Navratri Sattvic Food Without Onion Garlic Recipe : નવરાત્રી દરમિયાન ઘણા ઘરોમાં ડુંગળી લસણ ખાવામાં આવતું નથી. આવી સ્થિતિમાં ઘરમાં ઘણીવાર એક મૂંઝવણ હોય છે કે, એવી કઇ વાનગી બનાવવી જે ટેસ્ટી હોય અને ડુંગળી અને લસણ વગર બનાવી શકાય. નવરાત્રિમાં પુરી અથવા ભાત સાથે ખાવા માટે તમે ડુંગળી લસણ વિના ચણા છોલે બનાવી શકો છો. આ સબ્જી બનાવવી સરળ છે. ચાલો જાણીયે ડુંગળી લસણ વગર છોલે બનાવવાની રીત
Chole Recipe Without Onion Garlic : ડુંગળી લસણ વગર છોલે કેવી રીતે બનાવવા?
ડુંગળી લસણ વગર છોલે બનાવવા માટે સામગ્રી
- કાબુલી ચણા – 1 કપ (આખી રાત પલાળેલા)
- ટામેટા – 2 નંગ (છીણા સમારેલા)
- આદુની પેસ્ટ – 1 ચમચી
- મરચાા – 1 થી 2 (ઝીણા સમારેલા)
- લીલું કોથમીરું – 1 ચમચી
- ચા ભુકી – 1 નાની પોટલીમાં બાંધવી
- તમાલ પત્ર – 1 ચમચી
- જીરું – 1 ચમચી
- હળદર – 1 ચમચી
- કોથમીર – 1 ચમચી
- લાલ મરચાં પાવડર – સ્વાદ અનુસાર
- ગરમ મસાલો – 1/2 ચમચી
- મીઠું – સ્વાદ મુજબ
- તેલ – 2 ચમચી
Chole Recipe In Gujarati : ડુંગળી લસણ વગર છોલે બનાવવાની રીત
નવરાત્રીમાં ડુંગળી અને લસણ વગર છોલે બનાવવા માટે સૌ પ્રથમ કાબુલી ચણા આખી રાત પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ સવારે કૂકરમાં ચણા બાકી લો. ચા ભુક્કીની એક પોટલી બનાવી કુકરમાં મૂકવી. ચણા બાફતી વખતે જ મીઠું ઉમેરો. લગભગ 5 સીટી સુધી બાફો. ત્યાર પછી કુકર ખોલી ચા ભુક્કીની પોટલી બહાર કાઢી લો.
હવે એક કઢાઇમાં તેલ ગરમ કરો. જીરું અને તમાલ પત્રનો તડકો લગાવી. આ પછી તેમાં આદુ અને લીલા મરચાં નાંખી સાંતળી લો. ત્યારબાદ ઝીણા સમારેલા ટામેટા સાંતળો. હવે હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો નાંખી મસાલા ફ્રાય કરો. મસાલા માંથી તેલ છુટું પડે ત્યાં સુધી ફ્રાય કરો.
છેલ્લે મસાલામાં બાફેલા કાબુલી ચણા નાંખી સારી રીતે મિક્સ કરો. જરૂર મુજબ થોડુંક પાણી ઉમેરો અને ધીમા તાપે 5 થી 10 મિનિટ સુધી પકવવા દો. કઢાઇમાં ઉકાળો આવે એટલે ગેસ બંધ કરી દો. હવે છેલોમાં લીબુંનો રસ અને લીલું કોથમીર ઉમેરો. આ સત્વીક છોલે પુરી કે પરાઠા સાથે ખાઇ શકાય છે.