Chocolate Day : વેલેન્ટાઈન વીક (Valentine’s week) ચાલી રહ્યો છે. પ્રેમની કબૂલાત કરવા લવબર્ડ્સ આ સમયની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. આમ તો ખાસ દિવસ 14 ફેબ્રુઆરી (February 14) એ આવે છે. પરંતુ આ દિવસના એક સપ્તાહ પહેલા વેલેન્ટાઈન વીક શરૂ થાય છે. શરૂઆત રોઝ ડે, પ્રપોઝ ડે અને પછી ચોકલેટ ડે આવે છે, આજે ચોકલેટ ડે (Chocolate Day) છે. જો તમે તમારા પાર્ટનરને ચોકલેટ આપવાનું વિચારી રહ્યા હોવ તો આ હેલ્થી ઓપ્શન વિષે જાણો,

જો તમે પણ ડાર્ક ચોકલેટના શોખીન છો અને જો તમને પણ ડાર્ક ચોકલેટ ખાવાનું પસંદ છે તો તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે નવા સંશોધનો દર્શાવે છે કે ડાર્ક ચોકલેટ ન માત્ર તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, પરંતુ તમારા મગજને તેજ અને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. તેથી જો તમે તમારા હૃદય અને મગજની સંભાળ રાખવા માંગતા હો. તો તમે ડાર્ક ચોકલેટ બિન્દાસ પણ ખાઈ શકો છો. પરંતુ કેટલું ખાવું તે જાણવું પણ જરૂરી છે. સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસરો પણ જાણવી જોઈએ. ચાલો જોઈએ ડાર્ક ચોકલેટ (dark chocolate) ના સ્વાસ્થ્ય લાભ અને આડ અસરો વિષે જાણીએ,
ડાર્ક ચોકલેટના સ્વાસ્થ્ય ફાયદા
હૃદય માટે ફાયદાકારક : તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત ડાર્ક ચોકલેટ ખાવાથી હૃદય રોગથી બચી શકાય છે. એક નવા સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે ચોકલેટમાં રહેલા પોષક તત્વો સારા કોલેસ્ટ્રોલના સ્તરને વધારવામાં મદદ કરે છે.સંશોધકોના જણાવ્યા અનુસાર, ચોકલેટ ફ્લેવોનોઈડ્સ, પોલિફીનોલ્સ, મેથાઈલક્સેન્થાઈન અને સ્ટીઅરિક એસિડ જેવા પોષક તત્વોથી ભરપૂર છે, જે બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ કરે છે અને લોહીના પ્રવાહને સરળ બનાવે છે. આ ઉપરાંત, ડાર્ક ચોકલેટમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે બ્લડ પ્રેશર ઘટાડીને તણાવ દૂર કરે છે. તેથી ડાર્ક ચોકલેટ ખાવાથી મગજ સ્વસ્થ રહે છે અને તણાવ પણ ઓછો થાય છે.
સ્કિન માટે ફાયદાકારક : ડાર્ક ચોકલેટમાં રહેલા એન્ટીઑકિસડન્ટો ત્વચાને સુરક્ષિત કરવામાં અને એકંદર આરોગ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. ઓછી માત્રામાં ડાર્ક ચોકલેટનું સેવન તમારા સ્વાસ્થ્ય અને ચમકતી ત્વચા માટે વધુ ફાયદાકારક છે.
આ પણ વાંચો: Valentine Week : સંબંધને જીવનભર ટકાવી રાખવા તમારા પાર્ટનર માટે આટલું કરો
ડાર્ક ચોકલેટના ગેરફાયદા
ડાર્ક ચોકલેટમાં કેલરી વધુ હોય છે. તેમાં રહેલી સુગરઅને ચરબી વજનમાં વધારો કરી શકે છે, જે સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે. જ્યારે તમે ડાર્ક ચોકલેટ સંયમિત રીતે ખાઓ છો, ત્યારે તે સંતુલિત આહારનો ભાગ બની જાય છે. ડાર્ક ચોકલેટમાં રહેલા એન્ટીઑકિસડન્ટો હૃદય અને મગજના સ્વાસ્થ્ય માટે સારા છે, પરંતુ ડાર્ક ચોકલેટમાં કેલરી, શુગર અને ફેટની માત્રા વિશે ધ્યાન રાખવું જરૂરી છે.
ડાર્ક ચોકલેટના વધુ પડતા સેવનથી વજન વધી શકે છે, આ ડાર્ક ચોકલેટના સ્વાસ્થ્ય લાભોને ઘટાડે છે.તે ઉપરાંત, એલર્જી ધરાવતા લોકો અથવા અમુક દવાઓ લેતા હોય તેઓએ ડાર્ક ચોકલેટ (Chocolate Day) નું સેવન કરતી વખતે સાવચેત રહેવું જોઈએ. ડાર્ક ચોકલેટની આરોગ્ય પર થતી અસરો બહુ ઓછી હોય છે. આ ચોકલેટ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક નથી કે બહુ ખરાબ પણ નથી. આ ચોકલેટનું ઓછી માત્રામાં સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને ચોક્કસ ફાયદો થશે.





