Colon Cancer: યુવાનોમાં કેમ વધી રહ્યું છે આંતરડાના કેન્સરનું જોખમ, સમયસર ઓળખી લો આ 5 લક્ષણ, મોટી મુશ્કેલીથી બચશો

Colon Cancer Causes Symptoms And Treatment: દિલ્હીની ધર્મશિલા નારાયણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના સિનિયર ઓન્કોલોજિસ્ટ ડો નીરજ ગોયલે જણાવ્યું હતું કે ઝડપથી વજન ઘટવું કોલોન કેન્સરનું સૌથી મોટું લક્ષણ છે.

Written by Ajay Saroya
August 27, 2024 15:31 IST
Colon Cancer: યુવાનોમાં કેમ વધી રહ્યું છે આંતરડાના કેન્સરનું જોખમ, સમયસર ઓળખી લો આ 5 લક્ષણ, મોટી મુશ્કેલીથી બચશો
Colon Cancer: કોલોન કેન્સર એટલે કે આંતરડાના કેન્સરનું જોખમ યુવાનોમાં પણ વધી રહ્યું છે. (PhotoL Freepik)

Colon Cancer Causes Symptoms And Treatment: ખરાબ ડાયટ અને લાઇફસ્ટાઇલના કારણે અનેક બીમારીનું જોખમ વધી જાય છે. આંતરડાનું કેન્સર એ યુવાનોમાં ઝડપથી વધતું કેન્સર છે જે દેશ અને વિશ્વના યુવાનોને ઘેરી રહ્યું છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ વન્ડર ડેટાબેઝના ડેટા અનુસાર 1999થી 2020 સુધીમાં 10થી 44 વર્ષની વયના લોકોમાં આ કેન્સરનું પ્રમાણ વધ્યું છે. થોડા સમય પહેલા સુધી આ બીમારીની અસર વૃદ્ધો પર થતી હતી, પરંતુ હવે યુવાનો પણ આ બીમારીની ચપેટમાં આવી રહ્યા છે.

અમેરિકન કેન્સર સોસાયટી દ્વારા તાજેતરમાં પ્રકાશિત એક સંશોધન અનુસાર, પ્રત્યેક 5 માંથી એક કેસ 55 વર્ ષથી ઓછી ઉંમરની વ્યક્તિને થાય છે. જો કે આ રોગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ સાયન્સ જર્નલમાં પ્રકાશિત એક અખબારે પર્યાવરણીય અને આનુવંશિક પરિબળ આ બીમારી માટે જવાબદાર મનાય છે.

આંતરડાનું કેન્સર એટલે કે ગેસ્ટ્રિક કેન્સરની શરૂઆત પેટના અંદરના પડમાં થાય છે અને ધીમે ધીમે તે પેટમાં ઊંડે સુધી વધે છે. મોટા આંતરડા (કોલોન)માં કોલોન કેન્સરની શરૂઆત થાય છે. આ કેન્સર મોટા આંતરડાની દિવાલની સૌથી નજીક છે. શરીરમાં આ કેન્સર શરૂ થતા જ તેના લક્ષણો દેખાવા લાગે છે. જો તેને સમયસર ઓળખી લેવામાં આવે તો આ મોટી સમસ્યાને સરળતાથી ટાળી શકાય છે. આવો જાણીએ કોલોન કેન્સરના લક્ષણો શું છે?

યુવાનોમાં કોલોન કેન્સર કેમ ઝડપથી વધી રહ્યું છે?

આ બીમારી થવા માટે કેટલાક કારણ જવાબદાર માનવામાં આવ્યા છે, જેમાં ફેમિલી હિસ્ટ્રી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો પરિવારમાં કોઈને આ રોગ હોય તો તે પરિવારના અન્ય સભ્યોને થઈ શકે છે.અમેરિકન કેન્સર સોસાયટીના સિનિયર સાયન્ટિફિક ડિરેક્ટર, મુખ્ય લેખક રેબેકા સીગલના જણાવ્યા અનુસાર, ફક્ત 5 ટકા આંતરડાનું કોલોન કેન્સર વધુ વજનને કારણે થાય છે. જે લોકોનું વજન વધારે હોય છે તેમને આ બીમારીનો ખતરો વધુ રહે છે.ભોજનમાં રેડ મીટ, પ્રોસેસ્ડ ફૂડ, આલ્કોહોલ, સ્વીટનરનું વધુ પડતું સેવન કરવાને કારણે પણ આ રોગનું જોખમ વધારે રહે છે.

કોલોન કેન્સરના લક્ષણ

  • દિલ્હીની ધર્મશિલા નારાયણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના સિનિયર ઓન્કોલોજિસ્ટ ડો.નીરજ ગોયલે જણાવ્યું હતું કે, ઝડપથી વજન ઘટવું એ કોલોન કેન્સરનું સૌથી મોટું લક્ષણ છે. જો કોઈ રોગ બીમારી અને કારણ વગર તમારું વજન ઘટી રહ્યું છે તો તરત જ ડોક્ટરને મળો અને શરીર જે લક્ષણ દર્શાવે છે તે સમજો.
  • આંતરડાની હિલચાલમાં ફેરફાર એ પણ કોલોન કેન્સરના લક્ષણ છે. આંતરડાની હિલચાલમાં ફેરફારનો અર્થ કબજિયાત છે. કબજિયાતની સાથે પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ પણ થાય છે.
  • મળ સાથે લોહી આવવું આ બીમારીનું લક્ષણ છે. ઘણી વખત દર્દીને માત્ર મળ અને મ્યૂક્સ જ પસાર થાય છે. જો તમને મળમાં આવો કોઈ ફેરફાર જોવા મળે તો તરત જ ડોક્ટરને મળો.
  • ભૂખ ન લાગવી એ પણ આ રોગનું એક લક્ષણ છે. જો તમે કંઈ પણ ખાઇ રહ્યા નથ તેમ છતાં ભૂખ નથી લાગતી, તો આ કોલોન કેન્સરના સંકેતો હોઈ શકે છે.
  • એનીમિયા પણ આ બીમારીની નિશાની છે. આ લક્ષણો કોલોન કેન્સરની નિશાની હોઈ શકે છે. એનિમિયાના લક્ષણોમાં થાક, નબળાઇ, શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થઈ શકે છે.

આ પણ વાંચો | ડાયાબિટીસ કન્ટ્રોલ કરવા ક્યારે ચાલવું જોઇએ? સવારે અને રાત્રે વોક કરવાના ફાયદા અલગ અલગ

બીમારીનું નિદાન કેવી રીતે કરવું

આ રોગનું નિદાન કોલોનોસ્કોપી અને એન્ડોસ્કોપી દ્વારા કરવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ