ક્રિસમસ સ્પેશિયલ કેક રેસીપી: ઘરે બનાવો બેકરી જેવી જ સ્પોન્જી સ્ટોબેરી કેક, બધા પૂછશે રેસીપી

Christmas Special Strawberry Cake recipe in gujarati: ક્રીમથી શણગારેલી આ સુંદર ગુલાબી કેક માત્ર દેખાવમાં જ આકર્ષક નથી પણ તમારા નાતાલની ઉજવણીને વધુ યાદગાર પણ બનાવે છે. આ કેક બનાવવી એકદમ સરળ છે.

Christmas Special Strawberry Cake recipe in gujarati: ક્રીમથી શણગારેલી આ સુંદર ગુલાબી કેક માત્ર દેખાવમાં જ આકર્ષક નથી પણ તમારા નાતાલની ઉજવણીને વધુ યાદગાર પણ બનાવે છે. આ કેક બનાવવી એકદમ સરળ છે.

author-image
Ankit Patel
New Update
Christmas Special Strawberry Cake

ક્રિસમસ સ્પેશિયલ સ્ટોબેરી કેક રેસીપી Photograph: (freepik)

Christmas Special Strawberry Cake: નાતાલનો તહેવાર આનંદ, મીઠાશ અને કેક વિના અધૂરો લાગે છે. જો તમે આ ખાસ પ્રસંગ માટે ઘરે કંઈક અનોખું, રંગબેરંગી અને સ્વાદિષ્ટ બનાવવા માંગતા હો, તો આ નાતાલ (ક્રિસમસ) માટે ખાસ સ્ટ્રોબેરી કેક એક શ્રેષ્ઠ પસંદગી છે. 

Advertisment

સ્ટ્રોબેરીનો થોડો ખાટો અને મીઠો સ્વાદ અને કેકની નરમ, સ્પોન્જીનેશ તેને બાળકો અને મોટા લોકો બંનેમાં પ્રિય બનાવે છે.

ક્રીમથી શણગારેલી આ સુંદર ગુલાબી કેક માત્ર દેખાવમાં જ આકર્ષક નથી પણ તમારા નાતાલની ઉજવણીને વધુ યાદગાર પણ બનાવે છે. આ કેક બનાવવી એકદમ સરળ છે; તમે આ સરળ રેસીપી સાથે ઘરે બનાવી શકો છો.તો ફટાફટ રેસીપી નોંધી લો.

સ્ટ્રોબેરી કેક માટેની સામગ્રી

કેક માટે

  • લોટ - 1. 5 કપ
  • બેકિંગ પાવડર - 1 ચમચી
  • બેકિંગ સોડા - 1/2 ચમચી
  • પાવડર ખાંડ - 1/4 કપ
  • માખણ - 1/2 કપ (નરમ)
  • દૂધ - 1/2 કપ
  • સ્ટ્રોબેરી પ્યુરી - 1/2 કપ
  • વેનીલા એસેન્સ - 1 ચમચી
  • મીઠું - 1 ચપટી
Advertisment

ગાર્નિશિંગ માટે

  • તાજી સ્ટ્રોબેરી - 6-8 (સમારેલી)
  • વ્હીપ્ડ ક્રીમ - જરૂર મુજબ
  • ચેરી/છંટકાવ - વૈકલ્પિક

સ્ટ્રોબેરી કેક કેવી રીતે બનાવવી

તૈયારી

ઓવનને 180°C પર પહેલાથી ગરમ કરો. કેક ટીનમાં થોડું બટર લગાવો અને લોટ છાંટો.

મીક્ષણ તૈયાર કરવું

એક બાઉલમાં લોટ, બેકિંગ પાવડર, બેકિંગ સોડા અને મીઠું ચાળી લો.

કેક બેટર તૈયાર કરો

બીજા બાઉલમાં માખણ અને ખાંડને ક્રીમી થાય ત્યાં સુધી ફેટો. સ્ટ્રોબેરી પ્યુરી અને વેનીલા એસેન્સ ઉમેરો. હવે, સૂકું મીક્ષણ અને દૂધ, થોડું થોડું કરીને ઉમેરો. ધીમે ધીમે મિક્સ કરો જેથી એક સરળ બેટર બને.

Recipe: રોજ સાદા ભાત ખાઈને કંટાળી ગયા છો તો ટ્રાય કરો મજેદાર કાજુ પુલાવ, સીમ્પલ રેસીપી

કેક બનાવો

તૈયાર કરેલા બેટરને કેક ટીનમાં રેડો. ઓવનમાં 30-35 મિનિટ માટે બેક કરો. ટૂથપીકથી તપાસો; જો તે સ્વચ્છ નીકળે તો કેક તૈયાર છે.

સજાવો

કેકને ઠંડી થવા દો. ઉપર વ્હીપ્ડ ક્રીમ ફેલાવો અને સ્ટ્રોબેરીથી સજાવો.

ક્રિસમસ ભોજન રેસીપી