આખું વર્ષ આતુરતાથી રાહ જોનાર વેલેન્ટાઇન વીક 2023ની શરૂઆત થઇ ગઇ છે. આ વેલેન્ટાઇન વીકની શરૂઆત રોઝ ડે સેલિબ્રેશન સાથે થઇ ચૂકી છે. રોઝ ડે 2023ને ભાવભર્યો સેલિબ્રેટ કર્યા બાદ ‘પ્રપોઝ ડે’માં ઘણા લોકોએ પોતાની લાગણી ગમતી વ્યક્તિ સાથે શેર કરી હશે. પ્રપોઝ ડે નિમિતે ઘણા લોકોએ પોતાના પ્રેમનો એકરાર કરી જીંદગીની નવી સફર શરૂ કરી દીધી હશે. પ્રપોઝ ડે પછી ચોકલેટ ડે આવે છે. 9 ફેબ્રુઆરીના રોજ ચોકલેટ ડે મનાવવામાં આવે છે.
વેલેન્ટાઇન વીકનો આ ત્રીજો દિવસ હોય છે. ચોકલેટ ડેને ખાસ અને યાદગાર બનાવવા માટે લોકો અનેક તૈયારીઓમાં લાગી ગયા છે. પરંતુ શું તમે જાણો છો ચોકલેટના હોર્મોનલ કનેક્શન વિશે? ચોકલેટને પ્રેમ સાથે ખાસ કનેક્શન છે. આ કનેક્શન માત્ર ખાવા માટે જ નહીં, પરંતુ મન, સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. તમને જાણીને નવાઇ લાગશે કે ચોકલેટ ખાવાથી તમારો મુડ પણ સારો થઇ જાય છે. આ સાથે જ તમારો ઉદાસ મૂડ પણ ગાયબ થઇ જશે.

ચોકલેટ તમારા મનમાં દબાયેલી ઇચ્છાઓને બહાર લાવે છે અને સાથે પ્રેમીને રોમાન્સ માટે ઉત્તેજીત કરે છે. પહેલાનાં સમયમાં યુરોપીય રાજઘરોમાં પ્રેમીઓના પ્રેમને ઉત્તેજીત કરવા માટે ચોકલેટ આપવાની પરંપરા હતી. તાજેતરમાં થયેલા એક અભ્યાસ અનુસાર ચોકલેટ ખાનારી મહિલાઓ કરતા જે મહિલાઓએ ચોકલેટ ખાધી ન હતી એમનામાં રોમાન્સની ઇચ્છા વઘારે હોય છે. આમ, વાત કરવામાં આવે તો જે મહિલાઓએ ચોકલેટ ખાધી ન હતી એમનામાં રોમાન્સની તુલના ઘણી ઓછી હતી.
ચોકલેટ અંગે સાયન્સ શું કહે છે તેની વાત કરીએ તો ચોકે઼લેટ મસ્તિષ્કને રાહત અપાવાતું રસાયણ છોડે છે અને ઉર્જા તેમજ વ્યક્તિના ઇચ્છા લેવલને વધારે છે.

ચોકલેટ ખાવાથી હેપ્પી હોર્મોન વધે છે જેના કારણે મુડ સારો થાય છે. આમ, જ્યારે તમારો મુડ ખરાબ હોય ત્યારે તમે ચોકલેટ ખાઓ છો તો મુડ સારો થાય છે અને સાથે તમે રિલેક્સ ફિલ કરો છો.
શું તમે જાણો ચોકલેટમાં ક્યાં હોર્મોન હોય છે? ચોકલેટમાં સેરોટોનિન અને એન્ડોર્ફિન હોર્મોન હોય છે જે સ્ટ્રેસને ઓછુ કરવામાં અને ખુશ રાખવામાં મદદ કરે છે. એન્ડોર્ફિન દર્દ નિવારક હોર્મોન છે જે શરીરમાં હેપ્પી હોર્મોનનું વધારવાનું કામ કરે છે. આ સાથે જ પોલીફેનોલ્સ અને એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે જે મુડને બુસ્ટ કરે છે.
સામાન્યપણે ઘણાં લોકો ડાર્ક ચોકલેટ દરરોજ ખાતા હોય છે. ડાર્ક ચોકલેટ ખાવાથી હેલ્થ અને સ્કિનને અનેક ઘણો ફાયદો થાય છે. આમ, જો તમે સતત સ્ટ્રેસમાં રહો છો તો તમારે ડેઇલી ડાર્ક ચોકલેટ ખાવી જોઇએ. ડાર્ક ચોકલેટ તમને ડિપ્રેશનની સમસ્યામાંથી પણ બહાર લાવવાનું કામ કરે છે. તો તમે પણ ખાસ અંદાજમાં ચોકલેટ ડે મનાવો.
આ પણ વાંચો: Chocolate Day 2023: ભારતમાં ચોકલેટ દિવસનું મહત્વ
હવે તમે કંઇ ચોકલેટ આપશો તો તમારો પાર્ટનર કે તમારી પાર્ટનર ખુશ થઇ જશે તો બજારમાં અત્યારે વિવિધ પ્રકારની અઢળક ચોકલેટો પ્રાપ્ય છે. પરંતુ જો તમે ગમતી વ્યક્તિને હોમમેડ ચોકલેટ આપશો તો તે સ્પેશિયલ અનુભવશે. સાથે જ ચોકલેટ એક એવી વસ્તુ છે જે સંબંધોમાં મીઠાસ ભેળવવાનું કાર્ય કરે છે. ઘરે ચોકલેટ બનાવવી ખુબ જ સરળ છે. મહત્વનું છે કે, પ્રેમ અને ચોકલેટનો હંમેશાથી ખાસ સંબંધ રહ્યો છે.
હોમમેડ ચોકલેટ બનાવવાની સામગ્રી
એક કપ ખાંડ
એક કપ કોકો પાવડર
એક કપ મિલ્ક પાવડર
એક ચમચી વેનિલા એસેન્સ
ચોકલેટ બનાવવાની રીત
ચોકલેટ બનાવવા માટે સૌ પ્રથમ એક મોટું વાસણ લો અને એમાં પાણી ગરમ કરવા માટે મુકો.
ગરમ પાણી પર એક મોટો બાઉલ મુકો.
ગરમ પાણીને કારણે બાઉલ પણ ગરમ થઇ જશે.
ગરમ બાઉલમાં બટર નાંખો. આમ કરવાથી બટર પીગળી જશે.
ગરમ બાઉલમાં રાખેલુ બટર પીગળી જાય એટલે એક મોટી ચમચીની મદદથી માખણને હલાવી દો જેથી કરીને પ્રોપર રીતે પીગળી જાય.
પીગળેલા માખણમાં ખાંડ નાંખો અને બરાબર મિક્સ કરી લો.
ખાંડ મિક્સ થઇ જાય એટલે કોકો પાવડર અને મિલ્ક પાવડર મિક્સ કરી લો.
આ મિશ્રણને સતત હલાવતા રહો.
મિક્સર ધીરે-ધીરે પીગળવા લાગશે અને સારી રીતે મેલ્ટ થઇ જશે.
આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી ચોકલેટ મોલ્ડ લો અને એમાં આ મિશ્રણ ભરીને ઠંડીમાં ફ્રિજરમાં મુકી દો.
2 કલાક પછી ફ્રિજમાંથી મોલ્ડ બહાર કાઢો અને એમાંથી ચોકલેટ કાઢી લો.
તો તૈયાર છે હોમમેડ ચોકલેટ.
આ હોમમેડ ચોકલેટ તમે તમારા પાર્ટનર તેમજ બોય ફ્રેન્ડને ખવડાવો છો તો એ ફિદા થઇ જાય છે.
આ ચોકલેટ તમે આ માપથી બનાવશો તો મસ્ત બનશે અને તમને ખાવાની પણ મજા આવશે.