Cholesterol Reducing Tips | કઠોળ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરશે? અભ્યાસ શું કહે છે?

Cholesterol Reducing Tips | કોલેસ્ટ્રોલ એ મીણ જેવો ચીકણો પદાર્થ છે જે બે પ્રકારનો હોય છે. ખરાબ કોલેસ્ટ્રોલ શરીર માટે નુકશાનકારક છે પરંતુ તમે રેગ્યુલર કઠોળ ખાઈને પણ અહીં કોલેસ્ટ્રોલ ઘટાડી છો, અહીં જાણો કોલેસ્ટ્રોલ ઘટાડી ટિપ્સ

Cholesterol Reducing Tips | કોલેસ્ટ્રોલ એ મીણ જેવો ચીકણો પદાર્થ છે જે બે પ્રકારનો હોય છે. ખરાબ કોલેસ્ટ્રોલ શરીર માટે નુકશાનકારક છે પરંતુ તમે રેગ્યુલર કઠોળ ખાઈને પણ અહીં કોલેસ્ટ્રોલ ઘટાડી છો, અહીં જાણો કોલેસ્ટ્રોલ ઘટાડી ટિપ્સ

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
cholesterol reducing pulses | health tips in gujarati | cholesterol reducing tips in gujarati

કઠોળ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરશે? અભ્યાસ શું કહે છે?

Cholesterol Reducing Tips | કોલેસ્ટ્રોલ વધવું એક એવી સમસ્યા છે જે નવી પેઢીમાં ઝડપથી વધી રહી છે. બદલાતી લાઇફસ્ટાઇલ, બેઠાડુ જીવન, બહારનું ખાવાનો વધારે ક્રેઝ વગેરે ઘણા કારણોને લીધે હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ભારતમાં હાઈ કોલેસ્ટ્રોલ (High cholesterol) ની સમસ્યા ઝડપથી વધી રહી છે, જેના કારણે હૃદયની બીમારીઓનો ખતરો વધી રહ્યો છે. પરંતુ એક અભ્યાસ કીધું છે કે તમે તમારા ડાયટમાં બદલાવ કરીને તમે કોલેસ્ટ્રોલ ઘટાડી શકો છો. અહીં જાણો

Advertisment

કોલેસ્ટ્રોલ એ મીણ જેવો ચીકણો પદાર્થ છે જે બે પ્રકારનો હોય છે. ખરાબ કોલેસ્ટ્રોલ શરીર માટે નુકશાનકારક છે પરંતુ તમે રેગ્યુલર કઠોળ ખાઈને પણ અહીં કોલેસ્ટ્રોલ ઘટાડી છો, અહીં જાણો કોલેસ્ટ્રોલ ઘટાડી ટિપ્સ

કોલેસ્ટ્રોલ શું છે?

કોલેસ્ટ્રોલ એ મીણ જેવો ચીકણો પદાર્થ છે જે બે પ્રકારનો હોય છે. એક કોલેસ્ટરોલ એલડીએલ કોલેસ્ટ્રોલ છે જેને ખરાબ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે અને બીજું એચડીએલ કોલેસ્ટ્રોલ જેને સારું કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે.

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા પર થયેલ રિચર્સ શું કહે છે?

કોલેસ્ટ્રોલ એટલે કે એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દિવસમાં એક વાર કઠોળ, વટાણા, ચણા અથવા મસૂર ખાવાથી 'ખરાબ કોલેસ્ટ્રોલ' નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે અને તેથી હૃદય રોગનું જોખમ ઘટી શકે છે.

Advertisment

આ પણ વાંચો: Foods to Avoid with Lemon | લીંબુ સાથે આ વસ્તુ બિલકુલ ન ખાવી, હેરાન થશો !

ટોરન્ટોના એમ સેન્ટ માઇકલ હોસ્પિટલના સંશોધકોએ જણાવ્યું હતું, 'જોકે હજુ મોટાભાગના લોકોએ આ લક્ષ્ય સુધી પહોંચવા માટે કઠોળનો ઉપયોગ બમણાથી વધુ કરવો પડશે'

હોસ્પિટલના ક્લિનિકલ ન્યુટ્રિશન એન્ડ રિસ્ક ફેક્ટર મોડિફિકેશન સેન્ટરના ડૉ. જોન સિવેનપાઇપરના નેતૃત્વ હેઠળનો આ અભ્યાસ આજે કેનેડિયન મેડિકલ એસોસિએશન જર્નલમાં પ્રકાશિત થયો હતો. માં ટોરોન્ટો યુનિવર્સિટીના મેડિસિન ફેકલ્ટીમાં ન્યુટ્રિશનલ સાયન્સ વિભાગના પ્રોફેસર ડેવિડ જેનકિન્સનો સમાવેશ થાય છે.

સંશોધકોએ શોધી કાઢ્યું કે દિવસમાં એક કઠોળ ખાવાથી, લોકો તેમના LDL ખરાબ કોલેસ્ટ્રોલને પાંચ ટકા ઘટાડી શકે છે. આનાથી મૃત્યુનું જોખમ ઘટે અને હૃદય રોગના જોખમમાં પાંચથી છ ટકાનો ઘટાડો થશે.

કઠોળ દિવસ દરમિયાન કેટલું લેવું?

કઠોળનો એક ભાગ 130 ગ્રામ અથવા 3/4 કપ જેટલું લેવું જરૂરી છે કઠોળનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે (એટલે ​​કે તે ખોરાક છે જે ધીમે ધીમે તૂટી જાય છે) અને ભોજનમાં પ્રોટીન તેમજ ટ્રાન્સ ફેટ જેવા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. માત્ર 13 ટકા લોકો દિવસ દરમિયાન કઠોળનું સેવન કરે છે. ભારતીય સહિત ઘણી પરંપરાગત વાનગીઓમાં કઠોળ પહેલેથી જ ભૂમિકા ભજવે છે. વધુમાં તે સસ્તા છે.

ડૉ. સિવેનપાઇપરના મેટા-વિશ્લેષણમાં 1,037 લોકો સહિત 26 રેન્ડમાઇઝ્ડ કંટ્રોલ્ડ ટ્રાયલ્સના રીવ્યુમાં સામે આવ્યું કે સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોમાં ખરાબ કોલેસ્ટ્રોલમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો, કદાચ કારણ કે તેમનો ડાયટ ખરાબ હોય અને કોલેસ્ટ્રોલનું સ્તર વધારે હોય છે અને હેલ્ધી ડાયટથી તેને વધુ ફાયદો થાય છે.

અભ્યાસ દરમિયાન ઘણા લોકોને કઠોળનું દરરોજ સેવન કરવા પર સ્વાસ્થ્ય સમસ્યા જેવી કે પેટ ફૂલવું, ગેસ, ઝાડા અને કબજિયાત જેવા પેટમાં દુખાવો નોંધાવ્યો હતો પરંતુ બાદમાં આ લક્ષણો ઓછા થઈ ગયા હતા.

જીવનશૈલી health tips