કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે શ્રેષ્ઠ 8 પાવરફૂલ ફૂડ્સ: ફક્ત 7 દિવસમાં ફેરફાર અનુભવો!

8 Best Food for Cholesterol: કોલેસ્ટ્રોલ ઝડપથી ઘટાડવો છે? આ 8 પાવરફૂલ ફૂડ્સ જેમ કે ઓટ્સ, કઠોળ, ફેટી ફિશ, બદામ, અને લીલા શાકભાજી હ્રદયને મજબૂત બનાવે છે અને LDL ઘટાડે છે. આજે જ આહારમાં ઉમેરો!

8 Best Food for Cholesterol: કોલેસ્ટ્રોલ ઝડપથી ઘટાડવો છે? આ 8 પાવરફૂલ ફૂડ્સ જેમ કે ઓટ્સ, કઠોળ, ફેટી ફિશ, બદામ, અને લીલા શાકભાજી હ્રદયને મજબૂત બનાવે છે અને LDL ઘટાડે છે. આજે જ આહારમાં ઉમેરો!

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે શ્રેષ્ઠ 8 પાવરફૂલ ફૂડ્સ: ફક્ત 7 દિવસમાં ફેરફાર અનુભવો । Cholesterol Ghatadva Mate Top 8 Foods

Best Food For Cholesterol: કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ઉપયોગી છે આ વસ્તુઓ (ફોટો ક્રેડિટ સોશિયલ)

કોલેસ્ટ્રોલ એ શરીરમાં રહેલી એક પ્રકારની ચરબી છે. જે શરીરના વિવિધ કોષો માટે મહત્વનું કામ કરે છે. પરંતુ જો કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો એ હ્રદય રોગ સહિત અન્ય બિમારીઓ માટે કારણભૂત બને છે. સ્વસ્થ જીવન માટે શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ જળવાઇ રહે એ જરુરી છે. જેનું સ્તર નિયંત્રિત કરવા માટે આહારમાં ફેરફાર કરવો અત્યંત અસરકારક થઈ શકે છે. અહીં 8 ખોરાક વિશે વાત કરી છે જે સારા કોલેસ્ટ્રોલ (HDL) વધારવામાં અને ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડવામાં મદદ કરી શકે છે

Advertisment

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે શ્રેષ્ઠ 8 ખોરાક

કોલેસ્ટ્રોલ એ એક પ્રકારનું લિપિડ છે જે શરીરને ઘણી વિધિઓ માટે જરૂરી છે, પરંતુ વધુ માત્રામાં તે હ્રદય સંબંધિત રોગોનું કારણ બની શકે છે. ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડવા અને સારા કોલેસ્ટ્રોલ (HDL) વધારવા માટે આહાર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અહીં 8 શ્રેષ્ઠ ખોરાક અંગે માહિતી આપી છે છે જે તમારા ખરાબ કોલેસ્ટ્રોલને પ્રભાવશાળી રીતે ઘટાડવામાં મદદ કરી શકે એમ છે.

ઓટ્સ (Oats)

ઓટ્સ એ સવારે નાસ્તામાં સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં ફાઈબર વધુ પ્રમાણ હોય છે, જે ખોરાકમાંથી કોલેસ્ટ્રોલને શોષવા પર અસર કરે છે. બેટા-ગ્લુકાન, ઓટ્સમાં જોવા મળતું મુખ્ય પોષક તત્વ, LDL (ખરાબ કોલેસ્ટ્રોલ) ના સ્તરને ઘટાડવામાં મદદરૂપ છે. સવારે નાસ્તામાં ઓટમિલ લઇ શકાય તેમજ સ્મૂધીમાં પણ ઓટ્સ ઉમેરી શકાય છે.

સફરજન, નારંગી જેવા ફળો

સફરજન અને નારંગી જેવા ફળોમાં પેક્ટિન નામનું ફાઈબર હોય છે, જે શરીરમાંથી કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે. આ ફળોમાં એન્ટીઓક્સિડન્ટસ પણ હોય છે, જે હ્રદયને સુરક્ષિત રાખે છે. નાસ્તામાં આ ફળો ખાવા અથવા જ્યૂસ તરીકે પી શકાય છે.

Advertisment

ફેટી ફિશ (Fatty Fish)

ફેટી ફિશ ખાવી કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે આરોગ્યપ્રદ છે. સેલ્મન, મેકરલ અને ટ્યુના ફિશમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. જે હ્રદય માટે ફાયદાકારક છે અને ટ્રાયગ્લિસરાઇડને ઓછું કરે છે. ફેટી ફિશ શરદીમાં ખાવાથી રક્ત પ્રવાહમાં સારો અસરકારક ફેરફાર આવે છે. અઠવાડિયામાં 2-3 વાર ફેટી ફિશ ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદારુપ છે. ફિશને ગ્રિલ અથવા બેક કરીને ખાઇ શકાય છે.

બદામ અને અખરોટ

ડ્રાયફ્રૂટ્સમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્સ અને ફાઈબરનું પ્રમાણ વધારે છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને પ્રોત્સાહન આપે છે. બદામ અને અખરોટ બન્ને હ્રદય માટે શ્રેષ્ઠ છે. બદામ અને અખરોટ સીધા ખાઇ શકાય છે તેમજ તેનો પાઉડર બનાવી દૂધ સાથે કે સ્મૂધી બનાવી લઇ શકાય છે.

ઓલિવ ઓઇલ (Olive Oil)

મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્સથી ભરપૂર, ઓલિવ ઓઇલ LDL ઘટાડવામાં મદદરૂપ છે અને HDL વધારવામાં મદદ કરે છે. તે સેટ્યુરેટેડ ફેટનો ઉત્તમ વિકલ્પ છે. જમવામાં તમે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરી શકો છો તેમજ સલાડ ડ્રેસિંગ માટે પણ ઉપયોગ કરી શકો છો.

લીલા શાકભાજી (Leafy Greens)

લીલા શાકભાજી કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે બેસ્ટ છે. પાલક, કોળું, મીઠો લીમડો સહિત લીલા શાકભાજીમાં લ્યુટિન અને અન્ય પૃથ્થકાંશક ઘટકો હોય છે, જે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને હ્રદયના આરોગ્યને મજબૂત બનાવવા માટે મદદ કરે છે. લીલા શાકભાજી સૂપ, સલાડ અને બાફીને ઉપયોગ કરી શકાય છે.

કઠોળ (Legumes)

કઠોળ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર છે. જેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદારુપ છે. ચણા, મગ, મસૂર અને તુવર જેવી દાળ અને સિંગતેલ આરોગ્યપ્રદ ઉપયોગી સ્ત્રોત છે. તે પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે, જે LDL ઘટાડે છે અને રક્ત પ્રવાહને સંતુલિત કરે છે.

ડાર્ક ચોકલેટ

70% અથવા વધુ કાકો ધરાવતી ડાર્ક ચોકલેટ હ્રદય માટે ફાયદાકારક છે. તેમાં ફ્લેવનૉઇડ્સ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે. ડાર્ક ચોકલેટ મીઠાઈ તરીકે ખાઇ શકો છો. દરરોજ 30 ગ્રામ જેટલી મર્યાદિત માત્રામાં લઇ શકાય છે.

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે શું કરવું જોઈએ?

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તંદુરસ્ત આહાર અને કસરત બેસ્ટ ઉપાય છે. સારા કોલેસ્ટ્રોલ વધારતા અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડતા ફળો, ડ્રાયફ્રુટ્સ, લીલા શાકભાજી ખાવાનો આગ્રહ રાખવો જોઇએ. ધૂમ્રપાન ટાળવું જોઇએ કારણ કે ધૂમ્રપાન કરવાથી સારો કોલેસ્ટ્રોલ (HDL) ઘટે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) વધે છે.

ટ્રાયગ્લીસરાઇડ એટલે શું?

ચરબીના ઘટકમાં ત્રણ ફેટી એસિડ ગ્લીસરોલના અણુ સાથે જોડાય તેને ટ્રાયગ્લીસરાઇડ કહે છે. જેનું પ્રમાણ વધે તો હ્રદય, લીવર અને અન્ય કોષો માટે હાનિકારક છે. તંદુરસ્ત જીવન માટે ટ્રાયગ્લીસરાઇડ કંટ્રોલમાં હોવું જરુરી છે. બેઠાડું લાઇફસ્ટાઇલ અને વધુ પડતા ચરબીવાળા ખોરાકના સેવનથી ટ્રાયગ્લીસરાઇડ પ્રમાણ વધવા લાગે છે.

આ પણ વાંચો । TDS એટલે શું? એનું પ્રમાણ કેટલું હોવું જોઇએ?

કોલેસ્ટ્રોલના સ્તરને સક્ષમ રીતે નિયંત્રિત કરવા માટે આ 8 ખોરાકને તમારા દૈનિક આહારમાં સામેલ કરો. આ સાથે, તણાવ ઘટાડવો, નિયમિત વ્યાયામ કરવો અને સજીવન જીવનશૈલી અપનાવવી પણ તેટલી જ આવશ્યક છે. તમારા હ્રદયના આરોગ્ય માટે આ નાની, પણ પ્રભાવશાળી શરુઆત કરી શકો છો!

health tips