તમારી દાળને વધુ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવશે આ ચીજ, ફાયદા જાણો

આ વિટામિન તમારી રોગપ્રતિકારક શક્તિને મદદ કરે છે,સ્કિનના સ્વાસ્થ્યમાં મદદ કરે છે અને આયર્નના શોષણને પણ વધારે છે. જાણો એક્સપર્ટ શું કહે છે?

Written by shivani chauhan
September 04, 2024 07:00 IST
તમારી દાળને વધુ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવશે આ ચીજ, ફાયદા જાણો
તમારી દાળને વધુ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવશે આ ચીજ, ફાયદા જાણો

આપણામાંના ઘણા લોકો માટે ઘરે બનાવેલી દાળ ભાત કમ્ફર્ટ ફૂડ છે. દાળમાં સંપૂર્ણ પ્રમાણમાં પ્રોટીન પણ હોય છે. વેઇટ લોસ એક્સપર્ટ સકીના મુસ્તાનસિરના મતે, તમે દાળના પૌષ્ટિક ગુણ “આયર્નનો સારો સ્ત્રોત” તેમાં એક ચીજ ઉમેરીની વધારી શકો છો. એનાથી તમારી દાળનો સ્વાદ પણ વધશે અને પૌષ્ટિક પણ બની જશે, વધુમાં અહીં જાણો

દાળમાં આ વસ્તુ ઉમેરો અને પૌષ્ટિક બનાવો

એક્સપર્ટએ કહ્યું, ‘લીંબુ વિટામીન સીનો ઉત્તમ સ્ત્રોત હોવાથી તે દાળમાંથી આયર્નને શોષવામાં મદદ કરે છે. આ ઉપરાંત, લીંબુ ઉમેરવાથી દાળનો સ્વાદ વધુ સ્વાદિષ્ટ બને છે.’

દાળએ આયર્નનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે એક આવશ્યક ખનિજ છે જે એનિમિયાને અટકાવે છે અને એનર્જીમાં વધારો કરે છે. જો કે MBBS અને ન્યુટ્રિશનિસ્ટ, ફાઉન્ડર, ડૉ. રોહિણી પાટીલએ નિર્દેશ કર્યો કે છોડ આધારિત સ્ત્રોતોમાં આયર્નનું સ્વરૂપ જોવા મળે છે. દાળ સહિત તેને નોન-હીમ આયર્ન તરીકે ઓળખવામાં આવે છે, અને તે લોહીમાં હિમ આયર્ન જેટલું સરળતાથી શોષાય નહિ, હિમ આયર્ન એનિમલ માંથી આવે છે.

આ પણ વાંચો: મીઠું નાખેલું દહીંનું કે ખાંડ નાખેલું દહીં? તમારા સ્વાસ્થ્ય માટે કયું સારું અને શા માટે?

ડૉ. પાટીલે કહે છે ‘વિટામિન સી, તેથી, નોન-હેમ આયર્નના શોષણને વધારવામાં મદદ કરી શકે છે, જેનાથી દાળમાં આયર્નની જૈવ ઉપલબ્ધતા વધે છે. તમે આ આવશ્યક ખનિજના તમારા શરીરના શોષણ દરન વધારી શકો છો અને પોષક લાભોને મહત્તમ કરી શકો છો. તેથી તમારા ભોજનમાંથી દાળ પર લીંબુનો રસ નીચોવીને ખાઓ.’

દાળનું સેવન કરતાં પહેલાં તાજા લીંબુને નિચોવવોએ માત્ર એક ઉમેરણ નથી પરંતુ એક એવી ટેક્નિક છે જે સ્વાદમાં વધારો કરે છે, પોષક મૂલ્યને પ્રોત્સાહન આપે છે અને પાચન પ્રક્રિયાઓમાં મદદ કરે છે. ‘દાળમાં લીંબુનો સમાવેશ કરવાથી બાળકો માટે પણ પચવામાં સરળ બને છે. આ ઉપરાંત, તેનો ખાટો સ્વાદ મસાલા સાથે સારી રીતે મિક્ષ થઇ જાય છે.

આ પણ વાંચો: શું આ પીણાં ફેટી લીવર ઘટાડવામાં મદદ કરી શકે છે? ન્યુટ્રીશનિસ્ટએ શું કહ્યું?

વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મદદ કરે છે, સ્કિનના સ્વાસ્થ્યમાં મદદ કરે છે અને આયર્નના શોષણને પણ વધારે છે. એક્સપર્ટ કહે છે ‘વિટામિન સી મુક્ત રેડિકલના નિષ્ક્રિયકરણની કાળજી લે છે, શરીરમાં કોલેજનની રચનાને પ્રોત્સાહન આપે છે અને રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં મદદ કરે છે.એકંદરે તમારા ભોજનમાં આ સરળ ઉમેરો મોટો ફરક લાવી શકે છે. આ ઉપરાંત લીંબુનો રસએ વ્યક્તિઓ માટે અત્યંત ફાયદાકારક છે જેઓ કઠોળ ખાધા પછી ગેસ,બ્લોટિંગ અથવા અસ્વસ્થતા અનુભવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ