કેન્સર પ્રિવેંશન: છવી મિત્તલ કહે છે કે પોઝિટિવ માઈન્ડસ સેટથી આવે ઝડપી રિકવરી,નિષ્ણાતો પણ છે સંમત

Chhavi Mittal Cancer Treatment : છવી મિત્તલ (Chhavi Mittal ) એ કેન્સરની સારવાર (Cancer Treatment ) લઈ રહેલા લોકોને આ પડકારજનક બીમારી દરમિયાન હકારાત્મક રહેવા અને વિશ્વાસ રાખવાની સલાહ આપી હતી.

Written by shivani chauhan
February 26, 2023 09:33 IST
કેન્સર પ્રિવેંશન: છવી મિત્તલ કહે છે કે પોઝિટિવ માઈન્ડસ સેટથી આવે ઝડપી રિકવરી,નિષ્ણાતો પણ છે સંમત
છવી મિત્તલ કહે છે કે હકારાત્મક વલણ અને વિશ્વાસ તમને તમારી કેન્સરની સારવાર દ્વારા સફળતાપૂર્વક સફર કરવામાં મદદ કરી શકે છે. (તસવીર સ્ત્રોત: ઇન્સ્ટાગ્રામ/છાવી મિત્તલ)

‘કેન્સર’ શબ્દ લોકોમાં ભય પ્રેરિત કરવા માટે પૂરતો છે, જેનું નિદાન કરનારાઓ માટે ઘણી વખત પોઝિટિવ રહેવું મુશ્કેલ બને છે. જો કે, અભિનેત્રી-નિર્માતા છવી મિત્તલ, જે કેન્સર સર્વાઈવર પણ છે, તે માને છે કે જો કોઈ વ્યક્તિ તેમની કેન્સર સારવારની યાત્રા સકારાત્મક અને આશાવાદી વલણ સાથે શરૂ કરે છે, તો રિકવરી ઝડપી આવી શકે છે.

તાજેતરના એક ઇન્સ્ટાગ્રામ વિડિયોમાં, 42 વર્ષીય વ્યક્તિએ HCG-ICS ખુશચંદાની કેન્સર સેન્ટરના મેડિકલ ઓન્કોલોજીના ડાયરેક્ટર ડૉ. સચિન ત્રિવેદી સાથે આ વિશે વાત કરી હતી. કેન્સર ખરેખર સાધ્ય છે તે વાતને ફરી કહેતા, છવીએ કહ્યું કે, “મને લાગે છે કે કેન્સરની આસપાસ આ સંપૂર્ણ ટેબુ છે કે તે હંમેશા અસાધ્ય છે અને તે મૃત્યુ થઇ શકે છે. પરંતુ તે સાચું નથી અને તેના ઈલાજ માટે યોગ્ય સારવાર ઉપલબ્ધ છે.” તેણે ઉમેર્યું હતું કે સ્તન કેન્સરનું નિદાન થયા પછી, એકવાર તેણે “મારી પ્રોસેસનો અભ્યાસક્રમ, કે અમે સ્ટેપ A, સ્ટેપ B, સ્ટેપ સી કરીશું અને પછી સંભાળ, હું જાણતી હતી કે તે કરી શકાય તેવું હતું,”

જેમ કે, છવીએ કેન્સરની સારવાર લઈ રહેલા લોકોને આ પડકારજનક પ્રવાસ દરમિયાન હકારાત્મક રહેવા અને વિશ્વાસ રાખવાની સલાહ આપી હતી. ડૉ. ત્રિવેદી સંમત થયા અને ઉમેર્યું હતું કે, “એ બતાવવા માટે પૂરતા પુરાવા છે કે જે લોકો મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતા હોય છે અને સકારાત્મક રહેવાનો પ્રયાસ કરે છે, તેઓ વધુ સારા પરિણામો મળે છે.”

છવી મિત્તલ કહે છે કે હકારાત્મક વલણ અને વિશ્વાસ તમને તમારી કેન્સરની સારવાર દ્વારા સફળતાપૂર્વક સફર કરવામાં મદદ કરી શકે છે. (તસવીર સ્ત્રોત: ઇન્સ્ટાગ્રામ/છાવી મિત્તલ)

આ પણ વાંચો: હેલ્થ અપડેટ: બ્લડ કેન્સર અને HIV પોઝિટિવ વ્યક્તિને આપ્યું નવું જીવન, ડોક્ટરોએ કરી આ ખાસ થેરાપી

શારદા હોસ્પિટલ, ગ્રેટર નોઇડાના ડાયરેક્ટર અને વરિષ્ઠ કન્સલ્ટન્ટ ઓન્કોલોજિસ્ટ ડૉ. અનિલ ઠકવાણી, indianexpress.com સાથે વાત કરતી વખતે સંમત થયા હતા કે તમે કેન્સરને દૂર કરી શકો છો તે માનવું મહત્વપૂર્ણ છે. “ઘણા કારણોને લીધે હકારાત્મક વલણ આવશ્યક છે.”

તેમણે સમજાવ્યું હતું કે, “તે હવે સાબિત થયું છે કે રોગપ્રતિકારક શક્તિ આપણા શરીરમાં કેન્સરને કંટ્રોલ કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે,” , ઉમેર્યું કે આપણા શરીરમાં કેન્સરના કોષો પ્રિમેલિગ્નન્ટ સ્થિતિમાં છે અને આપણી રોગપ્રતિકારક શક્તિને કારણે કંટ્રોલમાં રહે છે. “પરંતુ એકવાર તમને કેન્સર હોવાનું ડિટેકટ થઈ જાય અને તમે નિરાશ થઈ જાઓ તો તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટી શકે છે.”

આ પણ વાંચો: શું ઊંટનું કાચું દૂધ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે?

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “એકવાર દર્દીનું જીવન પ્રત્યે નકારાત્મક વલણ હોય છે, રોગપ્રતિકારક શક્તિ આપમેળે ઘટી જાય છે. અને આપણી રોગપ્રતિકારક શક્તિ કેન્સરના કોષોને નિયંત્રિત કરતી હોવાથી, આ કેન્સરના કોષો સામે આવે છે. વધુ ને વધુ કેન્સરના કોષો આપણા શરીર પર સત્તા મેળવી શકે છે અને વિનાશ સર્જી શકે છે.”

તેમણે વધુમાં કહ્યું કે નકારાત્મક વલણ આપણા ચેતાપ્રેષકો અને હોર્મોન્સને અસર કરી શકે છે.તેમણે કહ્યું કે, “આપણા શરીરમાં અમુક રસાયણો, ન્યુરોટ્રાન્સમીટર અને હોર્મોન્સ હોય છે, જે સકારાત્મક વલણ હોય ત્યારે બહાર આવે છે અને તે આપણા શરીરને કેન્સરની ખરાબ અસરોથી બચાવે છે અથવા કેન્સરના કોષોને આવતા અટકાવે છે. આ નિવારક પદ્ધતિ, જો કે, જ્યારે આપણે નકારાત્મક વલણ ધરાવીએ છીએ ત્યારે નબળી પડી જાય છે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ