/indian-express-gujarati/media/media_files/2026/01/09/coconut-water-effect-on-blood-sugar-level-2026-01-09-14-12-55.jpg)
Coconut Water Effect on Blood Sugar Level : ડાયાબિટીસ દર્દીએ નારિયેળ પાણીનું મર્યાદિત સેવન કરવું જોઇએ. Photograph: (Freepik)
Coconut Water Effect on Blood Sugar Level : ડાયાબિટીસના દર્દીના મનમાં ઘણીવાર પ્રશ્ન થાય છે કે તેઓએ નાળિયેર પાણી પીવું જોઈએ કે નહીં. નાળિયેર પાણી તંદુરસ્ત અને કુદરતી પીણું માનવામાં આવે છે, જે શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે અને આવશ્યક પોષક તત્વોની અછતને પૂર્ણ કરે છે. ખાસ કરીને ગરમ હવામાનમાં, તે ડિહાઇડ્રેશન સામે રક્ષણ આપવામાં મદદગાર છે.
નાળિયેર પાણીમાં ઘણા આવશ્યક ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જેમાં પોટેશિયમ મુખ્ય છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા અને સ્નાયુઓ અને ચેતાઓના યોગ્ય કાર્ય માટે પોટેશિયમ જરૂરી માનવામાં આવે છે. આ ઉપરાંત તેમાં આયર્ન, મેંગેનીઝ અને વિટામિન સી પણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં, થાક ઘટાડવામાં અને શરીરમાં ઓક્સિડેટીવ તણાવ ઘટાડવામાં મદદ કરે છે.
જો કે નાળિયેર પાણીમાં પોષક તત્વો ભરપૂર છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓને તેમાં શુગર અને કાર્બોહાઇડ્રેટની માત્રા વિશે શંકા છે. લગભગ 250 મિલી એટલે કે એક ગ્લાસ નાળિયેર પાણીમાં લગભગ 15 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ અને લગભગ 8 ગ્રામ નેચરલ શુગર હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરો બની શકે છે. આ બંને ઘટકો બ્લડ શુગર લેવલ વધારવા માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. હવે સવાલ એ ઉભો થાય છે કે ડાયાબિટીસના દર્દી નાળિયેર પાણી પીવું કે નહીં?
મુંબઈના કન્સલ્ટન્ટ ડાયાબિટોલોજિસ્ટ ડો.નિખિલ પ્રભુના જણાવ્યા અનુસાર, જો ડાયાબિટીસના દર્દીનું બ્લડ શુગર લેવલ કન્ટ્રોલમાં હોય તો તે પ્રસંગોપાત અને મર્યાદિત માત્રામાં નાળિયેર પાણી પી શકે છે. તેને દવા તરીકે નહીં પરંતુ તંદુરસ્ત પીણું તરીકે જોવું જોઈએ. નાળિયેર પાણીનું સેવન સંતુલિત માત્રામાં અને યોગ્ય સમયે બ્લડ શુગર લેવલને બગાડ્યા વિના શરીરને ફાયદો કરી શકે છે. ચાલો જાણીયે સંશોધન પરથી એ પણ જાણીએ કે ડાયાબિટીસના દર્દીઓને નાળિયેર પાણી કેવી રીતે અસર કરે છે અને ડાયાબિટીસના દર્દીઓ તેનું સેવન કેવી રીતે કરી શકે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે શું હાનિકારક છે?
નાળિયેર પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ તેમાં હાજર કાર્બોહાઇડ્રેટ્સ અને નેચરલ શુગરની માત્રાને અવગણવી જોઈએ નહીં. લગભગ 250 મિલી એટલે કે એક ગ્લાસ નાળિયેર પાણીમાં લગભગ 15 ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને લગભગ 8 ગ્રામ કુદરતી ખાંડ હોય છે. આ જ કારણ છે કે તેનું વધુ પડતું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે.
દરરોજ નાળિયેર પાણી પીવાથી ડાયાબિટીસના દર્દીને કેવી રીતે નુકસાન થાય છે?
ડોક્ટરના જણાવ્યા અનુસાર, જો ડાયાબિટીસનો દર્દી ક્યારેક નાળિયેર પાણી પીવે છે, તો તે સામાન્ય રીતે કોઈ ગંભીર નુકસાન પહોંચાડતું નથી. પરંતુ જો તેને દરરોજ એક ગ્લાસની માત્રામાં લેવામાં આવે તો બ્લડ શુગર લેવલ વધવાનું જોખમ રહે છે. ડાયાબિટીસ હોય તો રોજ નાળિયેર પાણીનું સેવન ટાળવું જોઈએ.
સંશોધન શું કહે છે
કેટલાક સંશોધનમાં, એવું જાણવા મળ્યું છે કે ડાયાબિટીઝ પરના પ્રાણીઓના અભ્યાસોમાં, ખાસ કરીને ઉંદર, નાળિયેર પાણીએ ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કર્યો, ટ્રાઇગ્લિસરાઇડ્સ ઘટાડ્યા, બ્લડ પ્રેશરમાં સુધારો કર્યો અને હળવા વજન ઘટાડવાના સંકેતો મળ્યા હતા. PubMed પર પ્રકાશિત સંશોધનમાં જાણવા મળ્યું છે કે નાળિયેર પાણી મેગ્નેશિયમનો સારો સ્રોત છે. મેગ્નેશિયમ શરીરમાં ઇન્સ્યુલિનના કાર્યમાં સુધારો કરવા માટે જાણીતું છે. ટાઇપ 2 ડાયાબિટીસ દર્દીઓમાં મેગ્નેશિયમની ઉણપ ઘણી વાર જોવા મળે છે, જેના કારણે શુગર લેવલ અનિયંત્રિત રહે છે. નાળિયેર પાણી આ ઉણપ દૂર કરીને ઇન્સ્યુલિનની કાર્યક્ષમતામાં વધારો કરી શકે છે.
નાળિયેર પાણીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ (જીઆઈ) લગભગ 54 હોય છે, જે નીચાથી મધ્યમ રેન્જમાં મૂકવામાં આવે છે. સંશોધન બતાવે છે કે નાળિયેર પાણીનો 'ગ્લાયકેમિક લોડ' ખૂબ ઓછો છે. આનો અર્થ એ છે કે તે સોફ્ટ ડ્રિંક્સ અથવા ફળોના રસની તુલનામાં બ્લડ શુગર લેવલ ખૂબ ઝડપથી વધારતું નથી. ડાયાબિટીસ દર્દીઓને ઘણીવાર પગની નસો અને નબળા રક્ત પરિભ્રમણની સમસ્યા હોય છે. પોટેશિયમ અને એલ આર્જિનાઇન (એક એમિનો એસિડ) નાળિયેર પાણીમાં જોવા મળે છે, સંશોધન અનુસાર, આ તત્વો રક્ત વાહિનીઓને આરામ આપે છે અને બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરે છે, જે ડાયાબિટીઝને કારણે થતી ન્યુરોલોજીકલ સમસ્યાઓને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.
બ્લડ શુગર લેવલ કન્ટ્રોલ પર નિર્ભર છે
જો ડાયાબિટીસના દર્દીનું બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં હોય તો તે અઠવાડિયામાં એક કે બે વાર મર્યાદિત માત્રામાં નાળિયેર પાણી પી શકે છે. પરંતુ જે દર્દીનું શુગર લેવલ ખૂબ ઊંચું છે અથવા એચબીએ 1 સી લગભગ 9-10 ટકા છે, તેમના માટે નાળિયેર પાણી ટાળવું વધુ સારું માનવામાં આવે છે.
તારણ : ડાયાબિટીસના દર્દીઓ નાળિયેર પાણી પી શકે છે, પરંતુ તેને દવા તરીકે ન ગણવું જોઈએ પરંતુ મર્યાદિત માત્રામાં લેવામાં આવેલું પીણું માનવું જોઈએ. યોગ્ય માત્રા, યોગ્ય સમય અને બ્લડ શુગર લેવલની નિયમિત તપાસ એ ડાયાબિટીસના આહારની સૌથી મહત્વપૂર્ણ ચાવી છે.
Disclaimer : આ લેખમાં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી છે. કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા કે આહારમાં ફેરફાર કરવાની પહેલા એક્સપર્ટ્સની સલાહ લેવી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us