9-14 વર્ષની છોકરીઓ માટે આવતા વર્ષે આવશે સર્વાઈકલ કેન્સરની વેક્સીન, જાણો આ બીમારીના લક્ષણો

Cervical cancer vaccine for girls aged 9-14 yrs: ભારતમાં 80,000 લોકોના મોત સર્વાઈકલ કેન્સરના કારણે થઈ હતા.

Written by shivani chauhan
December 14, 2022 18:20 IST
9-14 વર્ષની છોકરીઓ માટે આવતા વર્ષે આવશે સર્વાઈકલ કેન્સરની વેક્સીન, જાણો આ બીમારીના લક્ષણો
(Representational image)

cervical cancer vaccine: સર્વાઈકલ કેન્સરને લઈને વૈજ્ઞાનિકોની મોટી સિદ્ધિ મેળવી છે. એનટીએજીઆઈ (NTAGINational Technical Advisory Group) ના અધ્યક્ષ ડો એન કે અરોડાએ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે સર્વાઈકલ કેન્સરને રોકવા માટે આપણા દેશમાં એચપીવી( હ્યુમન પેપિલોમાવાયરસ) વેક્સીનને વિકસિત કરાઈ હતી જે આગામી વર્ષમાં એપ્રિલ-મે સુધી ઉપલબ્ધ થઇ જશે. એચપીવી વેક્સીનથી સર્વાઈકલ કેન્સરની સારવાર કરાઈ શકાય છે. ડો એન કે અરોડાએ કહ્યું કે 9-14 વર્ષની ઉંમરની છોકરીઓ માટે આ એક રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન અભિયાનના 2023ના મધ્ય સુધી શરૂ થવાની સંભાવના છે.

એચપીવી વિશ્વમાં સૌથી સામાન્ય સેક્સ્યુઅલી- ટ્રાન્સમિટેડ સંક્ર્મણ છે. એચપીવી વેક્સીનથી સર્વાઈકલ કેન્સરની સારવાર કરવામાં સફળતા મળી હતી. ભારતમાં જલ્દી આ ક્ષેત્રમાં એક મોટું પગલું માંડ્યું છે. સર્વાઈકલ કેન્સરની વેક્સીન વિષે એન કે અરોડાએ કહ્યુ કે 35 વર્ષની ઉંમર પછી સર્વાઈકલ રોગ માટે સ્ક્રિન્ગ કરવું ખુબજ જરૂરી છે. શરૂઆતમાં જો આ રોગની ઓળખ થઇ જાય તો પીએચસીથી તેની સારવાર સંભવ થઇ શકે છે.

આ પણ વાંચો: લોહી જાડુ થવા પાછળ આ પાંચ કારણો છે જવાબદાર, શરીરની થઈ જાય છે આવી ખરાબ હાલત

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) દ્વારા વિકસિત Cervavac નામની રસી, HPV ની ચાર પ્રકાર (four strains)16, 18, 6 અને 11 થી સુરક્ષા પ્રદાન કરશે. SII ના સીઈઓ અંદર પુનાવાલાએ પહેલા વાતચીતમાં કહ્યું હતું કે આ રસીની કિંમત 200-400 રૂપિયા પ્રતિ ડોઝ થઇ શકે છે.

હાલના સમયમાં બજરમાં આ રસીની કિંમત 2,500-3,300 રૂપિયા પ્રતિ ડોઝ છે. અરોડાએ કહ્યુ કે ભારતમાં સર્વાઈકલ કેન્સરના કારણે વધારે મોત થાય છે. ભારતમાં 80,000 લોકોના મોત સર્વાઈકલ કેન્સરના કારણે થઈ હતા. ભારતમાં સર્વાઈકલ કેન્સર 15 થી 44 વર્ષની ઉંમરની મહિલાઓમાં થતું બીજા નંબરનું સૌથી વધુ થતું કેન્સર છે.

સર્વાઈકલ કેન્સર શું છે અને તેના લક્ષણોની ઓળખ કેવી રીતે કરવી:

સર્વાઈકલ કેન્સર જેને ગર્ભાશયના મુખનું કેન્સર પણ કહેવાય છે. સર્વાઈકલ કેન્સર મહિલાઓમાં થતા કેન્સરમાં બીજા નંબરે આવે છે. જો સમયસર આ બીમારીના લક્ષણોની ઓળખ કરાય તો તેની સર્વસ શક્ય છે.

આ પણ વાંચો: આમળા પેટના અલ્સરને મટાડવામાં અસરકારક છે, જાણો કેટલી માત્રામાં તેનું સેવન કરવું

ગર્ભાશયના કેન્સરના લક્ષણોની વાત કરીએ તો યોનિમાંથી ગંદુ પાણી આવવું, અનિયમિત પીરિયડ્સ, સેક્સ દરમિયાન લોહી આવવું, પીઠ કે પગમાં દુખાવો થવો, પેશાબમાં અવરોધ આ રોગના પ્રારંભિક લક્ષણો છે. નિયમિત પેમ્પ સ્મીયર ટેસ્ટ દ્વારા આ બીમારીને પહેલી સ્ટેજની પહેલા પણ પકડી શકાય છે. પહેલા સ્ટેજમાં ઓપરેશન કે રેડિયોથેરાપી દ્વારા આ સારવાર કરી શકાય છે. આવો જાણીએ સર્વાઈકલ કેસરના લક્ષણો ક્યા- ક્યા છે..

  • પીઠનપો ભયાનકર દુખાવો થવો
  • નાભિની નીચે સતત દુખાવો થવો
  • ખાસકરીને સેકસ દરમિયાન વજાઇનલ બ્લીડીંગ થવું
  • સેક્સ દરમિયાન દુખાવો થવો
  • મેનોપોઝ પછી બ્લીડીંગ
  • વજાઇનલ ડિસ્ચાર્જ
  • પેશાબ કરવામાં દુખાવો અનુભવવો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ