/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Chanakya-Niti.jpg)
Chanakya Niti In Gujarati: ચાણક્ય નીતિ.
Chanakya Niti In Gujarati : મહાન અર્થશાસ્ત્રી અને રણનીતિકાર તરીકે આચાર્ય ચાણક્યનું નામ લેવામાં આવી રહ્યું છે. તેમણે એક નીતિશાસ્ત્રની રચના કરી છે, જેમાં તેમણે પૈસા, સંપત્તિ, સ્ત્રી, મિત્રો, કારકિર્દી અને લગ્ન જીવન સાથે સંબંધિત ઘણી બાબતોનો ઊંડાણપૂર્વક ઉલ્લેખ કર્યો છે. વળી, ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્યએ સરળ રીતે જીવનની જટીલતાઓને કેવી રીતે ઉકેલી શકાય તે સમજાવ્યું છે. આ સાથે જ ચાણક્યએ પોતાની નીતિશાસ્ત્રમાં 4 એવી આદતોનો ઉલ્લેખ કર્યો છે, જે કોઇ પણ વ્યક્તિના વિનાશ અને બરબાદીનું કારણ બની શકે છે. આવો જાણીએ શું છે આ આદતો …
બેદરકાર ન બનો
આચાર્ય ચાણક્યના મતે વ્યક્તિએ ક્યારેય કોઈ પણ કામમાં બેદરકારી ન રાખવી જોઈએ. કારણ કે બેદરકારી હંમેશા નુકસાન તરફ દોરી જાય છે. કારણ કે બેદરકારીથી કામમાં વિલંબ થાય છે, જે કાર્યનું મહત્વ દૂર કરે છે.
આળસુ ન બનો
ચાણક્ય કહે છે કે વ્યક્તિએ હંમેશાં શિસ્તતા સાથે જીવવું જોઈએ અને દરેક કાર્યનો સમય નક્કી કરવો જોઈએ. કારણ કે જો કોઈ વ્યક્તિ આળસુ હોય તો તે પોતાનું કામ સમયસર પૂરું કરી શકતો નથી. દરેક કાર્ય સમયસર પૂર્ણ કરો.
નશો ન કરો
વ્યક્તિએ ક્યારેય નશો ન કરવો જોઈએ. કારણ કે નશો એ વિનાશનું મૂળ છે અને નશો માનસિક અને શારીરિક નુકસાન પહોંચાડે છે. નશો કરનાર વ્યક્તિ ખરાબ સંગતમાં જાય છે અને ભવિષ્ય બગાડે છે. નશો વ્યક્તિને મોત સુધી લઈ જાય છે.
ખરાબ સંગત ન કરવી
આચાર્ય ચાણક્યના મતે વ્યક્તિએ હંમેશા ખરાબ સંગતથી દૂર રહેવું જોઈએ. કારણ કે વ્યક્તિ જેવા વ્યક્તિઓ સાથે રહે તેમના જેવો બને છે. વળી, ખરાબ સંગત કરવાથી વ્યક્તિ પોતાના પૈસા અને સમય બંનેનો વ્યય કરે છે. સાથે જ તેને સમાજ અને પરિવારમાં કોઈ સમ્માન મળતું નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us