દહીં અને ડુંગળી (Curd & onion) સામાન્ય રીતે ભારતીય ભોજનમાં વપરાતા ઘટકો છે. ઘણા લોકો તેને એકસાથે ભેળવીને રાયતા કે સલાડમાં ઉમેરે છે, પરંતુ શું આ મિશ્રણ ખરેખર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નુકસાનકારક? આયુર્વેદ અનુસાર, કેટલાક ખોરાક એકસાથે ખાવાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડી શકે છે. અહીં જાણો દહીં અને ડુંગળીનું સેવન સાથે ખાવા પર આયુર્વેદમાં શું કહ્યું છે?
દહીંની તાસીર ગરમ હોય છે, જ્યારે ડુંગળી ઠંડી હોય છે, જેના કારણે આ મિશ્રણ શરીર માટે યોગ્ય કે નહિ તે જાણવું ખુબજ જરૂરી બની જાય છે. આયુર્વેદ આ મિશ્રણ વિશે શું કહે છે અને તેને યોગ્ય રીતે ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે? જાણો
દહીં અને ડુંગળીનું મિશ્રણ
આયુર્વેદ અનુસાર, દહીં અને ડુંગળી એકસાથે ખાવાથી ‘વિરુદ્ધ આહાર’ની શ્રેણીમાં આવી શકે છે. આનો અર્થ એ થયો કે બે વિરોધી પ્રકૃતિના ખોરાક એકસાથે ખાવાથી પાચન શક્તિ નબળી પડી શકે છે. આનાથી અપચો, ગેસ, એસિડિટી અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ થઈ શકે છે, ખાસ કરીને જે લોકોનું પાચનતંત્ર સંવેદનશીલ હોય છે.
દહીં અને ડુંગળીનું સેવન ક્યારે અને કેવી રીતે કરવું?
જોકે, એવું પણ માનવામાં આવે છે કે દહીં અને ડુંગળી એકસાથે ખાવાથી સંપૂર્ણપણે નુકસાન થતું નથી, પરંતુ તેને યોગ્ય રીતે ખાવું મહત્વપૂર્ણ છે. ઉનાળાની તીવ્ર ગરમીમાં આ મિશ્રણ શરીરને ઠંડુ રાખવામાં મદદ કરી શકે છે. જો તમારે તે ખાવાનું હોય તો તેમાં શેકેલું જીરું, કાળું મીઠું, અજમા અને ફુદીનાના પાન ઉમેરીને તેનું સેવન કરો, જેથી તે પાચન માટે હળવું બને છે.
આ પણ વાંચો: ખાંડ કરતાં ગોળનું સેવન કેમ ગુણકારી?
દહીં અને ડુંગળીનું સેવન ક્યારે ટાળવું જોઈએ?
- રાત્રે: રાત્રે પાચન શક્તિ નબળી પડે છે અને દહીં અને ડુંગળી બંને ભારે હોય છે અને કફ વધારે છે. આનાથી લાળ વધી શકે છે, જેનાથી ખાંસી અને શરદી થઈ શકે છે.
- શિયાળામાં: શિયાળામાં શરીરનું તાપમાન પહેલાથી જ ઓછું હોય છે અને દહીં અને ડુંગળી બંનેમાં ઠંડકની અસર હોય છે. આના કારણે શરદી, સ્કિન એલર્જી અને અસ્થમા જેવી સમસ્યાઓ વધી શકે છે.
- સ્વાસ્થ્ય સમસ્યાઓ: જો તમને વારંવાર ઉધરસ, શરદી, સ્કિન એલર્જી અથવા અસ્થમાની સમસ્યા હોય, તો આ મિશ્રણ ટાળવું જોઈએ.
દહીં અને ડુંગળીનું મિશ્રણ કેટલીક પરિસ્થિતિઓમાં ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ આયુર્વેદ અનુસાર, તેનું સેવન સમજદારીપૂર્વક કરવું જોઈએ. જો તમારી પાચન શક્તિ મજબૂત છે અને તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નથી, તો તમે તેને યોગ્ય રીતે ખાઈ શકો છો. પરંતુ, જો તમને પાચન અથવા શ્વસન સમસ્યાઓ હોય, તો આ મિશ્રણ ટાળવું વધુ સારું છે.





