/indian-express-gujarati/media/media_files/2025/12/24/chocolate-barfi-recipe-2025-12-24-12-38-12.jpg)
Easy Chocolate Barfi Recipe Christmas 2025 : ક્રિસમસ પર ચોકલેટ બરફી બનાવવાની સરળ રીત Photograph: (Freepik)
Homemade Chocolate Barfi Recipe : ક્રિસમસનો તહેવાર કેક વગર અધૂરો લાગે છે. જો કે ઘણા લોકોન કેક ખાવી ગમતી નથી. ઉપરાંત કેકમાં મેંદો અને ખાંડ બહુ વધારે હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આવી સ્થિતિમાં ક્રિસમસ પર કેકના બદલે ચોકલેટ બરફી બનાવી શકાય છે. ચોકલેટ બરફી બનાવવા માટે માવો અને ડ્રાયફ્રુટ્સનો ઉપયોગ થાય છે, જે આરોગ્ય માટે લાભકારક હોય છે. અહીં ક્રિસમસ સ્પેશિયલ ચોકલેટ બરફી બનાવવાની સરળ રેસીપી આપી છે.
ક્રિસમસ સ્પેશિયલ ચોકલેટ બરફી બનાવવા માટે સામગ્રી
માવો : 500 ગ્રામ
એલચી પાઉડર : 1 ચમચી
ડાર્ક કે મિલ્ક ચોકલેટ : 500 ગ્રામ
ડ્રાયફૂટ્સના ટુકડા : 1 કપ
ખાંડ બુરુ : 250 થી 300 ગ્રામ
ચોકલેટ કેક બનાવવાની રીતે
સૌથી પહેલા એક જાડા તળિયા વાળી કઢાઈમાં માવાને ધીમા તાપે શેકો. માવાને સતત હલાવતો રહે જેથી તે કઢાઇમાં ચોંટે નહીં. માવા માંથી સુગંધ આવવા લાગે ત્યારે તેમા ખાંડ બુરુ અને એલચી પાઉડર ઉમેરો.
હવે એક વાસણમાં પાણી ગરમ કરો, તેની ઉપર બીજું વાસણ મૂકી તેમા ચોકલેટ ઓગાળો. ચોલકેટ મેલ્ટમાં પાણી ન જાય તેનું ધ્યાન રાખો.
માવો સારી રીતે શેકાઇ જાય પછી તેના બે સરખા ભાગ પાડો. માવો એક ભાગ સાદો રાખો અને બીજા ભાગમાં ઓગાળેલી ચોકલેટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી દો. આ દરમિયાન માવામાં કાજુ બદામ અને પીસ્તાના બારીક ટુકડા પણ ઉમેરી શકાય છે.
હવે એક ટ્રેમાં ઘી કે તેલ લગાવો. તેમા સૌથી પહેલા સાદા માવાનું લેયર પાથરો. પછી તેની ઉપર ચોકલેટ વાળા માવાનું લેયર પાથરો.
આ પણ વાંચો : ક્રિસમસ કપ કેર, ઇંડા અને મેંદા વગર બનાવવાની રીત
છેલ્લે ચોકલેટ બરફી ઉપર કાજુ બદામ અને પીસ્તાના બારીક ટુકડા ભભરાવો. હવે ચોકલેટ બરફીને સેટ થવા માટે 2 થી 3 કલાક માટે ઠંડી જગ્યા પર મૂકી રાખો. ચોકલેટ બરફી બરાબર જામી જાય પછી તેને કટર કે ચાકુ વડે બરાબર કટ કરી લો. આ રીતે ઘરે બનાવેલી ચોકલેટ બરફી ફ્રિજમાં 3 થી 5 દિવસ સુધી ફ્રેશ રહેશે. ક્રિસમસ પર ઘરે આવેલા મહેમાનોનું ચોકલેટ બરફીથી મોં મીઠું કરાવો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us