/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/matka.jpg)
Matka Water Cold Tips: માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. (Photo: @HerbalistChief)
How To Keep Cold Water In Matka During Summer: મટકા હેક્સ: ઉનાળાની ગરમીમાં ઠંડુ પાણી પીવાથી શરીરને રાહત મળે છે. આજકાલ મોટાભાગના ઘર, ઓફિસમાં ફ્રિજનું ઠંડું પાણી ઉપલબ્ધ હોય છે. જો કે ફ્રિજનું પાણી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. લાંબા સમય સુધી ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી શરદી, કફ અને ગળાની સમસ્યા થઇ શકે છે. આવી સ્થિતિમાં માટલાનું પાણી પીવું આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. અલબત્ત ઘણા લોકો ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ ન થવાની ફરિયાદ કરતા હોય છે. અમે અહીં આ સમસ્યાની સમાધાન આપવાનો પ્રયાસ કર્યો છે. અહીં એક સરળ ટીપ્સ આપી છે, જે કરવાથી ઉનાળામાં માટલાનું પાણી ફ્રિજ જેવું ઠંડુગાર રહેશે.
ફ્રિજનું પાણી આરોગ્ય માટે હાનિકારક
ઘણા લોકો ફ્રિજનું ઠંડુ પાણી પીવે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવી છે, તેથી માટલાનું વાસણ પીવું જોઇએ. પરંતુ કેટલીકવાર માટલાનું પાણી ફ્રિજના પાણી જેટલું ઠંડું હોતું નથી. જો કે સ્વાસ્થ્યના કારણે લોકો ઠંડુ પાણી ઓછું પીવે છે.
આવી સ્થિતિમાં, અમે આજે તમને એક યુક્તિ જણાવીશું જે તમારા માટલાના પાણીને ફ્રિજની જેમ ઠંડુ બનાવશે. ફ્રિજની જેમ માટલાના પાણીને ઠંડુ કરવાના જુગાડનો એક વીડિયો આજકાલ ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ વીડિયો જેને ઇન્સ્ટાગ્રામ પર vedansir_ નામના યુઝરે શેર કર્યો છે, તેમા જણાવવામાં આવી રહ્યું છે કે એક ચમચી વિનેગર, મીઠું અને બેકિંગ સોડા મિક્સ કરી એક પેસ્ટ બનાવો. આ પેસ્ટને માટલાની અંદરની સપાટી પર લગાવો અને ત્યારબાદ પાણી વડે ધોઇ લો. બે - ચાર વખત આ યુક્તિ કરવાથી સમય જતાં માટલાની અંદરની સપાટીના બંધ થયેલા છિદ્રો ખૂલી જાય છે.
માટલાના છિદ્રો ખુલી જવાથી હવાની અવરજવર સારી રીતે થતા માટલામાં ભરેલું પાણી ઠંડુ થઈ જશે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી આ કિચન ટીપ્સ ખુબ વાયરલ થઈ છે.
ઘણા યુઝર્સે આ વીડિયો પર આશ્ચર્ય સાથે પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કમેન્ટ બોક્સમાં લખ્યું છે કે, હું આખા ઉનાળામાં માત્ર માટલાનું જ પાણી પીવું છું. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. હું આ યુક્તિ અજમાવવા જઇ રહ્યો છું. તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે, હું આજે જ ઘરે આ ટ્રીક અજમાવીશ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us