Cholesterol Levels Chart By Age : કોલેસ્ટેરોલ વધવાથી શરીરમાં સ્વાસ્થ્ય સમસ્યા ઉભી થાય છે. કોલેસ્ટેરોલ એ મીણ જેવો ચીકણો પદાર્થ છે જે બે પ્રકારનો હોય છે. એક કોલેસ્ટરોલ એલડીએલ કોલેસ્ટ્રોલ છે જેને ખરાબ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે અને બીજું એચડીએલ કોલેસ્ટ્રોલ જેને સારું કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવા પાછળ વધુ તેલ વાળા અને બિનઆરોગ્યપ્રદ ખોરાકનું સેવન અને શરીરિક પ્રવૃત્તિનો અભાવ જવાબદાર મનાય છે. તે લોહીની નસોમાં મીણની જેમ જમા થવા લાગે છે, જેના કારણે હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર અને સ્ટ્રોક જેવા જીવલેણ રોગો થાય છે.
LDL કોલેસ્ટ્રેલ શરીર માટે ખતરનાક
શરીરમાં એલડીએલ કોલેસ્ટ્રોલ લેવલ કન્ટ્રોલ કરવું મહત્વપૂર્ણ છે. કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે તેનું નિરીક્ષણ કરવું જરૂરી છે. દર 6 મહિને કોલેસ્ટ્રોલ લેવલની તપાસ કરવી જરૂરી છે.
ખરાબ કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા ગમે તે ઉંમરે કોઈને પણ થઈ શકે છે. હાલના સમયમાં યુવાનોમાં હાઈ કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડના વધારાને કારણે હાર્ટ એટેકના કેસ સામે આવી રહ્યા છે. યુવાનોએ 18 વર્ષની ઉંમરથી જ તેમના કોલેસ્ટ્રોલ લેવલની તપાસ શરૂ કરવી જોઈએ.
મેડિકલ ન્યૂઝ ટુડેના એક અહેવાલ મુજબ, 19 વર્ષ સુધીના યુવાનોમાં કોલેસ્ટ્રોલ (એલડીએલ) ની કુલ માત્રા 100 એમજી / ડીએલથી ઓછી હોવી જોઈએ. ઉંમર પ્રમાણે શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું જ રહે છે. આવો જાણીએ કે ઉંમર પ્રમાણે કોલેસ્ટ્રોલનું સ્તર કેટલું હોવું જોઈએ.
કોલેસ્ટ્રોલ લેવલ ઉંમર મુજબ
કુલ કોલેસ્ટ્રોલઃ 200 એમજી/ડીએલથી ઓછું કોલેસ્ટ્રોલ સારું માનવામાં આવે છે. 200 – 239 એમજી/ડીએલ વચ્ચેનું લેવલ કોલેસ્ટ્રોલ સામાન્ય ગણવામાં આવે છે અને 240 એમજી/ડીએલ કે તેથી વધુ હોય તો કોલેસ્ટ્રોલ ગણવામાં આવે છે.
- LDL (ખરાબ કોલેસ્ટ્રોલ) : 100 એમજી/ડીએલથી ઓછું આદર્શ છે.
- HDL (સારું કોલેસ્ટ્રોલ) : 60 એમજી/ડીએલ કે તેથી વધુ આદર્શ છે.
- LDL હાઇ કોલેસ્ટ્રોલ લેવલ : 160 એમજી/ડીએલ અથવા તેનાથી વધારે હોવું ઊંચું જોખમ ગણવામાં આવે છે.
- LDLનું અત્યંત ઊંચું લેવલ : 190 એમજી/ડીએલ કે તેથી વધુ હોય તો તેને ખૂબ જ ઊંચું જોખમ ગણવામાં આવે છે.
ઉમર કુલ કોલેસ્ટ્રોલ (MG/DL) LDL (ખરાબ કોલેસ્ટ્રોલ) (MG/DL) HDL (સારું કોલેસ્ટ્રોલ) (MG/DL) 20-29 વર્ષ 125 – 200 < 100 પુરુષ: > 40, સ્ત્રી: > 50 30-39 વર્ષ 125 – 200 < 100 પુરુષ: > 40, સ્ત્રી: > 50 40-49 વર્ષ 125 – 200 < 100 પુરુષ: > 40, સ્ત્રી: > 50 50-59 વર્ષ 125 – 200 < 100 પુરુષ: > 40, સ્ત્રી: > 50 60 વર્ષ અને તેથી વધુ 125 – 200 < 100 પુરુષ: > 40, સ્ત્રી: > 50