પાણી ઉમેરો,
  • ફરી ગ્રેવીને એક પેનમાં નાખીને બે મિનિટ માટે રાંધો.
  • વધુ તીખાશ માટે, તમે મરચાંનો પાવડર ઉમેરીને તેને ઉકાળી શકો છો.
રેસીપી ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips