Coconut Chutney Recipe | ઈડલી ઢોંસા સાથે ખવાતી ટેસ્ટી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ પરફેક્ટ નાળિયેર ચટણી રેસીપી

પરફેક્ટ નારિયેળની ચટણી રેસીપી | સાઉથ ઇન્ડિયન ફૂડ નાળિયેર ચટણી વગર અધૂરું છે, તે ચટણી ખુબજ ટેસ્ટી બનેછે, તમે ઘરે પણ બહાર જેવી પરફેક્ટ નાળિયેર ચટણી બનાવી શકો છો, અહીં જાણો રેસીપી

પરફેક્ટ નારિયેળની ચટણી રેસીપી | સાઉથ ઇન્ડિયન ફૂડ નાળિયેર ચટણી વગર અધૂરું છે, તે ચટણી ખુબજ ટેસ્ટી બનેછે, તમે ઘરે પણ બહાર જેવી પરફેક્ટ નાળિયેર ચટણી બનાવી શકો છો, અહીં જાણો રેસીપી

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
પરફેક્ટ નારિયેળની ચટણી રેસીપી

coconut chutney recipe in gujarati

Coconut Chutney Recipe In Gujarati | ઢોંસા, ઈડલી, ઉત્તપમ કે વડા જેવી સાઉથ ઇન્ડિયન વાનગીઓનો સ્વાદ કોકોનટ ચટણી વગર અધૂરો લાગે છે. નાળિયેરની આ ચટણી તેના તાજા સ્વાદ અને સુગંધથી દરેક ભોજનને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. આ ચટણી બનાવવી ખૂબ જ સરળ છે અને તે ઝટપટ તૈયાર થઈ જાય છે. અહીં જાણો પરફેક્ટ કોકોનટ ચટણી રેસીપી

Advertisment

નારિયેળની ચટણી રેસીપી સામગ્રી

  • 1 કપ તાજું ખમણેલું નાળિયેર
  • 2-3 ચમચી શેકેલા ચણાની દાળ
  • 1-2 લીલા મરચાં
  • 1/2 આદુ
  • 1/2 ચમચી જીરું
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી: જરૂર મુજબ
  • 1/2 ચમચી લીંબુનો રસ

નારિયેળની ચટણી રેસીપી વઘાર માટે સામગ્રી

  • 1 ચમચી તેલ
  • 1/2 ચમચી રાઈ
  • 1/2 ચમચી અડદની દાળ
  • 2 નંગ સૂકા લાલ મરચાં: 2 નંગ
  • 5 નંગ લીમડાના પાન
  • 1/2 ચમચી હિંગ

Arbi Sabji Recipe | અરબીનું શાક રેસીપી, ડુંગળી અને લસણ વગર પણ ટેસ્ટી બનશે સબ્જી

Advertisment

નારિયેળ ચટણી રેસીપી (Coconut Chutney Recipe In Gujarati)

  • એક મિક્સર ગ્રાઇન્ડર જારમાં તાજું ખમણેલું નાળિયેર, શેકેલા ચણાની દાળ, લીલા મરચાં, આદુ, જીરું અને મીઠું લો. થોડું-થોડું પાણી ઉમેરતા જઈને મિશ્રણને બારીક પીસી લો. જરૂર મુજબ પાણી ઉમેરવું જેથી ચટણી એકદમ સ્મૂધ અને ઘટ્ટ બને. બહુ પાતળી ન કરવી.
  • ચટણીને એક બાઉલમાં કાઢી લો અને તેમાં લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો.
  • એક નાની કડાઈમાં તેલ ગરમ કરો, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડવા માંડે એટલે અડદની દાળ ઉમેરો અને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો, હવે તેમાં સૂકા લાલ મરચાં, લીમડાના પાન અને હિંગ ઉમેરો. મરચાં સહેજ કડક થાય અને લીમડાના પાન શેકાઈ જાય ત્યાં સુધી સાંતળો.
  • તૈયાર કરેલા ગરમ વઘારને પીસેલી ચટણી પર રેડો. તરત જ મિક્સ કરી લો. એટલે સ્વાદિષ્ટ અને સુગંધિત નાળિયેર ચટણી તૈયાર છે!
ભોજન રેસીપી