Cinnamon : શું બેઠા બેઠા શરીર વધી ગયું છે? ઘણા સમયથી વેઇટ લોસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો? પરંતુ વેઇટ લોસ માટે કોઈ જાદુઈ બુલેટ નથી, તજની ચા વેઇટ લોસ પ્લાનમાં સામેલ કરવાથી ફાયદાકારક સાબિત થઇ શકે છે. ઉજાલા સિગ્નસ ગ્રૂપ હોસ્પિટલ્સના ડાયેટિશિયન એકતા સિંઘવાલના જણાવ્યા અનુસાર ”તજ (Cinnamon) એ ગરમ અને સુગંધિત મસાલો જે અસંખ્ય વાનગીઓના સ્વાદમાં વધારો કરે છે, આ સાથે વેઇટ લોસ (weight loss) માં પણ અસરકારક બની શકે છે, જાણો વધુમાં અહીં,

તજની ચા બ્લડ સુગરના લેવલ કંટ્રોલ કરીને અને ઇન્સ્યુલિનની સેન્સિટિવિમાં સુધારો કરીને વેઇટ લોસમાં મદદરૂપ થઈ શકે છે. સિંઘવાલે જણાવ્યું હતું કે, તજ ક્રેવિંગ ઘટાડવામાં અને ભૂખને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે જે અંતે વેઇટ લોસમાં પોઝિટિવ અસર કરી શકે છે. જોકે, એપક્સર્ટ જણાવ્યું કે, તજની ચા કોઈ જાદુઈ ઉપાય નથી. સંતુલિત આહાર અને નિયમિત કસરત પણ સાથે કરવાથી લક્ષ્ય પ્રાપ્ત થઇ શકે છે.
આ પણ વાંચો: Sattu : ઉનાળામાં આ કારણોથી તમારે સત્તુનું સેવન કરવું જોઈએ
તજની ચા પીવાનાં અન્ય ફાયદા
પાચનમાં સુધારો : તજની ચા તંદુરસ્ત પાચનતંત્રમાં ફાળો આપી શકે છે, સરળ પાચન અને એકંદર આંતરડાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપી શકે છે.એન્ટીઑકિસડન્ટનું પાવરહાઉસ: તજ એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો ધરાવે છે જે શરીરમાં મુક્ત રેડિકલ સામે લડવામાં મદદ કરે છે, જે એકંદર આરોગ્યમાં ફાળો આપે છે.બળતરા વિરોધી અસરો: અભ્યાસો સૂચવે છે કે તજમાં બળતરા વિરોધી ગુણધર્મો હોઈ શકે છે, જે આરોગ્યની ઘણી સમસ્યામાં ફાયદાકારક હોઈ શકે છે.
આ પણ વાંચો: બ્રાઉન રાઇસ અને વાઈટ રાઈસના ફાયદા અને ગેર ફાયદા, જાણો
આટલી બાબતોનું ધ્યાન રાખો
- તજની ચા મોટા ભાગના લોકો માટે સામાન્ય રીતે સલામત હોય છે, ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
- કેટલીક વ્યક્તિઓને તજ પ્રત્યે એલર્જી અથવા સેન્સટીવીટી હોઈ શકે છે, તેથી તમારા શરીરની પ્રતિક્રિયાનું ધ્યાન રાખો.
- જો કોઈ મેડિકલ સમસ્યા હોય અથવા તજની ક્રિયાપ્રતિક્રિયા કરી શકે તેવી દવાઓ લો છો તો તેનું નિયમિત સેવન કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો.
- તજનું વધુ પડતું સેવન યકૃતને નુકસાન અથવા અન્ય પ્રતિકૂળ અસરો તરફ દોરી શકે છે. તેના ફાયદાઓ મેળવવા માટે મધ્યસ્થતામાં તજનું સેવન કરો.
બેલેન્સ ડાયટ અને નિયમિત કસરત સાથે તજની ચાનું સેવન તમારા વજન ઘટાડવાની સફરમાં મૂલ્યવાન ઉમેરો બની શકે છે. યાદ રાખો, મધ્યસ્થતા ચાવીરૂપ છે, અને જો તમને કોઈ ચિંતા હોય તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.





