Cinnamon Prostate Cancer : નવા અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે,તજ પ્રોસ્ટેટ કેન્સર અટકાવી શકે

Cinnamon Prostate Cancer : પ્રોસ્ટેટ કેન્સર એ પુરુષોમાં થતા કેન્સરમાં સૌથી સામાન્ય પ્રકારોમાંનું એક છે.લક્ષણોમાં પેશાબ કરવામાં મુશ્કેલીનો સમાવેશ થાય છે, પરંતુ કેટલીકવાર કોઈ લક્ષણો જ હોતા નથી. વધુમાં અહીં જાણો.

Written by shivani chauhan
August 29, 2023 11:58 IST
Cinnamon Prostate Cancer : નવા અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે,તજ પ્રોસ્ટેટ કેન્સર અટકાવી શકે
તજ અને પ્રોસ્ટેટ કેન્સર (ફોટો સ્ત્રોત: અનસ્પ્લેશ)

ભારતીય મસાલા જે આપણે ભોજનમાં ઉપયોગમાં લઈએ છીએ. તેના પરિણામોને સ્વીકારતા, ICMR-NIN ના ડિરેક્ટર હેમલતા આરએ નોંધ્યું હતું કે આ પરિણામો વધુ વિગતવાર અભ્યાસની ખાતરી આપે છે.

નોંધપાત્ર રીતે, પ્રોસ્ટેટ કેન્સર પુરુષોમાં કેન્સરનું પ્રચલિત સ્વરૂપ છે. પ્રયોગશાળાના સેટિંગમાં, સંશોધકોએ શોધી કાઢ્યું છે કે તજના અમુક ઘટકો કેન્સરના કોષોના વિકાસને અટકાવી શકે છે અને એપોપ્ટોસિસ દ્વારા તેમના મૃત્યુ તરફ દોરી શકે છે. ડૉ. જે.બી. શર્મા, સિનિયર કન્સલ્ટન્ટ, મેડિકલ ઓન્કોલોજી, એક્શન કેન્સર હોસ્પિટલ, દિલ્હીએ ઉલ્લેખ કર્યો કે, “તજના બળતરા વિરોધી ગુણધર્મો સેલ્યુલર સ્ટ્રેસ અને નુકસાનને ઘટાડવામાં પણ ભૂમિકા ભજવે છે, જે કેન્સરના વિકાસ સાથે સંકળાયેલા પરિબળો છે.”

આ પણ વાંચો: Skin Care Tips : 30 વર્ષની વયના લોકો માટે આ ખાસ સ્કિનકેર ટીપ્સ

ડૉ. શર્માના જણાવ્યા અનુસાર, પેંડેમીકના કેસો, જેમાં વાસ્તવિક દુનિયાની વસ્તીમાં પેટર્ન અને વલણોનો અભ્યાસ સામેલ છે, તેણે તજના સંભવિત કેન્સર સામે લડવાના ગુણધર્મો માટે વધારાનો ટેકો પૂરો પાડ્યો છે. જ્યાં તજનું સેવન મુખ્ય આહારમાં થાય છે ત્યાં પ્રોસ્ટેટ કેન્સરની ઘટનાઓ ઓછી જોવા મળે છે.

જો કે, જ્યારે આ તારણો આશાસ્પદ છે, ત્યારે સાવધાની સાથે તેનો કરવો મહત્વપૂર્ણ છે. “અભ્યાસના પરિણામો સર્વ વ્યકિતઓને સાર્વત્રિક રીતે લાગુ ન પડી શકે, અને તજના સેવન અને પ્રોસ્ટેટ કેન્સર નિવારણ વચ્ચે સ્પષ્ટ કારણ અને અસર સંબંધ સ્થાપિત કરવા માટે વધુ સંશોધનની જરૂર છે. ડોઝ, વ્યક્તિગત આનુવંશિક લક્ષણો અને અન્ય ડાયટની આદતો જેવા પરિબળો પરિણામોને પ્રભાવિત કરી શકે છે.

આ પણ વાંચો: Health Tips : સદગુરુ જગ્ગી વાસુદેવ દિવસભર એકટીવ અને ફિટ રહેવા સવારના નાશ્તામાં આ ફૂડનું સેવન કરે છે

ડો. સંતોષ પાંડે, નિસર્ગોપચારક અને એક્યુપંક્ચરિસ્ટ, રેજુઆ એનર્જી સેન્ટર, મુંબઈ અને તેમણે પ્રકાશ પાડ્યો કે “તજ પ્રોસ્ટેટ કેન્સરને અટકાવી શકે તેવા કોઈ નિર્ણાયક પુરાવા નથી ”.

ડૉ. પાંડેએ જણાવ્યું હતું કે “પ્રોસ્ટેટ કેન્સર એ વિવિધ પરિબળોથી પ્રભાવિત એક જટિલ રોગ છે, અને તેને રોકવા માટે કોઈ એક ખોરાક અથવા મસાલાની ખાતરી આપી શકાતી નથી.”

કોઈપણ સ્વાસ્થ્ય-સંબંધિત માહિતીની જેમ, પ્રાથમિક સંશોધનના તારણો પર આધારિત તમારા આહાર અથવા લાઈફ સ્ટાઇલમાં નોંધપાત્ર ફેરફારો કરતાં પહેલાં હેલ્થકેર સાથે સંપર્ક કરી સલાહ મહત્વપૂર્ણ છે. જ્યારે તજ કેન્સર નિવારણમાં સંભવિતતા દર્શાવે છે , ત્યારે નક્કર ભલામણો આપવા માટે વધુ સખત સંશોધન જરૂરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ