/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/coconut-water-benefits-in-gujarati.jpg)
coconut waterbenefits in gujarati | દરરોજ સવારે નારિયેળ પાણી ખાલી પેટ પીવાથી શરીર પર શું અસર થાય?
Coconut Water Benefits In Gujarati | સવારે વહેલા ઉઠીને એક ગ્લાસ તાજું નાળિયેર પાણી (coconut water) પીવાથી માત્ર તાજગી જ નથી મળતી પણ સ્વાસ્થ્ય માટે પણ વરદાન સાબિત થઈ શકે છે. તે કુદરતી રીતે વિટામિન, ખનિજો અને ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર છે, જે આખા દિવસ દરમિયાન શરીરને ઉર્જા અને સંતુલન આપવામાં મદદ કરે છે.
નાળિયેર પાણી (coconut water) નું ખાલી પેટે તેનું સેવન પાચન સુધારવા, ચયાપચય વધારવા અને શરીરને ડિટોક્સિફાય કરવામાં ખૂબ અસરકારક માનવામાં આવે છે. ખાસ કરીને જેમને હાઇડ્રેશનની જરૂર હોય, વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકો, સગર્ભા સ્ત્રીઓ, તણાવગ્રસ્ત લોકો અને હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકોએ તેનું સેવન ચોક્કસ કરવું જોઈએ. અહીં દરરોજ ખાલી પેટ નાળિયેર પાણીનું સેવન કરવાથી અદ્ભુત ફાયદા થશે, કેવી રીતે સેવન કરવું?
નાળિયેર પાણીને આયુર્વેદમાં કુદરતી અમૃત કહેવામાં આવે છે. તે માત્ર સ્વાદિષ્ટ અને તાજગી આપનારું નથી, પરંતુ એક શક્તિશાળી સ્વાસ્થ્ય પીણું પણ છે જે શરીરને અંદરથી પોષણ આપે છે. ખાસ કરીને સવારે ખાલી પેટે નાળિયેર પાણી પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થાય છે.
ખાલી પેટ નાળિયેર પાણી પીવાના ફાયદા (coconut water drinking benefits on empty stomach)
- મેટાબોલિઝ્મ વધે : સવારે તેનું સેવન કરવાથી શરીરના ચયાપચયની ગતિ વધે છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. જે લોકો સ્થૂળતાથી પીડાય છે તેઓ નાળિયેર પાણીનું સેવન કરીને ફાયદો મેળવી શકે છે.
- એનર્જી બુસ્ટ અને હાઇડ્રેશન : ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર હોવાથી, તે શરીરને તાત્કાલિક ઉર્જા આપે છે. ડિહાઇડ્રેશનથી બચવા માટે, તમે નારિયેળ પાણીનું સેવન કરી શકો છો.
- હૃદય સ્વસ્થ રાખે : તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને તેમાં કોલેસ્ટ્રોલ ન હોવાથી તે હૃદયના દર્દીઓ માટે સલામત માનવામાં આવે છે.
- સ્કિન ગ્લો : નારિયેળ પાણીમાં સાયટોકાઇન્સ અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે ત્વચાના કોષોને સુધારે છે અને વૃદ્ધત્વ પ્રક્રિયા ધીમી કરે છે.
- પાચનતંત્ર સક્રિય કરે : નારિયેળ પાણીમાં રહેલા કેટાલેઝ અને ડિહાઇડ્રોજેનેઝ જેવા ઉત્સેચકો પાચનમાં સુધારો કરે છે. તે કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.
લીંબુ સાથે નારિયેળ પાણી પીવાથી શું થાય ?
- બોડીને હાઈડ્રેટેડ રાખે : નાળિયેર પાણી એ ઇલેક્ટ્રોલાઇટ્સનો નેચરલ સ્ત્રોત છે, ખાસ કરીને પોટેશિયમ, જે બોડીને હાઈડ્રેટેડ રાખે છે. ઝાડા અને અતિશય પરસેવો જેવી પરિસ્થિતિઓમાં તે પીવું જોઈએ.
- બ્લડ પ્રેશર અને હાર્ટ હેલ્થમાં સુધારો: નારિયેળ પાણીના બ્લડ પ્રેશરને સામાન્ય બનાવતા ગુણધર્મો અને હૃદયના સ્વાસ્થ્યને ટેકો આપે છે.
- બ્લડ સુગર કંટ્રોલ કરે: નાળિયેર પાણી ઇન્સ્યુલિન પ્રતિકાર સુધારીને ડાયાબિટીસના દર્દીઓને મદદ કરી શકે છે.
- કિડની સ્ટોન: નાળિયેર પાણી અને લીંબુનો રસ કેટલાક દર્દીઓમાં કિડની સ્ટોન બનતો અટકાવવામાં પણ મદદ કરી શકે છે.
- હેલ્ધી સ્કિન : તેમજ આ પીણાંના લાંબા ગાળાના સેવનથી સ્કિન સ્વસ્થ રહે છે.
નાળિયેર પાણીનું સેવન આ 5 લોકોએ કરવુંજ જોઈએ
- હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો: હાઈ પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
- સગર્ભા સ્ત્રીઓ: સવારની માંદગી, કબજિયાત અને ડિહાઇડ્રેશનથી રાહત આપે છે.
- વેઇટ લોસ કરતા લોકો: ચયાપચય વધારીને ચરબી બર્ન કરવામાં મદદ કરે છે.
- તણાવ અને થાક દૂર કરવા : ઇલેક્ટ્રોલાઇટ્સ અને કુદરતી શર્કરા માનસિક અને શારીરિક ઉર્જા પ્રદાન કરે છે.
- બોડી ડિટોક્સ કરતા લોકો: શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
નાળિયેર પાણીનું સેવન કેવી રીતે કરવું?
- સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ તાજું નારિયેળ પાણી પીવો.
- જમતા પહેલા ઓછામાં ઓછા 30 મિનિટનો ગેપ રાખો
- સવારે ખાલી પેટે નાળિયેર પાણી પીવું એ એક સરળ પણ અસરકારક સ્વાસ્થ્ય આદત છે. તે શરીરને હાઇડ્રેટ કરે છે, પરંતુ ઘણી બીમારીઓથી પણ બચાવે છે. ખાસ કરીને ઉપર જણાવેલ 5 લોકોએ તેનું સેવન ચોક્કસ કરવું જોઈએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us