/indian-express-gujarati/media/media_files/2025/12/23/christmas-decoration-ideas-2025-2025-12-23-15-00-55.jpg)
Christmas Tree Ideas On Budget : ક્રિસમસ ટ્રી ડેકોરેશન કરવાના સરળ આઈડિયા. Photograph: (freepik)
DIY Christmas Tree Decoration At home : ઘરે ક્રિસમસ ટ્રીની સજાવટ કરવાના આઈડિયા
ક્રિસમસ નાતાલ તહેવારની દુનિયાભરના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ક્રિસમસ દર વર્ષે 25 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ચર્ચમાં પ્રાર્થના કરે છે અને કેક પણ કાપે છે. નાતાલ પર લોકો એકબીજાને ભેટ પણ આપે છે. ક્રિસમસના અવસર પર, લોકો ક્રિસમસ ટ્રી સાથે તેમના ઘરને સજાવે છે. જો તમે ક્રિસમસ ટ્રી ડેકોરેશન કરવા માટે આઈડિયા પણ શોધી રહ્યા છો, તો અમે તમારા માટે કેટલાક યુનિક આઈડિયા લાવ્યા છીએ.
ક્રિસમસ ટ્રી લાઇટથી પ્રકાશિત કરો
ક્રિસમસ ટ્રી ડેકોરેશન લાઇટ વડે કરી શકાય છે. આ માટે રંગબેરંગી સીરીઝ લાઇટ, સ્ટાર વાળી લાઇટ અને સ્ટ્રિંગ લાઇટ્સ વડે સજાવટ કરી શકાય છે. રાતે આ લાઇટ ચાલુ કરવાથી ક્રિસમસ ટ્રી બહું આકર્ષક અને પ્રકાશિત દેખાય છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2025/12/23/christmas-tree-decoration-2025-2025-12-23-15-18-32.jpg)
ક્રિસમસ ટ્રી પર સ્ટાર. રિબિન અને મોતી લટકાવો
ક્રિસમસ ટ્રી કલરફુલ રિબિન અને માળા ડેકોરેટિવ કરી શકાય છે. તમારી ક્રિસમસ થીમ સાથે મેચિંગ થાય તેવી રિબિનનો ઉપયોગ કરી શકાય છે. ક્રિસમસ ટ્રી પર ગોલ્ડન અને સિલ્વર કલરના સ્ટાર લટકાવીને વધુ આકર્ષક લુક આપી શકાય છે. તેવી જ રીતે ગોલ્ડન અને સિલ્વર કલરના મોતી પણ લટાવી શકાય છે. તેનાથી ક્રિસમસ ટ્રી વધુ સુંદર દેખાશે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2025/12/23/christmas-tree-decoration-2025-2025-12-23-15-15-10.jpg)
આ પણ વાંચો | ક્રિસમસ ગિફ્ટ આઈડિયા, પ્રિયજનો ખુશ થઇ જશે
ક્રિસમસ ટ્રી નીચે ગિફ્ટ અને ચોકલેટ મૂકો
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2025/12/23/christmas-tree-decoration-ideas-2025-12-23-15-15-05.jpg)
કિસમસ ટ્રી નીચે ગિફ્ટ મૂકી શકાય છે. ઉપરાંત ક્રિસમસ ટ્રી પર ચોકલેટ પર લટકાવી શકાય છે. ક્રિસમસ ગિફ્ટના બોક્સ રંગબેરંગી કલરના પેપરમાં પેક કરીને મૂકવા જોઇએ. જે ક્રિસમસ ટ્રીને યુનિક લૂક આપશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us