દાળમાં આ 3 જુદી જુદી વસ્તુઓનો વઘાર કરો! દરેક વખતે આવશે અલગ જ સ્વાદ

Cooking Tips in Gujarati : દર વખતે એક જ જીરાના તડકા (વઘાર)મારવાથી દાળનો સ્વાદ એક સરખો જ આવે છે. ઘણી વખત આ એક જ સ્વાદ ખાવાથી આપણે કંટાળી જઇએ છીએ. આવી સ્થિતિમાં તમે દાળમાં તડકા લગાવવા માટે તમે આ 3 ટીપ્સ અપનાવી શકો છો, જે દાળનો આખો સ્વાદ બદલી શકે છે

Written by Ashish Goyal
August 11, 2024 19:12 IST
દાળમાં આ 3 જુદી જુદી વસ્તુઓનો વઘાર કરો! દરેક વખતે આવશે અલગ જ સ્વાદ
દાળ-ભાત કે દાળ-રોટલી વગર આપણે આપણા ખાવાનું ખાવાની કલ્પના પણ ન કરી શકીએ

Cooking Tips in Gujarati : દાળ આપણા ખોરાકનો મોટો ભાગ છે. દાળ-ભાત કે દાળ-રોટલી વગર આપણે આપણા ખાવાનું ખાવાની કલ્પના પણ ન કરી શકીએ. પરંતુ દર વખતે એક જ જીરાના તડકા (વઘાર)મારવાથી દાળનો સ્વાદ એક સરખો જ આવે છે. ઘણી વખત આ એક જ સ્વાદ ખાવાથી આપણે કંટાળી જઇએ છીએ. આવી સ્થિતિમાં તમે દાળમાં તડકા લગાવવા માટે તમે આ 3 ટીપ્સ અપનાવી શકો છો, જે દાળનો આખો સ્વાદ બદલી શકે છે. તો ચાલો જાણીએ એવી કઈ 3 વસ્તુઓ છે જેનાથી દાળનો આખો સ્વાદ બદલાઈ જશે.

કાળી સરસવ અને કરી પત્તાનો વઘાર

જો તમે કોઈ પણ દાળનો સ્વાદ અચાનક બદલવા માંગો છો તો પછી કાળી સરસવ અને કરી પત્તાને ઘી માં પકાવીને તેનો વઘાર કરો. આમ કરવાથી દાળનો આખો સ્વાદ બદલાઈ શકે છે. આ સિવાય તમે ઉપર થોડો લીંબુનો રસ પણ નાખી શકો છો જે આખા ફ્લેવરને અલગ કરવાનું કામ કરે છે.

લવિંગ અને ઘી નો વઘાર

જો તમે ચણાની દાળ બનાવી રહ્યા છો તો તમે ઘી અને લવિંગનો વઘાર કરી શકો છો. આ દાળનો સ્વાદ સંપૂર્ણપણે બદલી નાખે છે. લવિંગનો થોડો અલગ સ્વાદ દાળનો સ્વાદ સંપૂર્ણપણે બદલી શકે છે. ચણાની દાળ ઉપરાંત મગની દાળ અને પછી અડદ દાળને પણ આવી રીતે કરી શકો છો.

આ પણ વાંચો – ડિનરમાં ચણાના લોટ અને ડુંગળીનું શાક બનાવીને જમો, મહેનત વગર બનીને તૈયાર થઇ જશે

લસણનો વઘાર

લસણનો વઘાર ઉમેરશો તો દાળનો સ્વાદ બદલાઈ જશે. તેનો તીખો સ્વાદ તમારી દાળને સંપૂર્ણ નવો સ્વાદ આપશે. તેથી તમારે માત્ર ઘી ગરમ કરવાનું છે અને તેમાં લસણની 5 કળીઓ ઉમેરવાની છે. જેવું લસણ પાકવા માંડે એટલે તેને દાળમાં ઉમેરો. આ પછી દાળ હલાવો અને પછી તેને સર્વ કરો.

આ સિવાય તમે દાળ બનાવતી વખતે ધ્યાન રાખો કે તમે તેનો સ્વાદ વધારવા માટે તેમાં થોડી ખટાશ ઉમેરો. દાળ બનાવતી વખતે જ તેમાં ડુંગળી, ટામેટા અને લીલા મરચાને કાપીને નાખો. આ પછી જ્યારે દાળ પાકી જ્યારે ત્યારે તેને આ વસ્તુઓથી વઘાર કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ