/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Winter-Health-Tips-cough-cold-home-remedies-.jpg)
Winter Health Tips : તમારા રસોડામાં રહેલ આ બે ચીજ કરશે ઔષધનું કામ! શરદી ખાંસીની સમસ્યામાં આપશે રાહત (Photo : Freepik)
Winter Health Tips: શિયાળા (Winter) ના ઠંડીના દિવસોમાં સામાન્ય હવામાનમાં બદલાવ આવે ત્યારે આપણને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ (Health Problems) નો અનુભવ થાય છે. જયારે આપણને શરદી ઉધરસ (Cough Cold) થાય છે ત્યારે આપણે ઉધરસની ગોળીઓ અથવા ડોક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવા લઈએ છીએ, પરંતુ આવી સામાન્ય બીમારીઓ માટે આપણા ઘર અને રસોડામાં અનેક ઔષધીય વસ્તુઓ છુપાયેલી હોય છે. જો આપણે તેનો યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો આવી હળવી શરદી ઉધરસમાંથી થોડા દિવસોમાં જ છુટકારો મેળવી શકાય છે. ડાયટિશિયન કિરણ કુકરેજાએ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો દ્વારા આ જાણકારી આપી છે,
એક્સપર્ટ દ્વારા શેર કરવામાં આવેલ આ વિડિયોમાં, હળવી શરદી ઉધરસ માટે ઘરેલુ ઉપચાર (Home Remedies) તરીકે ગોળ હળદરની ગોળી કેવી રીતે બનાવવી. જેમાં કહ્યું છે કે, “ગોળી માત્ર શરદી અને ઉધરસને દૂર રાખે છે પરંતુ તમારી રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે કારણ કે તેમાં એન્ટિવાયરલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો છે. તેથી જો તમને ઠંડીના દિવસોમાં સામાન્ય ઉધરસ હોય તો, અન્ય દવાઓ લેતા પહેલા વર્ષોથી ઉપયોગમાં લેવાતા આ ઘરેલું ઉપાય અજમાવો,”હળદર અને ગોળ બંને શરીરના સ્વાસ્થ્ય માટે ગુણકારી મનાય છે. તો આનો ઉપયોગ કરીને, ચાલો જોઈએ કે શિયાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય જાળવવા માટે ઘરે ગોળ હળદરની ગોળીઓ કેવી રીતે બનાવવી.
આ પણ વાંચો: Health Tips : શું દાડમ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે? દરરોજ આટલું સેવન કરવું..
ગોળ હળદરની ગોળીઓ
સામગ્રી
- 1 ટી સ્પૂન હળદર
- 1 ટી સ્પૂન આદુ પાવડર
- 1 ટી સ્પૂન ગોળ
- 1 ટી સ્પૂન શુદ્ધ ગાયનું ઘી
મેથડ
- સૌપ્રથમ એક બાઉલમાં એક ચમચી હળદર અને આદુ પાવડર લો.
- તેમાં એક ચમચી આદુ પાવડર અથવા સમારેલો ગોળ અને એક ચમચી શુદ્ધ ઘી ઉમેરો.
- બધા મિશ્રણને હાથથી સારી રીતે મિક્સ કરો.
- હવે આ મિશ્રણના નાના-નાના બોલ બનાવો.
આ પણ વાંચો: Fitness Tips : શા માટે ચાલવું, ડાન્સ, સાયકલિંગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે? એક્સપર્ટે કહ્યું…
ઉપયોગ
ઠંડીના દિવસોમાં સામાન્ય શરદી-ઉધરસ માટે એક ગોળી સવારે અને એક ગોળી રાત્રે સૂતા પહેલા ચાવવી જોઈએ. ઇન્સ્ટાગ્રામ પર ડાયટિશિયન કિરણ કુકરેજાએ પોતાના વીડિયોમાં આ માહિતી આપી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us