Children Car Safety Tip: કાર ની અંદર બાળક ફસાઇ ગયું છે? આ 5 કાર સેફ્ટી ટીપ્સ વડે બાળકનો જીવ બચાવો

Car Safety Tips for Kids (ચિલ્ડ્રન કાર સેફ્ટી ટીપ): કાર લોક થઇ બાદ અંદર ફસાયેલા બાળકનો જીવ જોખમમાં મુકાઇ શકે છે. અહીં સરળ 5 ટીપ્સ આપવામાં આવી છે, જે કારની અંદરથી બાળકને સુરક્ષિત બહાર નીકાળવામાં અને જીવ બચાવવામાં મદદરૂપ થશે.

Car Safety Tips for Kids (ચિલ્ડ્રન કાર સેફ્ટી ટીપ): કાર લોક થઇ બાદ અંદર ફસાયેલા બાળકનો જીવ જોખમમાં મુકાઇ શકે છે. અહીં સરળ 5 ટીપ્સ આપવામાં આવી છે, જે કારની અંદરથી બાળકને સુરક્ષિત બહાર નીકાળવામાં અને જીવ બચાવવામાં મદદરૂપ થશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Children Car Safety Tips | Car Safety Tips

Children Car Safety Tip: બાળક માટે કાર સેફ્ટી ટીપ્સ. (Photo: Freepik)

Car Safety Tips to Keep Your Child Safe: કાર ચલાવતી અને પાર્ક કરતી વખતે ઘણી સાવધાની રાખવી જરૂરી છે. આપણે ઘણી વખતે બાળક કારની અંદર હોય અને કાર લોક થઇ જતા બાળકનું મોતના સમાચાર સાંભળકા હોયે છીએ. કાર લોક થયા બાદ ગૂંગળામણના કારણે બાળકોના મોત થયા છે.

Advertisment

આવી દુઃખદ ઘટના ન બને તેની માટે બાળકને ક્યારેય કારની અંદર એકલું છોડવું નહીં. જો બાળકને કારની અંદર એકલું મૂકો તો કારની વિન્ડો ખુલ્લી રાખવી જોઇએ. અહીં કાર લોક થઇ જાય ત્યારે બાળકને કેવી રીતે બચાવવું તેની સરળ 6 ટીપ્સ આપવામાં આવી છે.

  1. કાર લોક થઇ જાય અને બાળક અંદર હોય ત્યારે તરત જ બચાવ કામગીર શરૂ કરી દેવી જોઇએ. રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવાની પહેલા ડોક્ટર એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી દેવી જોઇએ. જેથી બાળકને કારમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા બાદ તાત્કાલિક મેડિકલ સારવાર મળી રહે.
  2. કાર લોક થઇ ગયા બાદ બાળક અંદર ફસાઇ જાય તો સૌથી પહેલા ગાડીના કાચ પર બહારની બોડી પર પાણી રેડો કે કાપડ ભીનું કરી કારની સ્ટીલ બોડીને ઢાંકી દો. આમ કરવાથી કારની અંદરનું તાપમાન સામાન્ય રહેશે. એક સંશોધન અનુસાર આમ કરવાથી કારની અંદરનું તાપમાન 10 ડિગ્રી સુધી ઘટાડી શકાય છે.
  3. જો કાર તડકામાં પાર્ક છે અને બાળક અંદર લોક થયાના 5 થી 10 મિનિટ જેટલો સમય વિતી ગયો છે તો મોડું કર્યા વગર તરત જ કાર વિન્ડનો કાચ તોડી નાંખો. કારણ કે તડકામાં પાર્ક કરવાના લીધે કારની અંદરનું તાપમાન ઝડપથી વધી જાય છે, જે અસહ્ય હોય છે. કાર લોક હોવાથી અંદરની ગરમ બહાર નીકળી શકતી નથી અને ગૂગળામણના કારણે બાળક બેહોશ થઇ શકે છે અને જીવ જોખમમાં મુકાય છે. આથી કારનો કાચ તોડી બાળકને બહાર કાઢવાનો પ્રયાસ કરવો જોઇએ.
  4. કાર લોક થઇ ગયા બાદ બાળક અંદર ફસાઇ ગયુ હોય તો કારનો કાચ તોડી નાંખવો જોઇએ. જો કે કારનો કાચ તોડતી વખતે સાવધાની રાખવી જોઇએ, કારણ કે કાચ વાગવાથી બાળકને ઇજા પહોંચી શકે છે. બાળક કારમાં જ્યાં બેઠું હોય તેની વિરુદ્ધ દિશાનું કાચ તોડવો જોઇએ, જેથી કાચ તોડતી વખતે બાળકને કાચ વાગે નહીં. એક વાત ધ્યાનમાં રાખો કે હથોડી કે કોઇ વસ્તુ 110 થી 130 ડિગ્રીના એંગલ પર રાખી કાચ પર મારવું જોઇએ. કાચ તોડતી વખતે ક્યારેય હથોડી 180 ડિગ્રી એંગલથી મારવી જોઇએ નહીં. આમ કરવાથી કાચ તોડીને ચારે બાજુ ફેલાઇ જાય છે અને બાળકને ઇજા પહોંચી શકે છે.
  5. કાર લોક થયા બાદ લાંબા સમય સુધી અંદર રહેવાથી બાળકનો શ્વાસ ફુલવા લાગે છે. આવી સ્થિતિમાં બાળકને બહાર કાઢ્યા બાદ તેને તરત જ એકદમ ઠંડા વાતાવરણમાં લઇ જવો નહીં અને ઠંડુ પાણી પણ પીવડાવું નહીં. આમ કરવાથી બાળકને નિમોનિયા કે અન્ય બીમારી થઇ શકે છે. આથી કાર માંથી બાળકને બહાર કાઢ્યા બાદ તેને થોડાક સમય સુધી સામાન્ય તાપામાન વાળા માહોલમાં રાખો. જો જરૂર જણાય તો મેડિકલ સારવાર આપવી જોઇએ.
જીવનશૈલી health tips Auto news