/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Cholesterol-Levels-Control-Tips.jpg)
Cholesterol Levels Control Tips: કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી સીધી હૃદય પર ખરાબ અસર થાય છે. (Photo: Freepik)
Cholesterol Levels Control Tips: શિયાળામાં શરીરના સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી પડે છે. સ્વસ્થ અને તંદુરસ્ત શરીર માટે લાઈફસ્ટાઈલ અને ડાયટનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તંદુરસ્ત શરીર માટે કોલેસ્ટરોલ લેવલ કન્ટ્રોલ કરવું પણ જરૂરી છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાથી તેની સીધી અસર હૃદય પર પડે છે. જેનાથી હાર્ટ પ્રોબ્લેમ્સ અને હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે. ઘણા અભ્યાસોમાં એવું પણ બહાર આવ્યું છે કે હૃદયના સ્વાસ્થ્યમાં ખોરાક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
વર્ષ 2019માં જર્નલ કરન્ટ મેડિસિનલ કેમિસ્ટ્રીમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર, વિટામિનથી ભરપૂર ખોરાક ખાવાથી તમારું સ્વાસ્થ્ય સુધરે છે અને હૃદય રોગનું જોખમ ઘટે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર દુનિયાભરમાં હૃદય રોગ એ મૃત્યુનું એકમુખ્ય કારણ છે. ચાલો જાણીયે શિયાળામાં કોલેસ્ટ્રોલ કેમ વધે છે અને કોલેસ્ટ્રોલને કેવી રીતે કન્ટ્રોલ કરી શકાય છે.
કોલેસ્ટ્રોલ એટલે શું?
કોલેસ્ટ્રોલ ચરબી જેવો ચીકણો પદાર્થ છે, જે આપણા આહાર દ્વારા શરીર સુધી પહોંચે છે અને નસોમાં જમા થવા લાગે છે. કોલેસ્ટરોલના બે પ્રકાર છે, એક એલડીએલ કોલેસ્ટ્રોલ (LDL Cholestero) અને બીજું એચડીએલ કોલેસ્ટ્રોલ (HDL Cholestero). એલડીએલ કોલેસ્ટ્રોલ એ ખરાબ કોલેસ્ટ્રોલ છે તો એચડીએલ કોલેસ્ટ્રોલ સારું કોલેસ્ટ્રોલ છે. શરીરમાં એચડીએલ કોલેસ્ટ્રોલ વધવાને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ વધવા લાગે છે અને હૃદયની બીમારીઓનો ખતરો વધી જાય છે.
શિયાળામાં કોલેસ્ટ્રોલ કેમ વધે છે?
શિયાળામાં ચરબીયુક્ત, તેલ અને જંક ફૂડ વધારે ખાવામાં આવે છે. જેમ કે, જ્યારે તમે ઘરે બેઠા હોવ અને શરદી થઈ રહી હોય, ત્યારે ચા સાથે ભજીયા કે તેલમાં તળેલી ચીજો ખાવી ગમે છે. સામાન્ય રીતે મનપસંદ વાનગી વધારે ખવાઇ જાય છે. તો બીજી બાજુ શિયાળામાં ચાલવું અને કસરત કરવી પણ ખૂબ જ ઓછી થઈ જાય છે, કારણ કે જો તમે બહાર જાઓ છો, તો ઠંડી લાગે છે. તેવી જ રીતે શિયાળામાં લાઇફસ્ટાઇલ પણ બદલાઇ જાય છે તેમજ ખાનપાનમાં પણ પરિવર્તન આવે છે. શારીરિક પ્રવૃત્તિ ઘટે છે, જેના કારણે સોડિયમ શરીરમાંથી બહાર આવી શકતું નથી. આ બધી સ્થિતિને કારણે રક્તવાહિનીઓ સંકોચાવા લાગે છે અને નસોમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થવા લાગે છે. ખરાબ કોલેસ્ટ્રોલ જમા થવાથી હૃદય પર દબાણ આવે છે અને હૃદયને લગતા રોગોનો ખતરો વધી જાય છે.
કોલેસ્ટ્રોલ કેવી રીતે વધે છે?
- શરીરનું વજન વધવાથી એલડીએલ કોલેસ્ટરોલ લેવલ પણ વધી શકે છે.
- કેટલીક બીમારીઓના કારણે પણ ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ પણ વધી જાય છે.
- અમુક ગંભીર બીમારી જેમ કે હાઈ બ્લડ સુગર, કિડની ડિસીઝ આ કોલેસ્ટ્રોલ વધારી શકે છે.
- વૃદ્ધાવસ્થામાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ વધી શકે છે.
- ઘણી વખત વારસાગત બીમારીને લીધે પણ આ રોગ થઇ શકે છે.
- તમાકુ અને સિગારેટ જેવા માદક દ્રવ્યોના સેવનથી પણ કોલેસ્ટ્રોલ ઝડપથી વધે છે.
કોલેસ્ટ્રોલ વધવાથી શું સમસ્યા થાય છે?
શરીરમાં કોષો, વિટામિન્સ અને હોર્મોનલ ફેરફારોની રચનામાં કોલેસ્ટેરોલ મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ વધારે કોલેસ્ટ્રોલ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બીમારીઓનું જોખમ વધારે છે. ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર, સ્ટ્રોક વગેરેની શક્યતા વધી શકે છે. બીપીની સમસ્યાવાળા લોકોમાં સદીઓમાં કોલેસ્ટ્રોલ વધવાની સંભાવના વધારે હોય છે. તેઓએ તેમના આહારમાં તંદુરસ્ત વસ્તુઓ ખાવી જોઈએ.
કોલેસ્ટ્રોલ લેવલ કન્ટ્રોલ કરવા શું કરવું?
- કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરવા માટે તમારી દિનચર્યામાં ફેરફાર કરવાની જરૂર છે.
- દરરોજ આરોગ્યપ્રદ આહારનું સેવન કરો.
- દરરોજ કસરત, જીવ વર્કઆઉટ કે યોગ કરો.
- રાત્રે સૂવાના ચાર કલાક પહેલા પૌષ્ટિક અને હળવો ખોરાક જમી લો.
- દરરોજ 6 થી 7 કલાક સુધી પુરતી ઉંઘ લેવી
- દરરોજ 20 થી 30 મિનિટ સુધી કસરત કરવી પણ મહત્વપૂર્ણ છે.
- તેલ, બટક અને વધારે મસાલાયુક્ત ભોજન ખાવાનું ટાળવું.
- સિગારેટ અને દારૂનું સેવન કરવું નહીં. જંક ફુડ થી દૂર રહેવું


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us