Chhath Puja 2025 Mahaprasad Recipes: લોક આસ્થા અને શ્રદ્ધાનો મહા પર્વ છઠ બિહાર, ઝારખંડ, પૂર્વીય ઉત્તર પ્રદેશ અને નેપાળના તરાઈ પ્રદેશોમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર સૂર્ય દેવ અને છઠી મૈયાને સમર્પિત છે. ચાર દિવસના આ પર્વમાં વ્રતી કડક નિયમોનું પાલન કરે છે. આ વખતે 25 ઓક્ટોબર એટલે કે શનિવારથી છઠ પૂજા શરૂ થઈ છે.
છઠની શરૂઆત નહાય-ખાયથી થાય છે. બીજા દિવસે ખરના હોય છે, જ્યારે ત્રીજા દિવસે વ્રતી સાંજે આથમતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરે છે. જ્યારે ચોથા દિવસે એટલે કે અંતિમ દિવસે ઉગતા સૂરજને અર્ઘ્ય આપવામાં આવે છે અને આ દિવસે છઠ તહેવાર સમાપ્ત થાય છે. છઠ પૂજામાં પ્રસાદનું પણ વિશેષ મહત્વ હોય છે. અમે તમને જણાવીશું કે છઠમાં કઈ વાનગીઓ બનાવવામાં આવે છે.
છઠ ઉત્સવની શરૂઆત કદ્દુ-ભાતથી થાય છે
છઠની શરૂઆત નહાય-ખાયથી થાય છે. આ દિવસે લોકો સાત્વિક ભોજન તરીકે કદ્દુ ભાત બનાવે છે. મહિલાઓ આ પ્રસાદ બનાવીને છઠ માતાને અર્પણ કરે છે અને પછી તેને ગ્રહણ કરવામાં આવ છે. તે ચોખા, કદ્દુ, ચણાની દાળ અને સરસવના તેલની મદદથી બનાવવામાં આવે છે.
આ પણ વાંચો – કડવા નહીં પણ અમૃત છે આ પાન, લિવરથી લઇને ડાયાબિટીસ સુધીની કરે છે સારવાર!
છઠ પૂજા પર બને છે મહાપ્રસાદ
છઠનો સૌથી પ્રસિદ્ધ પ્રસાદ ઠેકુઆ છે, જેને મહાપ્રસાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઠેકુઆ ખૂબ જ સાફ-સફાઇથી બનાવવામાં આવે છે. તેને ઘઉંના લોટ, સૂકા નાળિયેર અને ઘીની મદદથી તૈયાર કરવામાં આવે છે. તેને ઘી અથવા રિફાઇન્ડ તેલમાં તળવામાં આવે છે. તે બનાવવો એકદમ સરળ છે.
રસિયા
છઠ પર પણ રસિયા પણ બનાવવામાં આવે છે. તે ગોળની ખીર હોય છે અને ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. તે સામાન્ય ખીરની જેમ જ બનાવવામાં આવે છે. તેને બનાવવા માટે ચોખા, દૂધ અને ગોળનો ઉપયોગ કરવામાં આવે છે.





