આજની આધુનિક જીવનશૈલીમાં કબજિયાત એ સામાન્ય બાબત થઇ ગઇ છે. મોટાભાગના લોકોને કબજિયતા રહે છે અને લાંબા ગાળે તેનાથી હરસ-મસા અને ભગંદરની બીમારી થવાનું જોખમ રહે છે. આપણે ઘણી વખત એવી ચીજો ખાઇ લઇયે છીએ જે આપણું સમગ્ર પાચનતંત્રને બગાડી નાંખે છે અને કબજિયાત થવા લાગે છે. ભોજનની અવ્યવસ્થિત આદત, વધારે પડતું અને કસમયે ખાવું, વધારે પડતી તેલ-મસાલેદાર ચીજ અને મેંદાની ચીજો ખાવુ, દારૂ અને ચાનું વધુ પડતું સેવન, ઉપવાસ તેમજ ધૂમ્રપાન પણ કબજિયાત થવાના મુખ્ય કારણો છે.
કબજિયાતથી શું થતા નુકસાન
જો તમે લાંબા સમયથી કબજિયાત રહેવી તે શરીર માટે જોખમી છે. આ કારણસર રોજિંદા ભોજન કરવાની અને જીવનશૈલીમાં સુધારો કરવો જરૂરી છે. કબજિયાતને કારણે પેટ ખરાબ થાય છે અને પેટનું ફૂલવું અથવા ગેસ્ટ્રિકની સમસ્યાની બીમારી લાગુ થઇ શકે છે.
કબજિયાત મટાડવામાં પપૈયા અસરકારક
આયુર્વેદિક ડોક્ટર સિદ્ધાર્થ ગુપ્તા અનુસાર પપૈયું પેટની દરેક બીમારીમાં ફાયદાકારક છે. તેના સેવનથી પેટ સંબંધી ઘણી બીમારીઓ દૂર થાય છે. એટલું જ નહીં, પપૈયા કબજિયાતની સમસ્યાને પણ ઓછી કરે છે. પપૈયામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. ફાઈબરયુક્ત ખોરાક ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. તે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. તે પ્રોટીન, પોટેશિયમ, ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ સહિત ઘણા જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે. જે અન્ય ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે.
નાસ્તામાં ઓટમીલનો સમાવેશ કરો
ઓટમીલનું સેવન શરીર માટે સારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન, ફોલેટ, કોપર, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર અને બીટા-ગ્લુકોઝ જેવા અન્ય જરૂરી પોષક તત્વો હોય છે. ફાઈબર લીવર માટે વધુ ફાયદાકારક છે. ફાઈબરયુક્ત ખોરાક લેવા માટે મજબૂત પાચનતંત્ર જરૂરી છે. આવો આહાર કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે ઓટમીલ મેદસ્વીતા અને ડાયાબિટીસમાં પણ રાહત આપે છે.
લીલા શાકભાજીથી કબજિયાતમાં મળશે રાહત
લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કબજિયાતમાં પાલક, સ્પિનચ, સ્પ્રાઉટ્સ, બ્રસેલ્સ અને બ્રોકોલી ગ્રીન્સ અને અન્ય શાકભાજીનો સમાવેશ થાય છે. આ શાકભાજીમાં ફાઈબર પણ ભરપૂર હોય છે. એનસીબીઆઈના એક સંશોધન મુજબ, કાચી બ્રોકોલી અને સ્પ્રાઉટ્સ કબજિયાત ઘટાડવામાં મદદરૂપ છે.
ફ્લેક્સસીડ પેટના સ્વાસ્થ્ય માટે સારું
ફાઈબર ઉપરાંત અળસી પેટના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અળસીમાં શુદ્ધિકરણ ગુણધર્મો છે. તેનો ઉપયોગ મળ ત્યાગ કરવાનું સરળ બનાવે છે. તેનો નિયમિત ઉપયોગ મળમાર્ગને સાફ કરવામાં મદદ કરે છે. જો કે અળસીનું વધુ પડતું સેવન કરવું નહી, કારણ કે તેને પચવામાં મુશ્કેલી થશે અને પેટ સંબંધિત અન્ય સમસ્યાઓ થઈ શકે છે.
પ્રોબાયોટીક્સ આપે રાહત
પ્રોબાયોટીક્સ એ બેક્ટેરિયા છે જે કુદરતી રીતે કોમ્બુચા, કિમચી અને દહીં જેવા ખોરાકમાં જોવા મળે છે. તે પાચનતંત્રને સુધારે છે અને પાચનતંત્રને સ્વાસ્થ રાખવામાં મદદ કરે છે. પ્રોબાયોટીક્સ આંતરડાના માઇક્રોબાયોમને વધારવામાં પણ મદદ કરે છે, જે રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં અસરકારક કરે છે. તે પેટ ફુલી જવું અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે.
હરસા-મસાની પીડાથી છુટકારો મેળવવામાં મદદરૂપ
કઠોળ આપણને ઉર્જા આપવાની સાથે સાથે આપણા શરીરનું પાચનતંત્રને સુધારે છે. વટાણા, દાળ, ચણા અને વટાણામાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. આ શાકભાજી પાચનમાં સુધારો કરે છે અને કબજિયાત દૂર કરે છે. પરંતુ આ શાકભાજીનું વધુ પડતું સેવન પણ સારું નથી. તમે તેને બપોર કે રાત્રીના ભોજનમાં સામેલ કરી શકો છો. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. જે આરોગ્યની સંપૂર્ણ કાળજી રાખવામાં મદદ કરે છે.